PRAVIN MAKWANA

Abstract

1.5  

PRAVIN MAKWANA

Abstract

ગધેડો અને ગાજર

ગધેડો અને ગાજર

1 min
21


બધાં ગધેડાં ભેગાં થયાં. એમાંના એક ગધેડાએ કહ્યું: આપણા માલિકોએ આપણી આગળ એક ગાજર લટકાવી રાખ્યું છે. આપણે વરસોથી એ ગાજર ખાવા એની પાછળ પાછળ દોડી રહ્યાં છીએ પણ કોણ જાણે કેમ એ ગાજર આપણા હાથમાં આવતું નથી. આપણે કંઈક કરવું જોઈએ.

બધાં ગધેડાં વિચારમાં પડી ગયાં. કેટલાંક અંદરોઅંદર મસલત કરવા લાગ્યાં. ત્યાં જ એક ગધેડાએ કહ્યું: સર્વ ગધેડાઓમાં હું એક માત્ર એવો ગધેડો છું જે તમને આમાં મદદ કરી શકું. પણ તમારે મને તમારો રાજા બનાવવો પડે.

કેટલાંક ગધેડાંએ કહ્યું કે ગધેડાઓના સમાજમાં રાજા તો હોતો નથી. તો અમે તને કઈ રીતે રાજા બનાવીએ ? તો વળી કેટલાંક ગધેડાંઓએ કહ્યું: જો તમે અમને ગાજર ખાવા મળશે એની ખાતરી આપો તો અમે તમને રાજા બનાવીએ.

પછી ગધેડાંઓમાં વિવાદ થયો. પણ આ ગધેડાં ખૂબ સુધરેલાં. એમણે મતદાન કરીને આ વિવાદનો અંત આણ્યો. મોટા ભાગનાં ગધેડાંએ રાજાની તરફેણમાં મત આપ્યો. આખરે ગધેડાંએ એ ગધેડાને રાજા બનાવ્યો.

ત્યારથી એ ગધેડો, એટલે કે મહારાજાધિરાજ ગધેડો, દર વરસે કાં તો પેલી ગાજર લટકાવેલી લાકડી બદલે છે કાં તો ગાજર અને બધાં ગધેડાંને કહે છે: આમ કરવાથી એક દિવસે બધાંને ગાજર ખાવા મળશે.

ગધેડાં હજી ગાજર અને એમના મોં વચ્ચેનું અંતર ઓછું થાય એની રાહ જોઈ રહ્યાં છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract