PRAVIN MAKWANA

Inspirational

2  

PRAVIN MAKWANA

Inspirational

રાજા અને કાગડો

રાજા અને કાગડો

1 min
15


એક કાગડો રાજાનો ભાઈબંધ છે. એક દિવસ કાગડો રાજાને કહે છે: મહારાજ. હું તમારો મિત્ર. મને મદદ કરો. મારો અને કોયલનો રંગ એક હોવા છતાં લોકો કેવળ કોયલનાં જ વખાણ કરે છે. મારાં નહીં.

રાજા કહે છે: ચોક્કસ. તું મારો મિત્ર છે. તને મદદ કરવી એ મારો ધર્મ છે. તને નહીં તો હું બીજા કોને મદદ કરીશ ?

પછી બીજા જ દિવસે રાજાએ એક વટહુકમ બહાર પાડયો: આજથી બધાંએ કાગડાને કોયલ કહેવો અને કોયલને કાગડો.

એ દેશની પ્રજા રાજાનું બહુ માને. એટલે વટહુકમના બીજા જ દિવસથી એ પ્રજા એક પણ પ્રશ્ન પૂછ્યા વિના કાગડાને કોયલ અને કોયલને કાગડો કહેવા લાગી.

પણ એ જ પ્રજા, જ્યારે કંઠની વાત આવતી ત્યારે કોયલના જ (એટલે કે વટહુકમ પછીના 'કાગડાના' જ) કંઠનાં વખાણ કરતી.

ફરી વાર પાછો કાગડો (એટલે કે વટહુકમ પછી કોયલ) રાજા પાસે ગયો. કહે: મહારાજ, લોકો હજી પણ વખાણ તો કોયલના કંઠના જ કરે છે. કંઈક કરો.

રાજા કહે: પ્રિય મિત્ર, હું રાજા છું. છતાં ય, મારી પણ કેટલીક મર્યાદાઓ હોય છે. હું તારો કંઠ બદલવાનો વટહુકમ તો કઈ રીતે બહાર પાડી શકું ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational