PRAVIN MAKWANA

Inspirational

2  

PRAVIN MAKWANA

Inspirational

માળી અને બાગ

માળી અને બાગ

2 mins
19


એક બગીચામાં તેનો માળી ફૂલછોડ લગાવતો હતો. તેની પાસે કેટલાક ગુલાબના અને કેટલાક જુદા જુદા રંગોના ફૂલછોડ હતા. વહેલી સવારે તેને મનમાં કેટલીક ડિઝાઈન તૈયાર કરીને બગીચો વધુ સુંદર લાગે તે રીતે ફૂલછોડ ગોઠવવાનું શરૂ કર્યુ. તેને આ કામ કરતો જોઈ સવારે કસરત કરતા એક ભાઈએ જણાવ્યું કે તું આમ ફુલછોડ લગાવે છે તેના કરતા આ તરફ ગુલાબ, આ તરફ ગલગોટા, આ તરફ મોગરા એમ કર તો વધુ સારુ લાગશે. આ સાંભળી માળીનો વિચાર બદલાઈ ગયો અને તેમ કરવા લાગ્યો. વળી થોડીવાર પછી બીજો કોઈક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે પેલો તને જે કહેતો હતો તેના કરતા હું વધુ જાણકાર છું. તેને કેટલાક ફેરફારો કહ્યાં. માળી ફરી વિચારે ચઢ્યો અને ફરી બદલાવ કર્યો.

કામ ચાલુ હતું ત્યા ફરી કોઈ આવીને સલાહ આપવા લાગ્યા. બધા ફૂલો એકતરફ રાખવા એના કરતા એક ગુલાબ, એક મોગરો, એક ગલગોટો એમ મિક્ષ વાવો તો સારુ લાગશે. માળીને ફરી વિચાર બદલાયો અને એમ કર્યુ. જો કે ફૂલછોડ રોપાઈ ગયાના થોડા દિવસો પછી જ્યારે ફૂલ આવ્યા ત્યારે ફરી પેલા સલાહકારો આવ્યા અને તેં આમ ન કર્યુ એટલે બગીચો કેટલો ગંદો લાગે છે તેવી વાતો કરવા લાગ્યા. વળી, જેની સલાહ માની હતી તે બધાની સાથે હતો ત્યારે તેને વળી એમ જ કહ્યું કે આ માળીને કોઈ ખબર પડતી લાગતી જ નથી.. આપણે ગમે તેટલું કહીએ પણ એ તેનું ધાર્યુ જ કરે છે.

બધાની સલાહોથી થાકીને માળીએ કોઈ જ જવાબ ન આપ્યો અને આખરે ફરી પોતાની આવડત અને સૂઝ પ્રમાણે ફૂલછોડને બદલવા લાગ્યો અને સુંદર ડિઝાઈન તૈયાર થઈ. થોડા દિવસો પછી સૌ કોઈ તે બગીચાના વખાણ કરવા લાગ્યા. 

આપણે પણ જીવનના સુંદર બગીચામાં પણ આ પ્રમાણે કેટલાય સલાહકારોના સૂચનો મુજબ બદલાવ લાવીને જિંદગીના બાગને સુંદર બનાવવાને બદલે બદસૂરત બનાવી દઈએ છીએ. દરેકની જિંદગીમાં તેના સલાહકાર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational