PRAVIN MAKWANA

Abstract

2.6  

PRAVIN MAKWANA

Abstract

ગધેડો

ગધેડો

1 min
16


એક માણસ પાસે એક ગધેડું હતું. એ વાતવાતમા એ ગધેડાને મારતો હતો. કોઈ એને પૂછતું કે તું શા માટે તારા ગધેડાને આટલું બધું મારે છે ? તો એ કહેતો કે મને મારા ગધેડાને મારવાનું બહુ ગમે છે એટલે હું એને મારું છું.

એક દિવસે એ ગધેડો મરી ગયો. પછી એને થયું કે હવે હું કોને મારીશ ? એટલે એણે એ ગધેડાના ચામડામાંથી ઢોલ બનાવડાવ્યો. પછી જ્યારે પણ એને પેલા ગધેડાને મારવાનું મન થતું ત્યારે એ ઢોલ વગાડી લેતો. લોકો એને કહેતા કે તું કેમ વાતવાતાં ઢોલ વગાડે છે ? તો એ કહેતો કે મને મારા ગધેડાને મારવાનું મન થાય ત્યારે હું ઢોલ વગાડી લેતો હોઉં છું.

બોધ: તમારા ટીકાકારો ઘણી વાર આવા માણસ જેવા હોય છે. એ લોકો તમને મારવા ઈચ્છે ત્યારે તમારા ચામડાનો એક કાલ્પનિક ઢોલ બનાવીને વગાડી લેતા હોય છે. એમ કરવાથી એમને સંતોષ પણ થતો હોય છે. એટલું જ નહીં, પછી એમના મિત્રો ભેગા થઈને એમને કહેતા હોય છે: સારું કર્યું. તમારો ગધેડો આવા મારનો જ લાયક હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract