PRAVIN MAKWANA

Classics

3  

PRAVIN MAKWANA

Classics

લક્ષ્મણનું તેજ

લક્ષ્મણનું તેજ

1 min
184


લક્ષ્મણના જીવનના પણ તેજસ્વીતાના અનેક પ્રસંગો છે. વનમાં જ્યારે ભરત સૈન્યસહિત મળવા આવે છે, તે પ્રસંગ જોઈએ કે શૂર્પણખાનું નાક કાપવાનો પ્રસંગ જોઈએ. લક્ષ્મણનું તેજ દેખાઈ આવે છે.

એક વાર શાંતિથી વાતો કરતા બન્ને ભાઈઓ બેઠા હતા. રામે કહ્યું કે "લક્ષ્મણ! ધારો કે રાવણ આપણને સીતા પાછી સોંપી દે તો પછી રાવણ જોડે યુદ્ધ કરવું કે નહીં ? સીતા પાછી આવે તો યુદ્ધ શા માટે કરવું !"

લક્ષ્મણ કહે છે કે "રાવણે સીતામા તો પાછા આપવા જ પડશે. એમાં કોઈ મોટી વાત નથી. તે તો લડીને લઈશું અને ધારો કે તે ડરીને સામે ચાલીને સીતામાને પરત કરે તો પણ રાવણનો નાશ કરવો જ જોઈએ. કારણ કે તેણે માત્ર સીતામાતાનું હરણ નથી કર્યું, વેદત્રયીનો ધ્વંસ કર્યો છે. તેથી તેને મારીશ જ."

આ તેજસ્વિતા છે. આ પ્રભુની વિભૂતિ છે. આજે આપણી ભક્તિમાંથી તો તેજસ્વીતા ગઈ જ છે. પરંતુ સામાન્ય વ્યવહારમાંથી પણ તેજસ્વીતા ગઈ છે. 


Rate this content
Log in

Similar gujarati story from Classics