કેરી અને સફરજન
કેરી અને સફરજન
જે દિવસે જે સમયે ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠો હતો એ જ દિવસે એ જ સમયે મગનકાકા પણ આંબા નીચે બેઠા હતા. અને જે ક્ષણે સફરજનના ઝાડ પરથી સફરજન નીચે પડ્યું એ જ ક્ષણે આંબા પરથી પણ એક કેરી નીચે પડી. સફરજન નીચે પડતાં જોઈને સર આઈઝેક ન્યૂટનને થયું: સફરજન ઉપર કેમ ન ગયું અને નીચે આવ્યું? અને કેરીને નીચે પડતાં જોઈને મગનકાકાને થયું: ઉપરવાળાની કેવી લીલા છે. કેરી ઉપર હવામાં જવાને બદલે નીચે આવી. કહેવાય છે કે ત્યાર બાદ સર આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણ જેવો નિયમ શોધ્યો અને મગનકાકાએ કેરી કાપીને પોતાના કુટુંબને ખવડાવી.
ગાફેલ