સોનાની બંગડી
સોનાની બંગડી
સહાનુભૂતિની આકાંક્ષા....
એક ગરીબ સ્ત્રીએ બહુ મુસ્કેલથી લોટ દળી- દળીને સોનાની બંગડીઓ બનાવડાવી. ઈચ્છતી હતી કે કોઈ પૂછે - કેટલામાં લીધી? ક્યાં બનાવડાવી? ક્યાંથી લીધી? પણ કોઈ પૂછે જ નહિ; સુખને તો કોઈ પૂછતું જ નથી. ગભરાય ગઈ, પરેશાન થઈ ગઈ; ખૂબ જ ખનકાવતી ફરી ગામમાં, પરંતું કોઈએ પૂછ્યું જ નહિ. જેમણે પણ બંગડીઓ જોઈ, નજર ફેરવી લીધી. આખરે તેમણે તેના ઝૂપડામાં આગ લગાવી દીધી. આખું ગામ ભેગું થઈ ગયું. અને તે છાતી પીટી - પીટી ને હાથ જોર થી ઉપર ઉઠા-ઉઠાવીને રોવા લાગી - લૂંટાઈ ગઈ, લૂંટાઈ ગઈ. તે ભીડ માંથી કોઈએ પૂછ્યું કે અરે તું લૂંટાઈ ગઈ એ તો ઠીક છે, પણ સોનાની બંગડીઓ ક્યારે તે બનાવડાવી? તેમણે કહ્યું, "જો પહેલાં જ પૂછ્યું હોત તો લૂંટાત જ કેમ! આજે ઝૂંપડું બચી જાત, જો પહેલા જ પૂછ્યું હોત."
સહાનુભૂતિની ખૂબ આકાંક્ષા છે - કાઈ પૂછે, કોઈ બે મીઠી વાતો કરે. એનાથી ફકત તમારી અંદરની દીનતા પ્રગટ થાય છે, બીજું કંઈ પણ નહી. એનાથી કફ્ટ તમારા અંદરનાં ઘાવ પ્રગટ થાય છે, બીજું કંઈ જ નહિ. ફકત દીન હિન આદમી સહાનુભૂતિ ઈચ્છે છે. સહાનુભૂતિ એક પ્રકારની સાંત્વના છે, એક પ્રકાર ની મલમ પટ્ટી છે. ઘાવ તેનાથી મટતો નથી, ફકત છુપાઈ જાય છે. હું તેમને ઘાવ મટાડવાનું શીખવી રહ્યો છું.
ગાફેલ
