શેરડીનાં ટુકડા
શેરડીનાં ટુકડા
સંત તુકારામ એક વખત ઘરે જઈ રહ્યા હતા. કોઇએ તેમને થોડી શેરડી આપી. રસ્તામાં તુકારામ એ શેરડી છોકરાઓને આપતાં આવતા હતા. આ વાત તેમના પત્નીને કોઈએ કરી કે 'ભગત તો શેરડીના દાન કરતાં ફરે છે.' વધેલી એક શેરડી લઈ તુકારામ ઘરે આવ્યા એટલે તેમના પત્નીએ શેરડી જુટવી ભગતને મારવા લાગ્યા. એટલા માર્યા કે શેરડીના ટુકડા થઈ ગયાં. પછી તુકારામે જે જવાબ આપ્યો એ સફળ દાંપત્ય જીવનનો મહામંત્ર છે. તેણે કહ્યું, "હાશ, આપણે શેરડીના ટૂકડાં કરવાની જફા મટી."
ગાફેલ
