ત્યાગમૂર્તિ બા
ત્યાગમૂર્તિ બા
માત્ર 13 વર્ષની ઉંમરે બાપુ સાથે લગ્ન અને મૃત્યુ પર્યંત બાપુના પડછાયાની જેમ જીવ્યાં. ગાંધીજી મહાત્મા તરિકે વિશ્વમાં પોંખાયા. રચનાત્મક કામોથી લઇને આઝાદીની લડતનાં અનેક કાર્યોમાં ઘડીની પણ ફૂરસદ ના મળે એટલા કાર્યરત ગાંધીજીને જાળવી લેવામાં અને એમની સાથે ખભે ખભો મિલાવીને આજીવન ચાલવામાં બા હંમેશાં સાથે. દક્ષિણ આફ્રિકામાં એક પંચમ જાતિના મહેતાનું પેશાબનું વાસણ ઉપાડવાની ના કહેતાં કસ્તુરબા ઉપર ગાંધીજી " ધણીપણું" બતાવે છે અને ઝઘડો થાય છે ત્યારે પણ કસ્તુરબા ગાંધીજીની પ્રતિષ્ઠા ખાતર કહે છે," તમને તો લાજ નથી.મને છે. જરા તો શરમાઓ. હું બહાર નીકળીને ક્યાં જવાની હતી? અહીં મા બાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી થઇ એટલે મારે તમારા ધુંબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ અને બારણું બંધ કરો. કોઇ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ."કે પછી દ.આફ્રિકાથી ભારત પાછાં ફરતી વખતે સન્માન સમારંભમાં મળેલી ભેટો સેવા પ્રવૃત્તિ માટે આપી દેવાની હોય.ખેડા સત્યાગ્રહ હોય કે અન્ય પ્રસંગો હંમેશાં શબ્દ પણ બોલ્યા વગર બાપુના પગલે...... સાક્ષાત ત્યાગમૂર્તિ બાએ બાપુ સાથે જીવનને એટલું એકાકાર બનાવી દીધેલું કે એમણે પ્રાણ પણ બાપુના ખોળામાં જ છોડ્યા.
ગાફેલ
