ગોબરહા
ગોબરહા
ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં અછૂતોને વેતન તરીકે ‘ગોબરહા’ના નામે ઓળખાતા અનાજના દાણા આપવામાં આવતા હતા. ગોબરહા એટલે પશુના છાણમાં રહેલા દાણા. માર્ચ કે એપ્રિલના મહિનામાં જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે લણણી કરવામાં આવે અને પછી સૂકવીને તેને ખળામાં વેરવામાં આવે. બળદોને તેના પર ચલાવવામાં આવે. તેમની ખરીઓના દબાણથી દાણા કણસલામાંથી છૂટા પડે. બળદો ચાલતા ચાલતા કણસલાં ને ડૂંડાં ખાતા જાય. એટલું બધું ખાય કે દાણા પચાવી પણ ના શકે. બીજા દિવસે તેમના જઠરમાંથી પચ્યા વગરના દાણા છાણમાં નીકળે. આ છાણમાંથી દાણા છૂટા પાડીને અછૂતોને મહેનતાણા પેટે આપવામાં આવે છે. તેમાંથી લોટ દળાવીને અછૂતો ખાય છે.
ગાફેલ
