નાનકચંદ રત્તુંજી
નાનકચંદ રત્તુંજી
એક રાત્રે જમ્યા પછી લગભગ ૮ વાગ્યા ની આસપાસ તેઓ પોતાના અભ્યાસ ખંડ તરફ ગયા અને લખવાનું ચાલુ કરી નાખ્યું.., રત્તુજી પોતાનું કામ પૂરું કર્યા પછી બાબાસાહેબ ની ખુરશીની બાજુ માં ઉભા રહી સાહેબ ના આદેશ ની પ્રતીક્ષા કરવા લાગ્યા, થોડા સમય પછી સાહેબે પોતાની થોડી નજર ઉપર કરી રત્તુજી ને કહ્યું તમે જઈને સુઈ જાઓ સવારે આવી જજો..!!!
તેમને સાહેબનો આદેશ મળ્યા પછી, તે ચાલ્યા ગયા. રોજની જેમ રત્તુજી સવારે ૮ વાગે બાબાસાહેબ પાસે પહોંચ્યા. તેમણે જોયું કે બાબાસાહેબ એજ સ્થિતિમાં તેમની ખુરશી પર બેસીને લખી રહ્યા હતા જેમાં તેઓ બાબાસાહેબને રાત્રિના સમયે છોડીને ગયા હતા. તેમને લખતા લગભગ ૧૨ કલાક વીતી ગયા હતા.
રત્તુજી ચુપચાપ તેમની ખુરશીના બરોબર ઊભા રહ્યા. તે લાંબો સમય ઉભા રહ્યા, પણ બાબાસાહેબે ઉપર જોયું પણ નહિ. સાહેબ પોતાના લખાણમાં એટલા વ્યસ્ત હતા કે તેમને કશીજ વાતનું ધ્યાન ના રહ્યું , કોઈ સાધકની આધ્યાત્મિક સાધનાને તોડવી એ દરેકના હાથમાં નથી હોતું. પુસ્તકો લખવા અને વાંચવા બાબાસાહેબની એ જ સાધના હતી. બાબાસાહેબનું ધ્યાન આકર્ષિત કરવા માટે, રત્તુજીએ ટેબલ પર રાખેલા કેટલાક પુસ્તકો ઉપાડ્યા અને તેને યોગ્ય રીતે ગોઠવવા લાગ્યા. પછી બાબા સાહેબે સહેજ ઉપર જોયું અને રત્તુજીને કહ્યું- રત્તુ, તમે હજી ગયા નથી...
રત્તુજી તેમના પગ પાસે બેઠા અને આંખોમાં આંસુ સાથે બોલ્યા - બાબાસાહેબ, સવારના 8:30 વાગ્યા છે. તમે 12 કલાક થી અહ્યા છો. તમે આટલી મહેનત કેમ કરો છો...?
બાબાસાહેબે કહ્યું- રત્તુ, મારો સમાજ હજુ ઘણો પાછળ છે. મારા લોકો હજુ પણ દિશાવિહીન છે. મારા મૃત્યુ પછી, મારા આ પુસ્તકો જ તેમને માર્ગ બતાવશે.
ગાફેલ
