STORYMIRROR

Kalpesh Patel

Drama Action Thriller

4.5  

Kalpesh Patel

Drama Action Thriller

લકીર

લકીર

6 mins
33

🌸 લકીર.
લેખક ~ કલ્પેશ પટેલ.

પેરિસની વરસાદી રાત હતી.એફિલ ટાવરની લાઈટો વરસાદના ફોરાંમાં અલગ ચમકાર સાથે ઝગમગતી હતી .જાણે આખું શહેર એક મોટી ચમકતી મીણબત્તીની ફરતે ના ધબકતું હોય એવુ લાગી રહ્યું હતું.

બગીમાં બેસેલી માર્ગ્રેટે પોતાનો ટ્રેન્ચકોટ થોડોક ટાઇટ પકડી રાખ્યો. બગીની બારીએ લાગેલા ચામડાના પરદા વીંધી ભર શિયાળામાં વરસાદીની હવા, તેને ધ્રુજાવી રહી હતી. બંધ બારીએ પણ ઠંડી લગતી હોઈ,માર્ગ્રેટે બગીની બારી ખોલી નાખી.
ઘોડાના એકધારા ચાલતા ડાબલા(પગ), અને રસ્તા પર ભરાયેલ પાણીથી અજીબ રિધમ  ઉપજતી હતી, એ હવે ચોખ્ખી સંભળાતી હતી . બગીમાં માર્ગ્રેટના કોટ નીચે કાયા હજુય ધ્રુજતી હતી. પણ પેરિસની ગલીઓમાં તો ગરમાવો હતો.

ગલીઓમાં અગણિત ગણિકાઓ ઊભી હતી, કોઈ લાલ સ્કાર્ફ હલાવતી, કોઈ ધુમાડાનો ગોળો ફૂંકતી.કોઈ મેકઅપ અને નખરા કરતી.

ક્રોસિંગ પાસે રોકાયેલ બગીની ખુલ્લી બારીમાંથી એકે તેને જોઈને  સીટી મારી પૂછ્યું.

“, કોને ઘાયલ કરશો આજે માર્ગ્રેટ માડમ, તમારો  શો કેટલા વાગ્યે પતે છે?મારા ક્લાયન્ટ્સ, તો તમારો શો જોઈને જ આવે છે!”

"કઈ રીતે કહું કે મારો શો આજે કોટલો ચાલશે, આ કદાચ છેલ્લો પણ હોઈ શકે"…

મનમાં ક્ષણિક આવો કટુ વિચાર આવ્યો, પરંતુ માર્ગ્રેટે, તે નખરાળીના ગાલે ટપલી મારી તેની વાત હસી કાઢી.

રોડની સામે જ એક બેકર તેની દુકાન બંધ કરી રહ્યો હતો.તેની બેકારીની  ભઠ્ઠી માં શેકયેલ ગરમ ક્રોસાંટની સુગંધ ગલીઓમાં તરતી હતી.માર્ગ્રેટને ભૂખ તો લાગી હતી,પણ તે રોકાઈ નહીં.

આજના શૉમાં મેયર હાજરી આપવાના હોઈ,કોઈ પણ વિલંબ તેને પાલવે એમ નહતું .




ક્રોસિંગ વટાવી  ડાબે હાથે વળતા, દૂરથી જ સીટી ઓપેરા હાઉસ દેખાતું  હતું. આ જગ્યાએ આજ પહેલા હંમેશા, માર્ગ્રેટ અચૂક ઋતવો અનુભવી રહી હતી. તેનાથી  વિપરીત આજે પહેલી વાર તેનું દિલ ધડકવા લાગ્યું.

ઓપેરા હાઉસની બહાર સિક્યુરિટી ગાર્ડે બગીનુ બારણુ ખોલી, સ્ટેપ સ્ટુલ મૂકી સેલ્યુટ કરી.

“Bonsoir, Mademoiselle Marguerite.”

"શુભ સાંજ, મેડમ માર્ગ્રેટ.”

ગ્લેમર આધારિત ઈગોમાં,તે નીચી મૂંડીએ સીઘી અંદર પ્રવેશી ગઈ.સંગેમર્મરની સીડીઓ, લાલ કાર્પેટ, ચાંદલિયાની જેમ ઝગમગાટ કરતા ઝુંમર, દીવાલે લાગેલા બેલજીયમ અરીસા બધા જ, તેના અહીંના રેગ્યુલર પર્ફોન્સથી તેને ઓળખતા હતા.
પણ આજે, માર્ગ્રેતને તો બધું જ અલગ લાગતું હતું. દરેક પ્રતિબિંબ જાણે કોઈ છુપાયેલ સંકેત આપી, ચેતવી રહ્યું હોય તેમ .

ગ્રીન રૂમ સુધી પહોંચતા રસ્તામાં, તેને  બીજી બે ડાન્સરો આડી મળી.

તેમના  હાસ્યમાં આજે કંઈક તો જુદું હતું. બન્ને હસતાં તો હતાં, પણ પીઠ પાછળ કંઈક દબાયેલા અવાજે ગુસપુસ પણ કરતા હતાં.

માર્ગ્રેટને મનમાં ઠસી ગયું, કદાચ તેઓ પણ કઈ જાણે છે જે હું નથી જાણતી.

ઓપેરાના સ્ટેજ પાસેના ગ્રીન રૂમનો દરવાજો ખોલતાં જ, જાણીતી નટમેગની સ્પાઇસી સુગંધ, લાકડાની ભીનાશ અને અરીસાના એજ ફલ્ડ લાઈટના  ઝબકાર.

તેણે કોટ કાઢી સ્ટેન્ડ પર ટાંગ્યો, પર્સ ડ્રેસિંગ ટેબલ પર મૂકી,તે અરીસાની સામે સ્ટુલ પર બેઠી.એક નજર પોતાના ચહેરા તરફ દોડાવી જોયું. ત્યાં બગીનો સોફર વેનિટી બેગ મૂકી, નીકાળી ગયો. માર્ગ્રેટે વેનિટી બેગમાંથી  ગુચીની લિપસ્ટિક હાથમાં લીધી .

તેનો ગુલાબી રંગ જોતાજ, આજે પહેલી વખત તેના હાથ થોડા કંપી રહ્યા હતા.

આ રંગ હંમેશા તેને બેલેટ શૉ માટે ઉત્સાહિત કરતો હતો… તે રંગ હવે હોઠે પહેરતા કેમ આજે ડર લાગે છે ?

તેના માનસ પટલ  પર  છેલ્લા અઠવાડિયાની ફિલ્મ રીવાઈન્ડ થવા લાગી.

-🎥 ફ્લેશબેક શરૂ

વરસાદી રાત, એજ બદનામ ગલી, એજ બગીની સફર, અને એજ ક્રોસિંગે મળેલી અજાણી ચિઠ્ઠી, તોડફોડ અને લુકાની ડર દર્શાવતી દહેશત.

“કોઈએ મારા ઘરમાં તોડફોડ કરી છે… ફક્ત તારો પાસપોર્ટ લઈને ભાગી ગયા, તું ચેતજે .”

માર્ગ્રેટને તે સાંજની  તેની મેકઅપ સ્ટોરની મુલાકાત પણ યાદ આવી . મેકઅપ શોપ પરના એક અજાણ્યા યુવક, અને તેને લિપસ્ટિક ગિફ્ટ આપતાં બોલેલા શબ્દ..પર્સન સકલ સાથે યાદ આવી ચુક્યો હતો..

“ લોટસ પિન્ક, મેડમ તમારો લકી કલર… તમે સ્વીકારો તે મારું નસીબ સમજીશ .”

તે યુવકનુ ફ્લેટ સ્મિત યાદ આવતા માર્ગ્રેટનું દિલ વધારે જોરથી ધબક્યું.અને તેનો સાથી ડન્સર લુકા સાથે માણેલી બપોર  પછી તેનું ગુમ થવું પણ યાદ આવી ગયું .

શું તેની પર પણ શંકા કરવી જોઈએ કે, વિશ્વાસ? ઉત્તર શોધવાનો હતો.

સ્ટેજ પરની બીજી ઘંટડી વાગી ચુકી હતી,તેથી, તે હજુ સુધી લૂકા વિશે કાંઈ નક્કી કરી શકી નહતી .

ત્રીજી ઘંટડીની રાહમાં ગ્રીન રૂમમાં નટમેગની તાઝી ચાર્જ,મીઠી સુગંધ તરતી હતી. પોતે લગાવરલ ચેનલ 5,પરફ્યૂમ, ઠંડક ના પરસેવાનો પાતળો આછો અહેસાસ અને જૂના લાકડાના ફ્લોરની વરસાદને લઈને ભીનાશ.

માર્ગ્રેટ ગ્રીન રૂમના અદામ કદ અરીસાની સામે બેઠી હતી. અરીસામાં તેનું પ્રતિબિંબ જાણે બે ભાગમાં વહેંચાયું હોય, તેવું તેને લાગ્યું . એક ગ્રીન રુમ માં લગાવેલી જાણીતી બેલેટ ડાન્સરની પરીઓ જેવી નિર્દોષ, બીજુ, આંખોમાં છુપાયેલ ભયથી કંપતી બેબસ યુવતી .

તેના હાથમાં વેનિટી બેગની,ચમકતી ગુચીની ગુલાબી લિપસ્ટિક હાથ આવી .
જે ગુલાબી રંગ હંમેશા તેને ઉત્સાહિત કરતો હતો. આજે એજ રંગ ની લિપસ્ટિક, જાણે હાથમાં ટાઈમ બૉમ્બ બની ડરાવી રહી હતી. તેના હોઠ તરફ તે લિપસ્ટિક લાવતાં જ આંખોમાં છેલ્લા અઠવાડિયાની ફિલ્મ ફરી રમવા લાગી.

🎥 ફ્લેશબેક

વરસાદી રાત, અજાણી ચિઠ્ઠી, તોડફોડ, ગુમ થયેલો પાસપોર્ટ, અને મેકઅપ શોપ પર અજાણ્યા માણસનો ગુલાબી લિપસ્ટિક આપતો સ્મિત.

લુકા ક્યાંક ગાયબ થતો અને ફરી દેખાતો.
તેણે માત્ર એટલું કહ્યું હતું.

“આજ નુ તારું નૃત્ય આપણું ભાવિ નક્કી કરશે.”

માર્ગ્રેટને આખુ અઠવાડિયું સમજાયું નહોતું કે, લુકાના એ શબ્દોમાં ચેતવણી હતી કે, કોઈ છુપા સોદાની ઓફર.

ગયા શનિવારની રાત યાદને ભૂલવા, જેટલાં પ્રયત્ન કરે એથી બમણા વેગે વધુ આવતા હતા.

તે,આજ મેકઅપ રૂમમાં તૈયાર થઈ રહી હતી. ટેબલ પર, પેલા છેલ બટાઉ યુવાને આપેલી લોટસ પિન્ક કલરની તેની મનગમતી લિપસ્ટિક પડેલી હતી. દરેક પ્રીમિયર નાઈટની જેમ.

તે ગુલાબી લિપસ્ટિક લગાવે છે અને સ્ટેજ તરફ વધે છે. પરંતુ સ્ટેજના પગથિયાં ચઢતાં જ તેને ચક્કર આવે છે. ક્ષણોમાં જમીન પર ઢળી પડે છે..,.

....ડોક્ટરો કહે છે કે આને કોઈ નશો કરેલો છે. પણ વાસ્તવમાં, તેની લિસ્ટિકમાં જીવલેણ નશીલી દવા ઇન્જેક્ટ થયેલી હતી.

બીના સાંભળતાં તેનો મિત્ર અને સાથી ડાન્સર લુકા ચોંકી જાય છે.

તાકીદની સારવારથી  માર્ગ્રેટ આખરે બચી જાય છે.

હોસ્પિટલના બિછાને પડેલી માર્ગ્રેટ, જયારે જાગે છે, ત્યારે લુકા માત્ર એક વાત કહે છે.

“એ ગુલાબી લિપસ્ટિક હવે ફક્ત કોઈ ભેંટ કે મેકઅપ નથી — એ એક નક્કર પુરાવો છે. તેઓને રોકવાનો સમય આવી ગયો છે.”

🎭ત્રીજી ઘંટડીના રણકાર સાથે,
માર્ગ્રેટ ઊભી થઈ. હોઠે ગુલાબી લિપસ્ટિક લગાવ્યા પછી,લિપસ્ટિકનુ ઢાંકણ તો ખોલેલુજ હતું. માર્ગ્રેટે તેને જોઈ, સૂંઘી અને  કોઈ અગમ્ય ડરથી ફ્લોર પર ફેંકી દીધી. હાથથી છુટ્ટી ફેંકાયેલી, લિપસ્ટિકથી એક ગુલાબી લકીર લાકડાની ફ્લોર પર ખેંચાઈ ચુકી હતી. ફેંકેલી ખુલ્લી લિપ્સિટિક
હવે, જોનારને કોઈ અઘોષિત યુદ્ધની ઘોષણા કરી હોય તેવું લાગતું હતું..

શૉ. પૂરો થાય તો. મેયર ને વાત કરીશ એવું થાની, માર્ગ્રેટ ચહેરા પર પાવડરનો પફ ફેરવી મેક અપને આખરી ઓપ આપે છે.ત્યાંજ ,બહારથી સ્ટેજ મેનેજર બોલાવે છે
“માર્ગ્રેટ,હરી અપ,પરદા ઊઠવા માટે તૈયાર છે!”

માર્ગ્રેટ અરીસામાં છેલ્લી વાર જુએ છે – આંખોમાં હવે ભય નથી, માત્ર ઠરાવ છે.
તે  ગ્રીન રૂમનો દરવાજો ખોલે છે અને સ્ટેજના ફલ્ડ લાઈટના ધોધમાં મક્કમ ચાલે ચાલે છે.

બેલેટ પર્ફોર્મ કરતા સમયે, લૂકા, માર્ગ્રેટ ને કાનમાં કહે છે,
" હની, તારા જીવનનો અસલી પ્રીમિયર આખરે આજે શરૂ થઈ ગયો છે !”

શૉ તો પતિ ગયો, માર્ગ્રેટના મનમાં એક સન્નાટો જગાવતો ગયો. સાથી ડાન્સર લૂકા તો ક્યાંક છું થયેલો હતો. એણે એક
મુખ પર કૃતિમ હળવું હાસ્ય રેલાવ્યું , અને પ્રેશકોને વેવિંગ..કરતી સ્ટેજ છોડી નીકળી ગઈ

ગ્રીન રૂમ તો હવે, આવતા શાવિવાર શુધી ખાલી છે.




પણ લિપસ્ટિકે આંકેલી ગુલાબી લકીર હજુ પણ ફ્લોર  એમની એમ જ છે.

કદાચ માર્ગ્રેટના મન ના સંશય જેવી ઘેરી અને,લુકાના મન અને ઇરાદા જેટલી  અસ્પષ્ટ.,

શબ્દ પરિચય ~“ક્રોસાંટ” (Croissant) એ એક ફ્રેન્ચ bakery item છે – ખમેરવાળું, મખમલી, સોનેરી રંગની પેસ્ટ્રી જે   લોટની પાતળી પૂરીને ફોલ્ડ કરીને બનાવવામાં આવે છે, તેનો આકાર અર્ધચંદ્રાકાર હોય છે. લગભગ આપના દિવાળીના ઘૂઘરા જેવું, પણ મસાલો મીઠો નહિ.

નટમેગ ~ જાયફળ (Nutmeg):
સ્ત્રોત: જાયફળ મીરિસ્ટિકા ફ્રેગ્રાન્સ (Myristica fragrans) નામના વૃક્ષનું બીજ છે.

સ્વાદ: હળવો મીઠો, સુગંધિત અને થોડો મસાલેદાર.
સુગંધ: ગરમ, મીઠી અને થોડી વરસાદ માં ભીની માટી જેવી (earthy).

ઉપયોગ:

1 મીઠાઈઓમાં (પુડિંગ, કેક, પાઈ).કાફી, કોકો અથવા હોટ ચોકલેટમાં.

2~સુગંધ થેરાપી અને પરફ્યૂમ્સમાં પણ તેનો ઉપયોગ થાય છે.પરંપરાગત રીતે તેને હળવીં આરામદાયક (relaxant) સુગંધ માનવામાં આવે છે.



Rate this content
Log in

Similar gujarati story from Drama