kiranben sharma

Action Fantasy Inspirational

4.5  

kiranben sharma

Action Fantasy Inspirational

લજ્જાની સાહસિકતા

લજ્જાની સાહસિકતા

3 mins
175


હિમાલયની તળેટીમાં આવેલ પ્રકાશપુરા ગામ અને તેમાં લજ્જા તેના માતા-પિતા ભાઈ-ભાભી સાથે રહે. લજજા નામ પ્રમાણે ગુણીયલ લજ્જાશીલ. ભગવાન જેટલું હિમાલયને રૂપ આપ્યું તેટલું જ લજજામાં પણ સમાયેલું હતું. એકદમ ગોરી અને રતાશથી ભરેલી, તેમાં જ્યારે સાચે જ કોઈ શરમની વાત આવે કે લજજા થાય તેવી વાત બને તો જાણે લજામણી છોડ જેવી બીડાઈ જતી હોય, તેમ રતાશથી ઢંકાઈ જતી.

એક દિવસ લજજા તેના ભાઈ ભાભી સાથે બહારગામ તેના સંબંધીના ઘરે જવાનું થયું હોવાથી તેમની સાથે ગઈ, ત્યાં એ સંબંધીનો છોકરો અમર તેને જોઈને જ તેના પર મોહી પડ્યો. આથી તે લજજા સાથે લગ્ન કરવાના હેતુથી લજજાનો હાથ તેના ભાઈ ભાભી પાસે માંગે છે. લજજા તો આ સાંભળીને રતાશથી ઢંકાઈ ગઈ.

ભાઈ ભાભી સાથે પરત ઘરે આવી માતા પિતાને આ વાત કરી, બન્ને ખૂબ રાજી થયાં. થોડાં દિવસ માંજ લગન લેવાના નક્કી કર્યા.

 આ પહાડી વિસ્તાર હોવાથી ત્યાં ગમે ત્યારે પહાડ પરથી પથ્થર પડતા. લજજા લગ્નની ખરીદી કરવા ભાઈ ભાભી સાથે જતી હતી, તે રસ્તામાં ઉપરથી પથ્થર પડતા, તેમની ગાડીએ કંટ્રોલ ગુમાવ્યો, અને ગાડી ઊંધી પડી તેમાંથી લજજા એકલી સીધી નીચે ખીણમાં પડી, પણ બીજા મુસાફરો ત્યાં જ ગાડી પાસે પડ્યાં, પરંતુ કુદરતનું કરવું લજજા એક વૃક્ષની ડાળી પર લટકી પડી. વૃક્ષ મજબૂત હતું પણ અહીં એકલા ઝાડ સિવાય બીજું કશું દેખાતું જ ન હતું. નીચે ઊંડી ખીણ હતી અને જો હાથ છૂટે કે પગ લપસે તો સીધા મોતને હવાલે થવાય. 

લજ્જા ડરની મારી સમેટાઈને ઝાડ પર લટકી રહી, ધીમે ધીમે અંધકાર થવા લાગ્યો. લજજાએ ખૂબ બૂમો પાડી "બચાવો ! બચાવો ! "તેના અવાજનાં પડઘા ત્યાં ગુંજવા લાગ્યાં, ડરની મારી લજજા થર થર કાંપતી હતી. 

ગામમાં આગની જેમ વાત ફેલાઈ ગઈ કે લજજા ઊંડી ખીણમાં પડી ગઈ છે. રાતનું અંધારું તેને ડરાવી રહ્યું હતું, પણ આટલા અંધારામાં હવે કોઈ મદદ માટે આવી શકે તેમ ન હતું. બૂમો પાડવાથી જંગલી પ્રાણીઓ ખીજવાઈ જાય, અને હુમલો કરે. આથી તે ચુપ-ચાપ ઝાડને પકડીને ધીમે ધીમે તેના પર જગા કરી બેસી ગઈ, અને ઝાડને પકડીને બેસી રહી, એટલું શાંત નીરવ વાતાવરણ હતું કે તેની શ્વાસના અવાજ પણ મોટો લાગતો હતો. મનમાં ઘણા ખરાબ વિચારો આવી રહ્યા હતા, જંગલ હતું, મોટા મોટા જંગલી પ્રાણીઓની સાથે નાના-મોટા જીવ જંતુ સાપ એરુ વગેરે ઝેરીલા પ્રાણીઓની પણ બીક લાગી રહી હતી. તેનું જીવન તેને અંધકારમય લાગી રહ્યું હતું, કોણ મદદે આવશે ? તેને મદદ મળશે કે નહીં ? 

લજ્જા આમ તો બહાદુર હતી, મનની બીકને તેણે ફગાવી દીધી, પ્રભુનું નામ લીધું અને ઝાડ પર પોતાની જાતને પોતાની ઓઢણીથી બાંધી દીધી. વારંવાર તેની આંખ બંધ થઈ જતી હતી, થોડી વારમાં તો ઊંઘી ગઈ. પક્ષીઓના અવાજ અને કલરવ સાંભળી જાગી ગઈ. જોયું તો હેલીકોપ્ટર તેના માથા પર મંડરાતું હતું, તેણે બૂમો પાડી, હાથનો ઈશારો કર્યો. ઓઢણી હલાવી જણાવ્યું. ત્યાં હેલિકોપ્ટરમાંથી સીડી ફેકી ને તે પકડી તે ઉપર ચડી, અને હેમખેમ બચી ગઈ.

લજજાનાં ભાઈ એ જેવી લજજા ખીણમાં પડી કે તરત તેની શોધ કરવા લાગ્યાં અને ગામમાં જઈ મદદ માટે જાણ કરી, હેલિકોપ્ટર દ્વારા મદદ મળે તેવું જાણવા મળતાં તેમની મદદ લીધી. આમ તેઓ લજજા ને બચાવવામાં સફળ રહ્યાં.

લજ્જાની સાહસની લોકો વાતો કરતા, અને તેની પીઠ થાબડતા, કહેતાં લજ્જાએ ખૂબ હિંમતથી અને સાહસ બતાવી ખીણમાં ઝાડ પર એકલી રાત વિતાવી અને હેમખેમ જીવતી પાછી આવી.

બીજું કોઈ કાચા હૈયાનું હોઈ તો ગાઢ જંગલ અને નીચે ઊંડી ખીણ જોઈને જ મૃત્યુ પામી જાય. 

સાચે જ લજજા એ ખૂબ બહાદૂરી બતાવી.

થોડાં દિવસમાં લજજા અને અમરનાં ધામધૂમથી લગ્ન થયાં.


Rate this content
Log in

Similar gujarati story from Action