kiranben sharma

Children Stories Inspirational Children

4.5  

kiranben sharma

Children Stories Inspirational Children

બાળપણમાં બાળમજૂરી

બાળપણમાં બાળમજૂરી

2 mins
368


"બા ! તમે કોઈ વાર્તા કે ઘટના અમને સંભળાવોને ! અમે ઘણું બધું જાણવા માંગીએ છીએ ! "

 બા ની આજુબાજુ બધા ફળિયાનાં છોકરા વીંટળાઈ વળ્યા, બા એ બધાને બેસવાનું કહ્યું અને પછી બાળપણમાં બાળમજૂરી વિશે સમજાવવાનું શરૂ કર્યું.

" બાળકો ! આપણા દેશમાં ઘણા બધા કારખાના છે. ઘણા બધા ધંધા રોજગાર છે. માનવીઓ આર્થિક એટલે કે પૈસે ટકે ગરીબ છે. મોંઘવારી વધુ છે. આથી માનવી એકલા હાથે પહોંચી વળે તેમ નથી, આથી બધા મા-બાપ પોતાના બાળકોને પણ કોઈને કોઈ કામે લગાડે છે, અથવા એના માલિક કામ કરાવે તો ના પણ પાડી શકતા નથી. ઘણી એવી કુદરતી ખાણ છે, જેમાંથી ઘણું અવનવું દ્રવ્ય નીકળે છે, તે કાઢવા માટે પણ નીચે ઊંડી જગ્યાએ જવાનું થાય, ત્યાં મોટા માણસો ન જઈ શકે તેવી જગ્યાએ નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવે. ૧૨મી જૂને બાળમજૂરી નિષેધ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બાળકોને મહેનત મજૂરી કરાવવામાં આવે તો કાયદાકીય પગલાં ભરવામાં આવે અને શિક્ષા પણ કરવામાં આવે. બાળકોના બાળપણના દિવસોને તેમની મસ્તીમાં જીવવા દેવાના હોય, બાળકોના બાળપણને છીનવીને બાળમજૂરી કરાવવાથી તેમનો આંતરિક બાહ્ય વિકાસ થતો નથી. સંકુચિત માનસનાં બની જવાય છે, પરંતુ આ ભૂંડી ભૂખ અને કાળી મોંઘવારી માનવીને લાચાર બનાવે છે અને બાળકોના બાળપણને છીનવીને તેમના સપના તોડીને તેમની પાસે મજૂરી કરાવવા માટે મજબૂર કરે છે."

 બધા બાળકો બાની વાતને સમજી રહ્યાં હતાં, વિચારી રહ્યા હતા કે વાત તો બાની સાચી છે. આપણી આજુબાજુ પણ ગરીબ લોકો જ મહેનત મજૂરી કરતા જણાઈ આવે છે. હવેથી જેટલી થાય તેટલી મદદ એમને કરીને એમની બાળમજૂરી બંધ કરાવીશું, અને ભણવામાં મદદ કરીશું.

 બાળકોએ જ્યારે બા ને આ વાત કરી ત્યારે બા ખૂબ ખુશ થયા.


Rate this content
Log in