STORYMIRROR

Varsha Joshi

Crime Others

3  

Varsha Joshi

Crime Others

ક્યાં છે ? કૃષ્ણ તું ?

ક્યાં છે ? કૃષ્ણ તું ?

2 mins
16.3K


"યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત, અભયૂત્થાન ધર્મસ્ય તાદાત્મ્યમ એ સૃજામયહમ...પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષકૃતા.ધર્મ સંસ્થાપનાઅરથાય સંભવામિ યુગે યુગે"

ભગવાન જો તે જ આ ગીતાજીમાં કહ્યું છે કે જ્યારે જ્યારે જગતમાં ધર્મનો નાશ થાય અને અધર્મ વધશે ત્યારે ત્યારે ધર્મની રક્ષા માટે અને અધર્મના નાશ માટે તું પ્રગટ થૈઇશ. તો હે પ્રભુ, હવે દુનિયામાં પાપ વધી ગયું છે. તુ ક્યાં છે ?

જગતમાં માત્ર જૂઠાંનો સ્વિકાર થાય છે અને સાચાંનો શિકાર થાય છે. ખાલી આવી વાતો હોય તો ચાલો માની લેવામાં આવે કે સત્ય ક્યારેક તો જીતશે. પણ ભગવાન, હવે તો માણસ માણસને નાની એવી બાબતમાં મારી નાખે છે ! શું તે હવે સંહાર કરવાનો હક્ક મનુષ્યને સોંપી દીધો છે ?

હે પ્રભુ, જે દ્રોપદીના ચિર તે પૂર્યા તો શું અત્યારે જ્યારે દુનિયાભરમાં દરેક ખૂણે રોજ એક સ્ત્રીની આબરૂ લૂંટાઈ રહી છે તો શું તું હજી નહીં આવે ? શું હજુ પણ તને લાગે છે કે પાપ નથી વધ્યું ?

અરે ! ઓ મારા વ્હાલા પ્રભુ, હવે માત્ર દ્રોપદી જ નહીં મારા નાથ પણ તારી રાધાનું બાળ સ્વરૂપ નાની નાની સૂકોમળ દિકરી ઓ કે જે હજુ દૂનિયાને ફૂલનો બગીચો સમજીને તેમાં પતંગિયાની જેમ ઉડી રહી છે તેને કોઈ નરાધમ પોતાના હવસ માટે પકડીને કચડી નાખે છે. ઓ મારા ભગવાન શું તારા માટે હજુ પણ પ્રગટ થવા નો સમય નથી આવ્યો ?

ઓ મારા શ્યામ મારા કૃષ્ણ ક્યાં છે તું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Crime