ક્ષિતિજ ~ જ્યાં સમય હારે છે.
ક્ષિતિજ ~ જ્યાં સમય હારે છે.
ક્ષિતિજ ~ જ્યાં સમય હારે છે.
સાંજનો આકાશ કેસરિયા રંગે રંગાઈ ગયો હતો. પતંગિયાં જેમ જીવનની પળો પણ શાંત પવનમાં ઘૂમી રહી હતી. તિથલ ના દરિયા કાંઠે સેતુ વૃદ્ધાશ્રમની બહાર એક ખખડધજ લોખંડના બાંકડા પર શાંતિપ્રકાશ બેઠા હતા. પુરુજીવન એક સંનિષ્ઠ શિક્ષક ના રૂપે અગણિત લોકોને આંગળી પકડાવી જીવન સંસારમાં તરતા શીખવ્યું હતું . આવા આભને ટેકો દઈ શકે તેવા વિરાટ વ્યક્તિત્વ ના સ્વામિ , સમયની રફતરે અત્યારે ,દેહે શિથિલ, દ્રષ્ટિમાં સતત કોઈ અંતરખોજ ની ખેવના , પણ આખા આયખાના અંતરમાં એક અજીબ શાશ્વત શાંતિનું તેજ જળકતું હતું .
તેઓ તેમના નામ ને જીવી ગયા , તેમનું સમગ્ર જીવન જ "શાંતિપ્રકાશ" હતું.
જ્યારે જ્યારે જીવનમા મુશ્કેલ પળ આવી ત્યારે , “This too will pass”, જીવન સૂત્ર બનાવી પોતાની સંવેદનાને કાબુમાં લઈ , તેઓએ ખભા મજબૂત રાખી પરિસ્થિતી વધાવી લીધી . સંસાર સાગરના કાબેલ નાખુદા બની સમયના તોફાની વાયરા સામે અડગ રહી જીવન નયા નું સુકાન સાચવ્યું .
પત્ની સુનંદાની ભર જુવાની માં અકાળ વિદાય, પછી પુત્રનો ઉછેર અને તે પછી પુત્રનું વિદેશગમન, દીવાલે સુખડના હારના પહેરાયેલ સુનંદાની તસવીરનો ભાર જીલતી દીવાલોના ખાલી-ખાલી ઘરમાં રહી તેઓનું અંતર મૂંગો વિસ્ફોટ કરી એકધારા પરેસાન કરતાં હતા. સમયને જીવતા શાંતિપ્રકાશે રડવાનું ટાળી નહતા શકતા , પણ એકલતા માં કોઈ હાર પણ નહતી માની .
પોતાના ઘરને શાળા બનાવવા ગામ ને ભેટ આપી, હવે તેઓ અત્યારે તિથલના દરિયા કાંઠે આવેલા વૃધ્ધશ્રમમાં, બીજા વૃધ્ધો ને રોજ નવી ઉત્સાહ જનક વાર્તા કહી શીખવતા કે, દુઃખ ટાળવાથી નહીં, જીવવાથી ઓગળી જાય છે.
આજે તેમની પત્ની સુનંદા બહેન નો નિર્વાણ દિવસ હતો .સાંજે દરિયા કિનારે બેસી સંધ્યા ઉપાસના કરી રહ્યા હતા ત્યારે ,પોતાનું આખું જીવન પોતાની જ આંખ સામે ચલ ચિત્ર ની માફક દોડતું લાગતું હતું.
અને ત્યાં, અચાનક, તેમના માનસ પટલ ઉપર એક , અક્કડ થયેલ ટ્રાન્સપેરન્ટ આકૃતિ , મશકરા લહેકા માં બોલ્યો,
હાય શાંતિ. સાંધા ઉપાસનામાં મ્ગન હોવા છતાં , વર્ષો પછી આવે પહેલી વાર સાંભળેલ પીતળ જેવો અવાજને શાંતિપ્રકાશ ઓળખી ગયા, અને તેને કોઈ ભાવ ના આપ્યો :
" અરે નારાજ છે , શાંતિપ્રકાશ ,હું સમય છું."
શાંતિપ્રકાશ હજુ પણ સ્થિર રહ્યા. વાઢાઈ થડિયું થઈ ગયેલા વૃક્ષ જેવો સંયમ.
સમય હવે કગરીને બોલ્યો:
" તને હરાવવા મે બધી કસરત કરી, પળે પળે તારી પાસે કંઈક છીનવવા આવી અને લઈ ગયો ગયો, પણ તું હરપળ મરીને જીવી ગયો."
તેમની આંખો બંધ હતી. તિથલના દરિયા કાંઠે , ઘૂઘવતાં મોજા જેવા અવાજમાં શાંતિપ્રકાશના હોઠોની દરારથી થોડાક શબ્દ નીકળ્યા :
"તું આવ્યો અને ગયો , પણ હું તો રહ્યો."
સમય શાંત. પહેલીવાર તેને ગળે ડૂમો ભરાયો અને વાણી વિહોણો બન્યો.
આદતના જોરે છેલ્લો પ્રહાર કરવા એણે એક અંતિમ પ્રયત્ન કર્યો, અને પૂરા જુસ્સા થી જુના અનેક પસ્તાવાની થપાટ મારી.
પણ ન તો શાંતિપ્રકાશના ચહેરા પર એક રેખ પણ બદલાઈ.ન તો મનમાં કોઈ અફસોસનું વાદળ ઉઠ્યું.
શાંતિપ્રકાશ જીવનને કેમ રીતે જીવવું તેનો આધારસ્તંભ બની સમાધિ લગાવી બાંકડે મૌન ધારણ કરી બેસી રહ્યા .
સમયે તે દિવસે, પહેલી વાર પોતાનું માથું ઝુકાવ્યું. હાર સ્વીકારી.
તિથલના દરિયાના મોજા પળ ભર રોકાઈ ગયા તો સમયનો સાથી બની અવિરત દોડી થાકી ગયેલા ઘડિયાળના કાંટા પણ થોભી ગયા.
આજની સંધ્યાએ શાંતિપ્રકાશ, ક્ષિતિજે આથમી રહેલ સૂર્ય સમાન ,પૂરા દિવસની પલ પલ જીવી સમયના શાશ્વત હોવાના દાવાને જ પડકારી ચૂક્યા હતા .
________________________________________
ચેતનાની પળ :
કોઈનો સમય લાંબો હોય છે, કોઈનો ટૂંકો .
સમય સામે નહિ, પરંતુ સમયની સાથે .
જે કોઈ શાંતિથી જીવ્યો, એ જ સાચો વિજેતા.
________________________________________
