કર્યા કરમ કદી ફોગટ જતા નથી
કર્યા કરમ કદી ફોગટ જતા નથી
આજ રોજ હું અને મારી પત્ની બંને ગાડીમાં સવાર હતા અને મારી પત્નીને ટાઈફોઈડ થયેલ હોઈ તે અશક્ત હતી. અને આરામ કરી રહી હતી. હું ગાડી ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક ફોનની રીંગ વાગતાં તે અચાનક જાગી ગઈ. અને ફોન પર વાત કરી રહી હતી ત્યારે મારી નજર રસ્તાની બાજુમાં મૂર્છિત પડેલા એક સાપ પર પડી.
અને મેં ગાડી ટર્ન કરી અને કોઈને નડતરરૂપ ના થાય તે રીતે ગાડી પાર્ક કરી. અને નીચે ઊતરી ગયો અને મારી પત્ની પણ નીચે ઉતરી ગઈ. હું ૩ બોટલ પાણી આ રીતે કોઈક ને કામ આવે તે માટે રાખતો જ હોઉં છું. અને મેં એક પાણીની બોટલ લઈને સાપ પાસે ગયો. અને તેના શરીર પર અને મોઢા પર રેડ્યું. પણ તે સાપ લેષ માત્ર પણ હલ્યો નહીં. એક તરફ સાપ મર્યા નું દુઃખ હતું, તો બીજી તરફ મારી પત્ની અશક્ત હોવા છતાં અને તેની મમ્મીનો ફોન પડતો મૂકીને મૂર્છિત જણાયેલા સાપ ને મદદરૂપ થવા તરતજ મારી સાથે બહાર નીકળી ગઈ. અને સાપની હાલત અંગે તપાસ કરવા લાગી. અને મને કહ્યું,"મેહુલ, બિચારો સાપ મરી ગયો છે કેવું ખરાબ કહેવાય ! "
ત્યારે સાંત્વના આપતા મેં જણાવ્યું કે આપણે આપણી ફરજ નિભાવી. કોઈએ કહ્યું છે ને કે,"કર્યા કરમ કદી ફોગટ જતા નથી..!"
