ગાડરિયો પ્રવાહ
ગાડરિયો પ્રવાહ
વાત કરું હું ભૂતકાળની,
કરું વાત મારા અનુભવની,
ઘેલી હતી પબ્લિક ગાડરિયા પ્રવાહની
કરી હતી વાત મેં ઇન્માદારીની,
જીત થઈ હતી પ્રમાણિકતાની
વાત કરું, સાથ આપેલ સત્યતાની,
ઉનાળાનો સમય હતો. ખૂબજ ગરમી પડી રહી હતી. ગરમીથી ત્રસ્ત એવો હું એક કોર્નર પર શેરડીનો રસ પી રહ્યો હતો. અને ત્યાં નજીક રોડ પર એક સુંદર અને મોંઘી કાર પાર્ક કરી હતી.અને થોડાક સમય પછી ત્યાંથી એક મોટી ટ્રક પસાર થઈ. આ ટ્રકનો ડ્રાઇવર મને ખૂબજ ઉંમર લાયક જણાયો. અને તેને જોતા મને તે મજબૂરી તેમજ ગરીબી ને માર્યો આ કામ કરતો હોય તેવું લાગતું હતું.
બનવા સંજોગ બન્યું એવું કે આ ડ્રાઇવર કાકા જ્યારે અહીંથી તેમની ગાડી લઈને વળાંકમાં ટર્ન મારી ને નીકળે છે ત્યારે આ મોટી ગાડીનો પાછળનો ભાગ રોડ પર પાર્ક કરેલી લગ્નની કાર સાથે અથડાય છે અને કાર ના આગળના ભાગે થોડુંક નુકસાન થાય છે. અને મોટી ટ્રક નો ડ્રાઇવર ગાડી ઊભી રાખીને નીચે ઉતરીને કારના માલિકને માફી માંગે છે. પણ કાર નો માલિક તેના પર આરોપ લગાવે છે અને તેના બદલામાં થયેલ નુકસાનનો ખર્ચ માગે છે. અને ત્યાં આસપાસ લોકોની ભીડ જામે છે અને તે પણ પેલા કાર ડ્રાઈવ ટ્રક ડ્રાઈવર માફી માંગતાં કહે છે કે, " મારો વાંક નથી, ભૂલથી ટ્રક અડી ગઈ છે અને હું ગરીબ છું મને માફ કરો." પણ કોઈ પણ વ્યક્તિ તે ભોળા વ્યક્તિને સમજવા તૈયાર જ હતું નહિ.
તે ગરીબ વ્યક્તિની આંખમાં મને આંસુ દેખાતા હતા. ત્યારે હું ત્યાં ગયો અને માત્ર એક જ વાક્ય કહ્યું,"વાંક આ ટ્રકના ડ્રાઇવર કાકાનો નથી, વાંક આ કારના માલિકનો છે, કારણકે તેણે તેની કાર રોડ પર પાર્ક કરેલી છે. અને તેથીજ આ ટ્રકનો પાછળનો ભાગ અડી ગયો."અને મારા માત્ર આટલા વાક્યથી જે ભીડમાં જમા થયેલા લોકો જે કાર ડ્રાઇવર ને સપોર્ટ કરી રહ્યા હતા તે બધાજ હવે મારી વાતમાં સહમત થઈ ને ટ્રક ડ્રાઇવરને સાથ આપવા લાગ્યા. અને ટ્રક ડ્રાઇવર કાકાને સન્માનભેર ત્યાંથી વિદાય કર્યા. જે બાબતે મને ખરેખર કોઈક ગરીબ અને પ્રમાણિક વ્યક્તિના આંસુ લૂછયાનો આનંદ થયો.
