પરોપકાર
પરોપકાર
આજરોજ હું અને મારી પત્ની બંને જણા ગાડી લઈને બહાર જવા નીકળેલા. જોકે અમે બંને જણા ખૂબ જ ઉતાવળમાં હતા અને અમારે બંને ને એવું કે રસ્તે આવતા જતા કોઈપણ પ્રકારના પ્રાણી કે પક્ષી ને કે કોઈ જનાવર ને કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલું કે કોઈ તકલીફ થયેલી જણાય તો તેના માટે થોડોક સમય અમે કાઢી લેતા. અને જરૂર જણાય તો તેના માટે યોગ્ય સારવારની વ્યવસ્થા ઊભી કરતા.
આમ નિત્યક્રમ પ્રમાણે અમે ગાડી લઈને બહાર જવા નીકળેલા. અને રસ્તા વચ્ચે એટલે કે રોડ પર ચાલુ ગાડીએ મને કાળા કપડાં જેવું ઊડતું હોય એવું જણાયું. જોકે શરૂઆતમાં તો હું ઉતાવળના કારણે તેને નજર અંદાજ કરી લીધું પણ, મને દર વખતની જેમ કંઈક હોવાનો ભાસ અનુભવાયો એટલે મેં મારી ગાડી ને સાઈડમાં કોઈને નડતરરૂપ ના થાય તે રીતે પાર્ક કરીને તે જગ્યાએ જોવા ગયો. નજીક જઈને જોયું તો તે બુલબુલનું બચ્ચું હતું. અને સામે રસ્તેથી એક રિક્ષા ઝડપથી આવતી મને જણાઈ. અમે એ રિક્ષા તે ત્વચા ઉપર થઈને પસાર થઈ જશે તેમ મને જણાઈ રહ્યું હતું. અને જાણે કે રિક્ષાનો ડ્રાઈવર બુલબુલના બચ્ચાથી અજાણ હોય તેવું લાગી રહ્યું હતું. અને હું તે બુલબુલના બચ્ચા પાસે પહોંચું તે પહેલા તે રિક્ષા પહોંચી જાય તેમ હતી. એટલે હું બુલબુલના બચ્ચાની સીધી લાઈનમાં ઊભો રહીને ઈશારો કર્યો કે રિક્ષા સાઈડમાં લઈ લેવી. એટલે તે રિક્ષા ચાલકે પોતાની રિક્ષા થોડીક સાઈડમાં લીધી. જો કે મારું અનુમાન સાચું હતું. કારણકે રિક્ષાચાલક બુલબુલ ના બચ્ચાથી અજાણ હતો. કારણ કે તેણે રિક્ષા તો સાઈડમાં લીધી પરંતુ રિક્ષાનું પાછળનું ટાયર બુલબુલના બચ્ચાના પીંછા ને અડકી ને નીકળી ગયું. અમે બુલબુલ નું બચ્ચું મરતા બચી ગયું. જેનો મને ખૂબજ આનંદ થયો.
અને પછી જ્યારે હું આ બચ્ચાની નજીક ગયો ત્યારે જાણે કે તેની મા તેને રોડ પરથી તેની નજીક આવવા જણાવતી હતી. અને મને જોઈને તે બચ્ચાની મા ખૂબ જ બૂમો પાડવા લાગેલી. અને મેં હળવેકથી તે બચ્ચાને પકડીને બાજુના સલામત રસ્તા પર તેને છોડી દીધું. આમ ઉતાવળ હોવા છતાં તો એક દ્રષ્ટિએ મને અને મારી પત્નીને એક બચ્ચાને બચાવવાનો આનંદ થયો.
