સુગરીની ચતુરાઈ
સુગરીની ચતુરાઈ
એક હતી સુગરી. અને તેને ત્રણ બચ્ચા હતાં.આ સુગરી અને તેના બચ્ચા કૂવાની બાજુમાં ઊભેલા એક બાવળની ડાળી પર માળો બાંધીને શાંતિથી રહેતા હતા. સુગરી બચ્ચાં માટે ખાવાનું લાવે અને બચ્ચાં તે ખાય. આ રીતે સુગરી ના દિવસો આનંદમાં પસાર થતા હતા.
એક દિવસની વાત છે. સુગરી દરરોજ ના નિયમ પ્રમાણે પોતાના બચ્ચાં માટે ખાવાનું લેવા ગઈ હોય છે. આ જ સમયે એવું બને છે કે એક મોટો અને ઝેરી સાપ ફરતો ફરતો આ ઝાડની નજીક આવે છે. અને આ સાપ ઝાડ પર ચડે છે. સુગરીના માળામાંથી બચ્ચાનો બોલવાનો અવાજ સંભળાય છે. પેલા સાપ ના મોંમાંથી પાણી આવી જાય છે. અને તેને સુગરી ના બચ્ચાં ને ખાવાની ઈચ્છા થાય છે. પેલો સાપ માળાની નજીક આવે છે. અને જેવો પેલો બચ્ચો બહાર નજર કરી છે કે તરત જ પેલો સાપ એક બચ્ચાને પકડી લે છે, અને પોતાના પેટમાં ઉતારી દે છે.
આ જ રીતે બીજા બચ્ચાને પણ કોળિયો કરી જાય છે. થોડાક સમય પછી આ સાપ ત્યાંથી ચાલ્યો જાય છે. સુગરી પોતાના ઘરે પાછી વળે છે. અને જુએ છે તો પોતાના માળામાં ત્રણ બચ્ચામાંથી માત્ર એક જ બચ્ચું બાકી રહે છે. પોતાના આ બચેલા બચ્ચાને રડતું જોઈને સુગરી તેને પૂછે છે," બેટા ! તું કેમ રડે છે અને તારા બીજા બે ભાઈ ક્યાં ગયા ?"ત્યારે બચ્ચું પોતાની તમામ વિતક કથા કહી સંભળાવે છે. ત્યાર પછી તરત જ પેલી સુગરી પોતાના બચ્ચાને લઇને બીજે રહેવા જતી રહે છે. પછી આ સુગરી પછી પોતાના પહેલાના માળા પાસે જાય છે. અને પેલા સાપની રાહ જુએ છે. સુગરી થોડીક વાર બેસી રહે છે. પછી તેની નજર પેલા સાપ પર પડે છે. આ સાપ ચાલાકીથી ત્યાંજ જ પેલા માળા નજીક આવે છે.. અને આ સુગરી પણ પોતાના વેરનો બદલો લેવા આવી હોય છે. અને ભવિષ્યમાં પણ આ સાપ અન્ય પક્ષીઓનો આ રીતે ભોગ ન લે તે માટે પાઠ ભણાવવા માંગતી હોય છે.
તેણે આ સાપને પાઠ ભણાવવા એક યુક્તિ વિચારી હોય છે. સાપ માળાની નજીક આવીને લપાઈને પડી રહ્યો હોય છે.
સુગરી આ જ ક્ષણે તેના માળામાં ગુસ્સે છે. અને તરત જ પેલો સાપ પણ સુગરીને ખાઈ જવાની લાલચને કારણે માળા પર તરાપ મારે છે.પણ બને છે એવું કે પેલી સુગરી માળાની એક જગ્યાએથી ઘૂસી જઇને થોડીક જ વારમાં બીજે દ્વારથી બહાર નીકળી જાય છે. સાપ લાલચ મને લાલચ હો પહેલા ખાલી માળાની સાથે જ નીચેના કૂવામાં પડી જાય છે. અને તે બહાર પણ નીકળી શકતો નથી. પછી તો સુગરી અને બાકી રહેલું બચ્ચું ભૂતકાળને ભૂલીને નિરાંતે રહે છે. અને પેલા સાપભાઈને તો લાલચનું ફળ ખૂબ જ અઘરું પડે છે. અને જીવનભર કૂવામાંજ રહેવું પડે છે.
