Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Others

4.0  

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Others

કોરાના વોરિયર્સ

કોરાના વોરિયર્સ

3 mins
200


“કેશવભાઈ, જસ્ટ શ્વાસ લેવાનો પ્રયત્ન કરો... હિંમત હારશો નહીં... નર્સ... તેમની પીઠ થપથપાવો... યસ... કેશવભાઈ યુ કેન ડુ ઈટ... યસ...” ડોક્ટર ગુપ્તા ચિંતિત સ્વરે કેશવભાઈને પ્રોત્સાહિત કરી રહ્યાં હતા.

આખરે કેશવભાઈનો શ્વાસ નોર્મલ થયો.

દિવસો પસાર થતા ગયા તેમતેમ કેશવભાઈની તબિયતમાં સુધારો થયો અને તેમને રજા આપવામાં આવી. રજા આપતી વેળાએ ડોક્ટર ગુપ્તાએ સૂચના આપતા કહ્યું, “કેશવભાઈ, આ પાંચ દિવસની દવાઓ લખી આપી છે. હવે તમે ૧૪ દિવસ ઘરે જ કોરનટાઈન રહી આરામ કરો.”

કેશવભાઈની આંખો ભીની થઈ ગઈ. તેઓ ડોકટરનો આભાર માની ઘરે આવ્યા. પરિવારજનોએ તેમનો પુષ્પગુચ્છથી સ્વાગત કર્યો. કેશવભાઈની પત્ની વિભાવરીબેન રડમસ સ્વરે બોલ્યા, “ભલું થાઓ એ દેવદૂત સમાન ડોક્ટરનું કે જેઓને કારણે તમે સહીસલામત ઘરે પાછા ફર્યા... બાકી...” આગળનું વાક્ય વિભાવરીબેન પૂરું કરી શક્યા નહીં.

કેશવભાઈ પલંગ પર બેસતા બોલ્યા, “વિભાવરી, ડોક્ટર તો ઈશ્વરનું રૂપ છે જ... પરંતુ તેની સાથે આપણે હોસ્પિટલમાં સેવા આપી રહેલા નર્સ અને ત્યાંના શેફને પણ ભૂલવું ન જોઈએ. કોરોનાના દર્દી પાસે આજે કોઈ જવા પણ તૈયાર નથી એવા સમયે તેઓ ખડેપગે એ દર્દીઓની સેવા કરી રહ્યાં છે. તે બધા પણ દેવદૂતથી ઓછા નથી. જો તેઓએ મારી સેવા ચાકરી કરી ન હોત, પોષ્ટિક ભોજન સમયસર આપ્યું ન હોત તો આજે પરિસ્થિતિ કોઈક જુદી જ હોત. વળી કોરાના વાયરસની સંખ્યા મારા શરીરમાં ઓછી હતી અને તેને કારણે મારો જીવ બચ્યો. આ પાછળનું કારણ તું જાણે છે ?”

“શું ?”

“સાંભળ, આ મહામારીને ફેલાવતા રોકવા સહુથી જરૂરી સ્વચ્છતા છે. આજે દરેક જગ્યાને સ્વચ્છ રાખી આપણી સ્વાસ્થ્યની કાળજી લેતા એ સફાઈ કર્મચારીઓ પણ દેવદૂત સમાન જ છે. તેઓએ આપણી આસપાસનો પરિસર સ્વચ્છ રાખ્યો એટલે જ કોરાના વાયરસની સંખ્યા મારા શરીરમાં ઓછી હતી. આજ પછી આપણે પણ કચરાનો યોગ્ય નિકાલ કરી સફાઈકર્મીઓના કામમાં મદદરૂપ થઈશું. ઓછામાં ઓછું આપણા ઘરના કચરાનું ભારણ તો તેમના પર નહીં જ નાંખીએ.”

“સાચી વાત છે.”

એટલામાં પડોશી ગીરધર હાંફળો ફાંફળો દોડતો આવ્યો. “કેશવભાઈ, આ પોલીસવાળાઓએ તો ત્રાહિમમામ પોકાર્યો છે. ઘરમાંથી બહાર પણ નીકળવા દેતા નથી !”

કેશવભાઈ હસીને બોલ્યા, “ગીરધર, તારે ઘરમાંથી બહાર નીકળીને કરવાનું શું છે ? લટાર જ મારવાની છે ને ? શું તારે બહારથી ચેપ લાવી ઘરવાળાઓને બિમાર પડવાના છે ? યાદ રાખ પોલીસવાળા બહાર અમસ્તી લટાર નથી મારી રહ્યાં. પરંતુ આપણે સુરક્ષિત ઘરમાં રહીએ તેની તેઓ કાળજી લઈ રહ્યાં છે. તમને ઘરમાં બેસાડી રાખવાનો પોલીસવાળાઓને કોઈ શોખ નથી. પરંતુ આ વૈશ્વિક મહામારીમાં ઘરમાં બેસી રહેવું એ જ ઊપાય છે. તો તેમાં એ બિચારા પણ શું કરે ? વગર કારણે ગાળો બોલો છો. થોડી પરિસ્થિતિને તો સમજો.”

ગીરધરભાઈ નીચું જોઈ ગયા.

કેશવભાઈ આગળ બોલ્યા, “વિભાવરી, તને યાદ છે એ સવારે હું જોગીંગ કરવા ગયો હતો ત્યારે શું થયું હતું ?”

“હા, પોલીસવાળાઓએ તમને પકડ્યા હતા અને કર્ફ્યુંના સમયમાં કામ વગર બહાર નીકળશો તો જેલ ભેગા કરીશું એમ ધમકી આપી હતી.”

“હા, જો એ ઘડીએ જ મેં તેમની વાત માની, ઘરમાં બેઠો હોત તો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો જ આવ્યો ન હોત ! જરાક તો વિચારો શું આ કોરાના વોરિયર્સના ઘરબાર નથી ? શું તેમનો પરિવાર નથી? શું તેઓને કોરાના વાયરસનો જોખમ નથી ? છે. એકસોને એક ટકા છે પરંતુ તેઓ આપણા માટે પોતાના જાનના જોખમે ઘરની બહાર નીકળી સેવા આપી રહ્યાં છે. ખરેખર આ બધા કોરાના વોરિયર્સને વંદન... અભિનંદન.”

વિભાવરીબેન બોલ્યા, “અનુભવે તમે ખૂબ સાચી વાત કહી, ખરેખર સલામ છે આ કોરાના વોરિયર્સને..”


Rate this content
Log in

Similar gujarati story from Abstract