Khushbu Shah

Crime Action

3  

Khushbu Shah

Crime Action

કોણ છે એ - ભાગ-૮

કોણ છે એ - ભાગ-૮

2 mins
460


અંધારિયા કેસમાં પ્રકાશનું એક કિરણ મળતા ઇન્સ્પેક્ટર ઘોડબોલેનો ઉત્સાહ ખુબ જ વધી ગયો, એક બાળકની હત્યાથી શરુ થયેલા કેસના તાર હવે કોંગોના જંગલો સાથે જોડાઈ રહ્યા હતા.


"પાટીલ અને જ્હોન હવે આપણી પાસે બે પ્લાન છે. કે એમ કહો કે બે કાર્યો છે. એક તો આપણે આફ્રિકા અને ઇન્ડિયા વચ્ચે ઈમ્પોર્ટ - એક્સપોર્ટનો ધંધો કરતા વેપારીઓની પૂછતાછ કરવાની છે. બીજું પેહલા બાળકના ઘરથી લઈને એઝેડ કંપની સુધી આ હત્યાઓની ઘટના થઇ તે પેહલા આસપાસ શું કોઈએ કોઈ આફ્રિકી મૂળના વ્યક્તિને થાય ફરતા જોયો હતો તે પૂછવાનું છે ? પાટીલ અને જ્હોન તમે લોકો એ વેપારીઓની પૂછતાછ કરો હું બાકીના કોન્સ્ટેબલ સાથે બીજું કામ કરીશ."


 ત્યારબાદ પાટીલ અને જોહનને તેઓનું કાર્ય સમજાવી, ઘોડબોલે મરનાર પહેલા બાળક એટલે કે રોહનના ઘરે પહોંચ્યા. ત્યાં જઈ તેમને રોહનની પેન્સિલો માંગી જ એ વપરાતો હતો. અને એમનો શક સાચો જ હતો. રોહનની પેન્સિલો એઝેડ કંપનીની જ હતી.

"શું તમે કોઈ આફ્રિકન મૂળની વ્યક્તિને તમારા ઘર આસપાસ ફરતા જોઈ હતી ?" ઘોડબોલેને રોહનની મમ્મીને સવાલ કર્યો.

"હા એટલે તે જ દિવસે સવારે એક હબસી માણસ અમારા ઘરે આવ્યો હતો. આ જ છોકરાઓની સ્ટેશનરી પ્રોડક્ટ લઇને."

"કઈ કંપનીની હતી એ ?"

"સર, એ તો યાદ નથી."

"ઓ.કે. , બીજું કઈ ?"

"હા તેને બસ પાણી માગ્યું હતું અને તે દરમ્યાન રોહન સાથે વાત કરતો હતો. તમને તો ખ્યાલ હશે જ સર કે આપણા શહેરની નજીક જ સિદ્દીઓની વસ્તી છે તો મને એમ કે એ કોઈ હશે. "

"ઓ.કે."


ઘોડબોલેને હવે ગુનેગાર કોણ છે એ તો ખબર પડી ગઈ બસ હવે તેને પકડવાનો હતો અને આ હત્યાઓ પાછળનું કારણ પુછી સજા અપાવવાની હતી. શું ઘોડબોલે અને તેની ટિમ એ ગુનેગારને સજા અપાવી શકશે ? કે પછી કોઈ સ્મગલરનો હાથ હશે આ હત્યાઓ પાછળ ? શું હાથ લાગ્યું હશે આખરે પાટીલ અને જોહનને તેમની તપાસમાં ?

(ક્રમશ :)


Rate this content
Log in

Similar gujarati story from Crime