Khushbu Shah

Crime Action

3  

Khushbu Shah

Crime Action

કોણ છે એ ભાગ - ૮

કોણ છે એ ભાગ - ૮

2 mins
580


"સર , એમ તો અમે બધા સ્મગલરની પૂછતાછ કરી. એ લોકોનો ખાસ કઈ હાથ હોય એવું લાગ્યું નહીં. હા એક સ્મગલર મિ. રેહાને એઝેડ કંપની સાથે સાઠગાંઠ હોવાનું સ્વીકાર્યું છે, પણ એ તો છેલ્લા બે મહિનાથી ચીનમાં છે. એટલે એનો સપષ્ટપણે તો આ વરદાતોમાં કોઈ હાથ લાગતો નથી." પાટીલે ઘોડબોલેના ખુરશી પર ગોઠવાયા બાદ વાત શરુ કરી.


"પણ પાટીલ એ તો કહે." જ્હોન પાટીલને જાણે કોઈ વાત યાદ અપાવી રહ્યું હતો.

"શું જ્હોન તું જ કહે." ઘોડબોલેને જોહનને સવાલ કર્યો. 

"સર, એક સ્મગલરે થોડા સમય પહેલા એક આફ્રિકન માણસને અહીં આવવું હતું તો ભારે રકમ લઇ તેની અહીં આવવાની વ્યવસ્થા કરી હતી, પણ એ સ્મગલર હાલમાં હયાત નથી. એની પણ હત્યા થઇ ગઈ છે ."

"ઓહ, સરસ જ્હોન તે એકદમ મુદ્દાની વાત કહી. તો આ જ આપનો ગુનેગાર હશે. પોતાની પાછળ કોઈ સબૂત ન રહે એટલે એને એ સ્નીમગલર પણ હત્યા કરી હશે. તને આ માહિતી કોણે આપી ?"

" સર, એ સ્નામગલર હાથ નીચે કામ કરતા એક માણસે."

"હમમ... ચાલો તો એને બોલાવી એની પાસે સ્કેચ બનાવડાવો એ આફ્રિકી માણસનો. મારી પાસે પણ હત્યાઓના ઘટના સ્થળે નજરમાં આવેલ એક આફ્રિકી માણસનો સ્કેચ છે. જો બન્ને સ્કેચ મળી જાય તો મતલબ એ જ આપણો અપરાધી છે."


આમ આખરે ઘોડબોલેની મેહનત રંગ તો લાવી હતી, સ્કેચ તો મળી ગયા પણ હવે એ માણસને શોધવાનો હતો. ઘોડબોલે અને તેની ટીમ નજીકના ગામમાં આવેલી સિદ્દીઓની વસ્તીમાં એ માણસને શોધવા ગયા. પણ એ માણસને તો ત્યાં કોઈએ જોયો જ ન હતો. દરેક ટોલનાકા અને રાજ્યોની બોર્ડર પણ ચકાસવામાં આવી પણ એ વ્યક્તિના કોઈ સગડ મળતા ન હતા. 

( ક્રમશ : ) 


Rate this content
Log in

Similar gujarati story from Crime