Khushbu Shah

Crime Action

3  

Khushbu Shah

Crime Action

કોણ છે એ ભાગ - ૫

કોણ છે એ ભાગ - ૫

2 mins
660


"સર, આ નિશાન... નિશાન કઈ ઘસડાયું હોય તેના છે."

"હા જ્હોન, પણ શું, કોઈ માણસ ? જો એવું હોય તો એ માણસને આપણે શોધવો પડશે. મિસિંગ પર્સન રિપોર્ટ જો." ઇન્સ્પેક્ટર ઘોડબોલે હજી પણ ફોટોનું વિષ્લેષણ જ કરી રહ્યા હતા.


"પાટીલ તું એઝેડ કંપની ક્યાંથી માલ ખરીદતી હતી, ક્યાં વેચતી હતી, મારી ગયા તે લોકો કોણ હતા ? આ બધી વિગતો મેળવ." એટલું કહી ઘોડબોલે સંભવિત હથિયાર "ફૂંકણી " વિશે વિગતો મેળવવા લાગ્યા. થોડી વારે જ્હોન આવ્યો, જેની માહિતી મુજબ અત્યારે તો કોઈ ગાયબ ન હતું.


"મતલબ કે ત્યાંથી કોઈ વસ્તુ જ ઘસડીને લઇ જવાઈ હતી, શું હોઈ શકે એ." ઘોડબોલે એ જ વિચાર કરી રહ્યા હતા ત્યાં પાટીલે બીજા સમાચાર આપ્યા.

"સર, મરનાર માણસમાં ૨-૩ તો મજુર જ હતા અને એક એઝેડ કંપનીનો સુપરવાઈઝર હતો. બીજી રસપ્રદ વાત એ છે કે એ સુપરવાઈઝરે બધી વિગતો બરાબર નોંધી છે માત્ર એક જ વિગત નથી કે પન્સિલ માટે લાકડા ક્યાંથી લવાતા ?"


"વિચિત્ર વાત છે પાટીલ એ તો અને એનાથી પણ વિચિત્ર સંભવિત હથિયાર છે હત્યા માટેનું."ફૂંકણી " દેસાઈના કહેવા પ્રમાણે."

"સર, આદિવાસીઓ ફૂંકણીનો ઉપયોગ કરતા હતા, મારા ગામ પાસે આદિવાસીઓની વસ્તી હતી તેથી મને આ વાત ખબર છે. અમે તો એનો ઉપયોગ નાનપણમાં રમત માટે કરતા." 


"હમમમ. સરસ જ્હોન. તો એ પ્રમાણે જો વિચારીયે તો શું કોઈ આદિવાસી હત્યારો છે ? કે કોઈ માત્ર આદિવાસીઓના આ હથિયારનો ઉપયોગ કરે છે ? બે સવાલ છે. પાટીલ શું એઝેડ કંપનીની કોઈ હરીફ કંપની છે ? અને પેલા બે બાળકોની કઈ કંપનીની પેન્સિલનો ઉપયોગ કરતા હતા. મને લાગે છે આ બધી હત્યાઓના તાણાવાણા આ એઝેડ કંપની સાથે જ જોડાયેલા છે. અને પેન્સિલ માટેનું લાકડું અહીં જ કઈ ગૂંચવણ છે. ચાલો પાંચ એઝેડ કંપનીના માલિકની જ પૂછપરછ કરીએ."


અને વળી પછી ઘોડબોલેની ગાડી એક નવા સવાલ સાથે નીકળી પડી. શું એઝેડ કંપનીમાંથી જ તેમને આ સમસ્યાનો ઉકેલ મળશે ?

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Crime