કોણ છે એ - ભાગ 4
કોણ છે એ - ભાગ 4


"ચર ... ચર ...ચર ..." ઇન્સ્પેક્ટર ઘોડબોલેની ગાડી એઝેડ કંપનીના પાર્કિંગમાં ઉતરી પણ ત્યાં તો પહેલેથી જ ધાંધલ-ધમાલ ચાલી રહી હતી, ફેક્ટરીમાં કામ કરતા ત્રણ-ચાર મજૂરોની લાશ લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવી રહી હતી અને અંદરનો મંઝર તો ખુબ જ ભયાનક હતો, ફેક્ટરીમાં લાકડા વહેરવાનું મશીન તૂટેલી હાલતમાં પડયું હતું લોહીના નાના ખાબોચિયામાં. અહીં પણ ખુબ જ ખરાબ હાલતમાં મજૂરોની મૃત્યુ થઇ હતી.
પણ અહીં પણ સબુતોનું કોઈ નામોનિશાન ન હતું. ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિ પાસે તેનો કોઈ જવાબ ન હતો. ત્યાં જ પાટીલની નજર થોડે દૂર ફર્શ પર ફેલાયેલા લોહી પર પડી એમાં કોઈ ભારે વસ્તુ ખેંચાઈ હોય એવા ઘસરકા હતા, એ નિશાન ફેક્ટરીના ગેટથી વિપરીત દિશામાં જઈ રહ્યા હતા. થોડે દૂર એ નિશાન ગાયબ થઇ જતા હતા, કઈક તો એવું હતું જેને અહીંથી ઘસડીને લઇ જવામાં આવ્યું હતું પણ શું એ જ સવાલ હતો.
તપાસ જાણે એક અંધારા ખૂણામાં અટવાઈ ગઈ હતી.
"ઘોડબોલે." ડૉ. દેસાઈએ પેન્સિલ ફેરવતા-ફેરવતા ગાઢ વિચારમાં ડૂબેલા ઇન્સ્પેક્ટર ઘોડબોલેને ઉઠાડયા.
"હા બોલ દેસાઈ. કઈ સબૂત મળ્યો ?"
"હા"
"શું ? જલ્દી બોલ."
"એક પ્રાચીન હથિયાર છે જે પેન્સિલની અણી જેવી વસ્તુને પણ એટલા વેગથી ફેંકી શકે છે કે તે ઘાતક બની જાય."
"કયું ?"
"ફૂંકણી."
"તો શું ફૂંકણી વડે? પણ તો પછી ફેક્ટરીની હત્યાઓ ?"
"બસ. હવે એ જ આપણે શોધવાનું છે." ફરી ડૉ. દેસાઈ અને ઘોડબોલે હત્યાના ફોટો અને બીજા સબૂતો ખંગાળવા લાગી ગયા.