STORYMIRROR

Khushbu Shah

Thriller Drama Crime

3  

Khushbu Shah

Thriller Drama Crime

કોણ છે એ - ભાગ 3

કોણ છે એ - ભાગ 3

2 mins
604


    શહેરમાં મૃત્યુના વધી રહેલા બનાવે ઇન્સ્પેક્ટર ઘોડબોલે અને તેમની ટીમને સજાગ રહેવા મજબૂર કર્યા હતા. પણ કારણ શું હતું તે હજી અજ્ઞાત જ હતું.

"પાટીલ, કોઈ નવો સબૂત કે કઈ પણ હાથ લાગ્યું ?"

"ના સર." પાટીલે વીલા મોઢે ઇન્સ્પેક્ટરને જવાબ આપ્યો.

"તો હવે એક જ રસ્તો છે. એઝેડ કંપનીના માલિકની વિગત કાઢ. આપણે તેને જ મળીયે. ત્યાં સુધી હું ફોરેન્સિકમાં દેસાઈને ફોન કરી પૂછું." ઇન્સ્પેક્ટર ઘોડબોલે એટલું કહી ડૉ. દેસાઈનો નંબર મેળવવા લાગ્યા અને પાટીલ એઝેડ કંપનીની વિગત મેળવવાના કામે લાગ્યો, ત્યાં જ જ્હોન ડરતો-ડરતો આવ્યો.


"સર... સર આપણા શહેરમાં મિસ. ત્રિશાલા રહે છે, બહુ મોટા કર્મકાંડી છે. તે ટીવી પર ખુબ જ ભયાનક વાત કહી રહ્યા છે આ કેસ વિશે ."

"શું? શું બોલે છે જ્હોન ? શું કહી રહ્યા છે એ ?"

"સર... આ ... આ ... સર તમે જ જોઈ લો ટીવી પર.આપણે આ કેસ બંધ કરી દેવો જોઈએ." જ્હોનની હાલત ખુબ જ ખરાબ હતી તેના પગ ધ્રુજી રહ્યા હતા.

ઘોડબોલેએ ટીવી ચાલુ કર્યું.

p>


"બ્રેકીંગ ન્યૂઝ... જી હા અમારી સાથે સ્ટુડિયોમાં લાઈવ છે ત્રિશાલાજી, જેમનું કહેવું છે કે શહેરભરમાં થઇ રહેલા આ મોતના તાંડવ માટે એક આત્મા જવાબદાર છે જે પોતાનો બદલો પૂરો કરવા આવું કરી રહી છે અને આપણે તેના માર્ગમાં ન આવવું જોઈએ. આ કેસ હવે અહીં જ બંધ થવો જોઈએ."

"સર , આ મીડિયાવાળને તો કઈ પણ ન્યૂઝ બનાવીને આપવા છે. જે નાના બાળકો મર્યા છે તેમને તો ન્યાય જ નહિ મળે જો કેસ બંધ થાય તો." પાટીલ ખુબ જ ભડક્યો.

"હા પાટીલ, એ લોકો એ લોકોનું કામ કરે છે, આપણે આપણું કરીએ."

"હા સર, શહેરથી માત્ર 10 મિનિટના રસ્તા બાદ હાઇવે પર જ આ કંપની આવી છે." પાટીલે કંપની વિશે પુરી વિગત મેળવી લીધી હતી.

     ઇન્સ્પેક્ટર ઘોડબોલેએ પાટીલ અને જોહનને સાથે લઇ પુરપાટ ઝડપે કંપની તરફ ગાડી દોડાવી, એ વાતથી અજ્ઞાત કે આગળ શું થવાનું હતું. શું સાચે કોઈ આત્મા હતી એ માટે જવાબદાર કે કોઈ ચાલાક ગૂનેગાર ? આખરે કોની સાથે થશે સામનો ઇન્સ્પેક્ટર ઘોડબોલે અને તેમની ટીમનો ?


(ક્રમશઃ )


Rate this content
Log in

Similar gujarati story from Thriller