કલ આજ ઔર કલ
કલ આજ ઔર કલ
કાપડું પહેરેલ રબારણ તેની ગોમતીને પંપાળી વાછરડાને તેની સામે મૂકી બોલી : “ જા ધાવી લે “ જમના આંગણે ઊભી બોલી: “છાશ લેવા આવી છું”
“હા, લઈ જા ને દીકરી !”
તે જ રબારણ આજે વર્તમાનમાં કહેતી હતી ગજબ જમાનો આવી ગયો છે ખેતર વેચી ગાય વેચી પરગામ ભીમાને કેમ મોકલ્યો ? પોતાના નામે ખોરડું રાખ્યું છે તો માથે છત છે.
ઘર વેચવા ભીમાએ મા ને મળવાનું ખોટું બહાનું કાઢી પટાવી લીધા. ઝામર પર આંસુ આવ્યા તો નજર વાળી બીજી બાજુ જોતાં રબારણ રડમસ ચહેરે આકાશ સામે તાકી રહી. જીવનની સાંજે અંધારિયું આકાશ ને ભેંકાર રડમલ રસ્તો ! ભાવિની જવાબદાર શું પોતે ?
જમાના સાથે કદમ મિલાવો તો પણ લોકો પાછળ રહી જ જાય છે ને છેવટે કંઇક ને કંઇક છૂટી જ જાય છે. સારા સ્વભાવ નો બધા લાભ ઉઠાવે છે તેથી ભાવિનો વિચાર જરૂર કરો ભૂતકાળને વાગોળ્યા વગર વર્તમાનમાં જીવીને.
