Kalpesh Patel

Action Thriller

4.9  

Kalpesh Patel

Action Thriller

કિસ્સો 'હિંદે નૂર'નો

કિસ્સો 'હિંદે નૂર'નો

31 mins
2.1K


"એલેક્સ ઈવેન્ટ કોર્પોરેશન” મંડપ ડેકોરેશન અને પ્રસંગ આયોજન અંગેની સેવા પૂરી પાડતી કંપની છે. સુચારૂ સેવા આગવા આકર્ષક આયોજનથી તે દેશની મોટાગજાની આંતર રાજ્ય કંપની એકચક્રી શાસન જમાવીચુકી હતી.પણ છેલ્લા કેટલા સમયથી આ કંપની પરોક્ષ રીતે એક ચોરી કરતી ટોળકીના સિકંજામાં આવી હતી.કંપનીના ઓપરેશનલ મેનેજર યાશીન કુરેશી અને શબ્બીર તથા રૂખસાના ચોરી કરનાર ટોળીના ચાલાક સૂત્રધાર છે. પ્રસ્તાવિક જગજીવનદાસ એન્ડ કંપનીના હીરાના પ્રદર્શનના આયોજન દરમ્યાન આ રીઢા ચોરોની ટોળકી સ્ક્રીય બની હતી.

યસીન કુરેશીએ કંપનીના ખૂબસૂરત “પી આર ઑ” રૂખસાનાને ટ્રેડ સેંટરના યોજાવનાર પ્રદર્શનમાંથી "હિંદે-નૂર" હીરો ચોરી કરવાનું કહે છે, ત્યારે રૂખસાનાને તેની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી આવતો. પણ યાસીનના ફૂલ પ્રૂફ પ્લાનને જોતાં, તે કામને અંજામ આપવા માટે સંમત થાય છે, બેજોડ અને કીમતી હીરો"હિંદે-નૂર"ની ચોરીની અજીબ સફર માટે રુખસાના તૈયાર થાય છે અને આખરે "હિંદે-નૂર" ચોરીની સોપારીને અંજામ આપી રૂખસાના કામયાબ થઈ અને તે, હીરાને સિફતથી સરકાવી જાય છે. વીતી સાંજની આ બીના પછી રૂખસાના એક બારમાં રિલેક્સ થવા પહોચે છે ત્યારે તેને, સમાચાર મળેલ કે તેણે જે હીરો ચોરી કર્યો છે તે બનાવટી છે. તો વાસ્તવિક હિંદે-નૂર હીરો ગયો ક્યાં ?, જેણે તેની હીરા પારખું નજરે ટ્રેડ સેંટરના હોલમાં ગ્લાસ ફ્રેમના હેઠળ જોઈને તફડાવ્યો હતો ? યસીનના ગુસ્સાને ખાળવા અને પોતાના અહમને સંતોષવામાટે માટે રૂખસાના અસલી હીરાની શોધ આદરે છે.

જોગલેકર એક પોલીસ ઓફિસર જે ખાસ કરીને જગજીવન શેઠના અસલમાં પર્શિયન કિંમતી હીરો જે હવે, " હિંદે-નૂર"ના નામથી જાણીતો છે તેની રક્ષા કરવા માટે નિમાયેલ હતો. તે"હિંદે-નૂર" હીરાની ચોરીથી વ્યાકૂળ હતો, અને તેને શંકાસ્પદ લોકોની યાદીબનાવી હતી.

યાસીન કુરેશી મુશ્કેલીમાં છે." હિંદે-નૂર"ની ચોરીમાં જોગલેકરની નઝરમાં, તે પ્રથમ નંબરના શંકાસ્પદ તરીકે અંકાઈ ચૂક્યો છે, પણજોગલેકર બિલકુલ અજાણ છે કે તેણે જે વ્યક્તિને ટ્રેડ સેન્ટરના સેંટ્રલ હોલમાં જોઈ હતી, તે વાસ્તવમાં એક મહિલા છે.પ્રારંભિક તપાસ દરમ્યાન યાસીનનો મિત્ર જે કપિલ વકીલ છે તે બચાવ માટે આવતા, યશીન કુરેશી કાયદાના હાથમાથી પુરાવાના અભાવે બા-અદબ છટકી ગયો છે.

તીવ્ર બુદ્ધિ ધરાવતી રૂખસાના અને બુદ્ધિશાળી,શબ્બીર વચ્ચે ધીમે ગતિએ ખીલી રહેલા રોમાન્સ વચ્ચે અસલી "હિંદે-નૂર" હીરાની સરકાર તરફથી પોલીસ ડિપાર્ટમેંટ દ્વ્રારા તેમજ આ અઠંગ ગઠિયા ત્રિપુટીની પણ સમાંતર શોધ યાત્રા દરમ્યાનની છૂપાયેલ નેટવર્ક અને જેમ જેમ રહસ્યો પ્રગટ થતા જાય છે, તેમ તેમ આખરે તેઓ પોતાની રચેલી માયામાં ગૂંચવાઈ, રહસ્યમય રીતે ચોરી થયેલ "હિંદે-નૂર" ના ઉકેલ માટેની મૂખ્ય ચાવી બને છે ત્યારે....!.

દ્રશ્ય :-૧ - " તેનસન નહિ લેવાનું, ડીકરા,

રાત્રીના એકાદ વાગ્યા હશે, હજુ શ્રીમાન રોમી સાકરવાળા તેઓના સ્ટડી રૂમમાં બેસીને, ઈન્સુરન્સ કંપનીએ મોકલેલ ક્લેઈમના પેપર ચકાસી રહ્યા હતા, સોરાબજી સાકરવાળા એન્ડ એસોસિએટ, શ્રીમાન સોરાબજી પેલુંજી સાકરવાળા દ્વારા સીતેર વર્ષ પહેલા સ્થાપેલી મુંબઈ શહેરની પ્રતિષ્ઠિત લીગલ ફર્મ, અને જે હાલમાં તેમનો દીકરો રોમી સાકરવાળા ખુબજ ચીવટથી ફર્મની શાખ જાળવતો હતો અને તેથી સમાજના ઘણા મોટા માથા તેઓના અસીલ યાદીમાં હતા.

કોઈ અગમ્ય કારણે, આજે રોમીનું મન લીગલ કનકરન્સ  રિલીઝ કરવા માનતું નહતું, આજના કેસમાં એક બાજુ ક્લેઈમની માતબર રકમ અને બીજી બાજુ અસીમ કે, જે ભારતની અગ્રીમ ગેલેક્સી વીમા કંપની હોઈ તથા ત્રીજી બાજુ જગ્ગુ ચાચા અર્થાત જગજીવન દાસ એન્ડ કુમ્પનીના મલિક જે તેઓના પિતાના મિત્ર...., તેથી નિર્ણય લેતા અચકાતો હતો. તેવામાં રોમીને તેના પિતાનું કથન યાદ આવ્યું " તેનસન નહિ લેવાનું, ડીકરા, મુસીબતમાં માલિકને પ્રાર્થના કરવાથી, માલીક જ રસ્ટો બટાવશે " વારે વારે પોતાના પિતાની છબી સામે જોતા, તેઓની પત્નીને બૂમ પાડી અરે ઓ “બેહરામ” ક્યાં સાંભરેછે?, “ટુ મને એક કીટલી બ્લેક કોફી મોકલની”, અને તે પછી મધરાતે કડક કોફીની ચુસ્કી લેતા રોમી વિચારે ચડ્યો....

તરત ફાઈલ કોમ્પક્ટરમાં ગયો, અને છેલ્લા વર્ષની માલની ચોરીની સામે વીમાની ચુકવણીની ફાઈલસ કાઢી અને સ્ટડી કરતા મુંજાઈ ગયો. આ બધામાં, બે કેસ એવા હતા કે જેમાં વીમા કંપની તેમજ તેના ક્લાયન્ટ અલગ અલગ અને જુદા શહેરના હતા પણ ત્રણ વસ્તુ કોમન હતી તે એ કે, આ બઘી ચોરી પ્રદર્શન દરમ્યાન જ થઈ હતી, અને વધુમાં પ્રદર્શનના આયોજન માટેની ઈવેન્ટ કમ્પની એકજ હતી, આ પ્રદર્શનો "એલેક્સ ઈવેન્ટ કોર્પોરેશન"ની સજાવટ દ્વારા યોજાયેલ અને તે દરમ્યાન ચોરી થઈ હતી થયેલી. અને તે “જેમ- સ્ટોન”ની ચોરીના કેસ હતાં.આમ આ ત્રીજી ઘટના ઘટી હતી જેમા પણ ઈવેન્ટ મેનેજમેન્ટ.એલેક્સ ઈવેન્ટ કોર્પોરેશને કરેલું હતું. ચોરી પણજેમ- સ્ટોનની થઈ હતી. રોમીને આ વાત ખટકી. અને સવારે વધુ વિચારીશ એમ વિચારી સ્ટડી રૂમની લાઈટ બુઝાવી સુવાના રૂમ તરફ ગયો.

સવારે ઉઠતાજ રોમી નું મન પાકું થયેલું લાગ્યું કે, ના, ફાઈલ પૂરતા ઈન્ટ્રોગ્રેસન વગર રિલીઝ ન કરાય, નીત્ય ક્રમ પતાવીને ગેલેક્સી વીમા કંપનીના" સી ઈ ઓ "પોદરજીને ફોન લગાવ્યો અને મળવા આવવા કહ્યું, પોદરજીએ વિષયની ગંભીરતા જોતા બપોરે મિટિંગ પતાવી હું જરૂર આવીશ કહી સંમતિ પાઠવી.

“આવોની પોદારસાહેબ”, “સમય પાલનતો ટમારુ”, કહેતા રોમીએ તેના લાક્ષણિક ઢબે પોદરજીને આવકાર આપતા સ્ટડી રૂમમાંથી કેસ પેપર લાવી તેણે કરેલ નિરીક્ષણની ચર્ચા કરી, અને પોદાર સાહેબ પણ સહમત થયા કે આ જોગાનુ-જોગતો નથી દીસતો, અને જો તે હોયતો, તે આશ્ચ્રર્યજનક છે. પોદરજી એ વધુમાં ઉમેર્યું હે રોમી, શુંકરશું ?, મારો આ જૂનો ઘરાક છે,અને તેની સાથે ધંધો પણ મોટો છે, તેને નારાજ કરીશ તો કંપનીનુ બોર્ડ મને પાણીચું આપશે. ચર્ચાને અંતે એવું નક્કી થયુંકે પાર્ટ કલેઈમની રકમ છૂટી કરવી અને,ગેલેક્ષી કંપનીના ડાયરેક્ટરોને અવલોકનથી વાકેફ કરી સદરહુ કિસ્સો મુંબઈ શહેરના જાણીતા જાસૂસ શ્રીમાન કરમચંદ જાસૂસને ગહન તપાસ અર્થે સોંપવો,

દ્રશ્ય: -બીજું -"ઘોડો અને ઘાસ દોસ્તી કરે તો કેટલી ચાલે"?

કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ગુપ્તાજીએ કરમચંદને તેઓની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારને સ્પેશિયલ અપીલ કરી કરમચંદને નિવૃત્તિ પછી ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની ખાસ પરવાનગી અપાવી હતી. કરમચંદની કુનેહ અને ગુપ્તચર વિભાગનો તેઓના બહોળા આનુભવના લીધે અગણિત જટિલ કેસમાં કઈક રીઢા ગુનેગારોને કાયદાને હવાલે કરેલા હોઈ, અંધારી આલમના માંધાતાઓ તેમનાથી ડરતા અને કરમચંદ જાસૂસે તેમનો ડર બનવી રાખેલ હતો. આમ સ્થાનિક પોલીસ વિભાગનું કામ પણ મહદ અંશે તેમના ખોફને લીધે ઓછું રહેતા તેમનો મુંબઈ શહેરમાં દબદબો હતો.

કરમચંદ જાસૂસની પાસે રોમીએ મોકલવેલ કેસ પેપરઆવ્યા,અને જોતા વેંત.. તેને ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ૧૬ મી ફેબ્રુઆરીએ સવારે વાંચેલી ઘટના યાદ આવી કે જેમાં વેલેન્ટાઈન દિવસના જગજીવન દાસ એન્ડ સન્સના પ્રદર્શનમાંથી થયેલી ચોરીના ખબર આવ્યા હતા. જેમાં પ્રદર્શન બંધ થયું ત્યારે હોલમાં બધાજ દાગીના- ઝવેરાત અકબંધ હતા, અને તેની વિડિઓગ્રાફી થયેલી તેમાં પણ ઈન્વેન્ટરી પુરી હતી, અને ત્યાર પછી ટ્રેડ સેંટરના સીલ કરેલ દરવાજા તેમજ જડબેસલાક પહેરા પાછળ બીજી સવારે જયારે પ્રદશન શરુ થયુંત્યારે અટ્ઠવીશ કેરેટના બ્લુ હીરો સેન્ટ્રલ હોલમાંથી પગ કરી ગયો હતો. !

કરમચંદ જાસૂસની કાર્ય પદ્ધતિ નિરાળી હતી, કોઈ પણ કેસ માટે કોઈ ચોક્કસ રીત રસમ અપનાવતો નહીં તે હંમેશા અલગ અલગ તપાસ રીતે કરતો, સદરહુ ચોરીથી કોને લાભ થાયની થિયરી ને કેન્દ્ર સ્થાનેના રાખતા, ચોરી થયેલ વસ્તુથી કોણ નજીક છે તેમુદ્દાને કેન્દ્ર સ્થાને રાખી, કરમચંદે તેમના અજેન્ટ્સ ને કામે લગાવ્યા, કરમચંદે અઠવાડિયાની જેહમત પછી પ્રથમીક રિપોર્ટ તૈયાર થતા પોદરજીને બોલાવ્યા, અને પોદરજી રોમીને લઈ ને શ્રીમાન કરમચંદની ઓફિસે ગયા..

કરમચંદે પોતાનું તારણ વ્યક્ત કરતા જણાવ્યું કે ચાલુકેસ એક અટ્ઠવીશ કેરેટના બ્લુ હીરાનો છે જે ગયા મહિને ટ્રેડ સેન્ટરના રોયલ હોલમાં જગજીવન દાસ એન્ડ કંપની દ્વારા યોજાયેલ જ્વેલેરી પ્રદર્શનમાંથી ચોરાયેલ હતો.તેવીજ રીએ ગત માર્ચ મહિના બેગ્લોરમાં યોજેલ “રાની જેમ્સના” પ્રદર્શન માંથી બાવીસ કેરેટ વજનના પોખરાજ ની ચોરી થયેલી, અને તેનો બે કરોડ રૂપિયાનો ક્લેઈમ ભારત ઈન્સુરન્સ કંપનીએ "રાની જેમ્સ"નેચુકવેલ છે અને ઓક્ટોબર માસમાં જયપુરમાં રાજઘર એન્ટિકના યોજેલ ઓક્સન ઈવેન્ટમાંથી છત્રીસ કેરેટના નીલમની ચોરી થયેલી તેનો એક કરોડ એસી લાખ રૂપિયાનો ક્લેઈમ યુનિયન ઈન્સુરન્સ કંપનીએ રાજઘર એન્ટિકને ચુકવેલ છે આ બને કેસની ફાઈલ સગડના અભાવે પોલીસ ખાતાએ બંધ કરી એફઆઈઆર દફતરે કરેલી છે.પોલીસ દ્વારા જગજીવન દાસ એન્ડ સન્સના કેસની પ્રારંભિક તપાસ આટોપી દીઘી છે, અને તેઓ પણ આપણી એફઆઈઆર સગડના અભાવે બંધ કરી ને દફ્તરે કરવાની તજવીજમાં છે.

કરમચંદ જાસૂસ રોમીની સામે જોતા બોલ્યો, આ પારસી બાવાની વાતમાં દમ છે, આપણે આ કેસની જરૂર તપાસ કરવી જોઈએ, પોદરજી બોલ્યા ભાઈ – “વૈદ અને વકીલ આ બન્નેના ખાતા અજબ છે, , આ ખાતા કદીય ન ભરાય”, “બન્ને વ્યાવસાયિકો, ફી થી કદી ધરાતા નથી”. અને નવા નવા કેસ ઊભાં રાખતા રહે છે, પણ આ મારા રોમીની હઠ છે, “તો ભલે કરો તપાસ”, પણ “જો જો લાબું ન ખેંચતા”..કરમચંદ જાસૂસ બોલ્યો અરે પોદરજી તમે મારી ફીની ચુકવણી, તમારા પૈસા બચે તો આપજો બસ, “ના ભા ના”, તમોને કામના પૈસા તો મળવા જોઈએ, "ઘોડો અને ઘાસ દોસ્તી કરે તો કેટલી ચાલે"?, ભલે ભાઈ આવતા મહિનાની ૧૫ મી તારીખે આવીશ ત્યાં સુધી તપાસ પતાવજો,

કરમચંદે તરત જ ઓ એસ ડી જોગલેકરને ફોન લગાવ્યો અને પોતે આ કેસ સાથે છે તેમજણાવ્યું, જોગલેકર ખુશ હતા કે ચાલો, તેની તાપસની યાત્રામાં કરમચંદનો સબળ સાથ મળશે. કરમચંદે તેની એજન્ટ ‘કીટી’ને બોલાવી અનેસૂચના આપી કામે લગાડી . કીટી ગુજરાત ફ્લોરેન્સિક શાખામાં ભણેલી અનેકરમચંદના હાથ નીચે કેળવાઈને કાબેલ ડીટેકટિવ બની હતી .તેણે પોલીસ સ્ટેશનમાં જઈને પંચનામાની નકલ માંગી તપાસ આદરી, પ્રદર્શનના વિઝીટર અને સી સી ટી વીના ફૂટેજ જોઈને બનાવેલી નોંધ કરમચંદને સોંપી.અરે ‘કીટી, મારે આગળના બે કેસની પણ છણાવટ જોઈએ એકલા આ કેસથી શું વળશે.જરાક જમવામાં બદામ ખાવાનું વધારી દે. તું નવેસરથી કામે લાગીજા અને સત્વરે રિપોર્ટ આપ. કામને સમયે કરમચંદ તેજાબથી પણ જલદ રહેતો.કરમચંદના આવા સ્વભાવથી કીટી વાકેફ હતી, એટલે દલીલ કર્યા વગર કામે વળગી ગઈ અને બીજી બન્ને ઘટનાઓની તપાસ આદરી વિગત તારવતા જ કરમચંદ સરની સફળતાનું કારણ જણાયું કે, કરમચંદ કદી તપાસના દાયરામાં આવતા કોઈ પણ ખૂણા ખુલ્લો છોડતા નથી.

કરમચંદે ધ્યાનથી રિપોર્ટનું અધ્યનકર્યું અને મનમાં રોમીની છઠ્ઠી ઈન્દ્રિયને વખાણ્યાં વગર રહી ના શક્યો. આત્રણેય ચોરીના કેસમાં એક ચોથી સમાનતા એ હતી કે આ ત્રણેય ઈવેન્ટમાં વિઝીટરમાં કેટલીક વ્યક્તિઓ હતી જેમાં દેશના મોટા ઝવેરીઓ અને સલિબ્રેટીના સમૂહને બાદ કરતા ત્રણ વ્યક્તિ એવી હતી કે જે કોમન હતી અર્થાત ત્રણેય ઈવેન્ટ સંચાલન સાથે સંકળાયેલ હતી.કરમચંદે તરતજ,કીટીને આ ત્રણ જણની જન્મ કુંડળી દોરી લાવવા કહ્યું.

કીટી મનમાં બબડી અરે કરમચંદ સર કેવોક મારો કસ કાઢે છે?.હે રામ, આ ત્રણને માત્ર સી સી ટી વી ના ફૂટેજ ઉપરથી કાઢેલા ફોટાથી હું તેઓને કેવી રીતે શોધીશ ?, તેવામાં નાથુ ખખડ્યો, હા, નાથુ જે કરમચંદ જાસૂસ કંપનીનો જૂનો ઓફિસિબોય હતો, તેમાં શુ મોટી વાત છે. કીટી તું ટ્રેડ સેન્ટરમાં જઈ ત્યાં સિકયુરિટીને ફોટો બતાવબસ કામ તમામ, કીટી કરડી આખે નજર નાખીતો નાથુ ત્યાંથી પલાયન થઈ ગયો, પણ કીટીના મગજમાં એક ચમકારો નાથુ છોડતો ગયો. કીટીએ ઘડિયાળ તરફ નજર દોડાવી, સાડા આઠનો ટાઈમ હતો, વિચાર્યું કે સવારમાં તકલીફ નહિ નડે તેવું વિચારી આળસ ખંખેરી ટ્રેડ સેંટર જવા ઉભી થઈ ફોટા જેકેટના ખિસ્સામાં રાખી બાઈક લઈને દોડી.

ટ્રેડસેન્ટરના પરિસરમાં ચારે તરફ સવારના પહોરમાં ખીલેલા ફૂલોની મહેક માણતા, કીટી બાઈકને પાર્ક કરવા વૉલેટ પાર્કિંગના કાઉન્ટર ઉપર પહોંચી અને તેની બાઈકની ચાવી જમા કરવા આપતા તેના જેકેટના ખિસ્સામાંથી પેલી ત્રણ અજાણી વ્યક્તિઓના ફોટા નીકળી નીચે પડ્યા. સિકયુરિટી સ્ટાફ તે લઈને પરત કરે તેપહેલા, ઉતાવળી કીટી બેધ્યાન હોવાથી ત્યાંથી નીકળીને સેન્ટ્રલ હૉલ તરફજવા રવાના થઈ ચુકી હતી.

કીટી ટ્રેડ સેંટરની ભૂગોળ અજાણી નહતી કારણ કે તે અહીં અવાર નવાર તેના મિત્ર થોમસને મળવા આવતી હતી, આ થોમસ તેની સાથે ગુજરાત ફ્લોરેન્સિક કોલેજમાં સહપાઠી હતા, અને સ્નાતક બન્યા પછી થોમસે પોતાની સિક્યુરિટીની એજન્સી ખોલી ટ્રેડ સેંટરનો સેફટી કોન્ટ્રેક્ટ લીધો હતો, તેથી તે કઈ નક્કર પરિણામ મેળવીશજ તેવા વિશ્વાસથી કેટીની નજર થોમસને શોધતી હતી, પણ ક્યાંય થોમસ નજરે પડતો ન હતો, હાજર રહેલા ઈન્સ્પેક્ટરને પૂછતાં, જાણ્યું કે સાહેબ તો દિલ્હી ગયા છે ત્રણ દિવસ પછી મળશે.તેવી માહિતીથી સવારમાં ધક્કો પડવાથી દિવસ કેવોક જશે તેવા વિચારના મનોમંથનમાં પરાણે તે ઈન્સ્પેક્ટર સાથે થોડી વાત કરવી પડી તેથી,કેટી વધુપરેશાન હતી, નિરાશ વદને પરત ફરી વૉલેટ પાર્કિગના કાઉન્ટર ઉપર પાછી આવી અને ટોકન રજુ કર્યો. કાઉન્ટર ઉપર હાજર રહેલા કર્મચારી એ કહ્યું, “માદામ ” “તમોને અમારા સાહેબ મળવા માંગે છે, તમો સામે કેબીનમાં જાવ, હુંતમારી બાઈક મંગાઉં છું”,. કીટી યંત્રવત કેબીન તરફ ગઈ, ત્યાં એક આધેડવયના વ્યક્તિના હોંઠના છેડે સિગરેટ ધૂણી ધખાવતી હતી અને તે મોબાઈલ ફોનના સ્ક્રીન ઉપર વ્યસ્ત હતો, “આ મોબાઈલે ખરો દાટ વાર્યો છે”, કીટી મનમાં બબડી, સાલું પહેલા ઘરડાઓના હાથની આંગળીઓ માળા ફેરવવામાં વ્યસ્ત રહેતી હતી, તો આજે, આંગળીઓ તેનાથી પણ વધારે ઝડપે મોબાઈલની કી વાપરવામાં વ્યસ્ત છે, ફર્ક એટલો કે પહેલા હરિ નામમાં ફરતી, તો આજે તે ફોન ઉપર,……?.કીટીએ મહાશયનું ધ્યાન દોરવા તેમજ તેની મોબાઈલ યાત્રામાં ભંગ પાડવા હેતુથી ખોંખારાનો અવાજ કાઢ્યો, અને કાઉન્ટર ઉપર બેઠેલા વ્યક્તિની મોબાઈલ સમાધિ આખરે તૂટી અને, બોલ્યો, બોલો બહેન હું તમારા માટે શું કરી શકું?, લો કરોવાત મનોમન ઉદભવેલી વ્યગ્રતાને કીટીએ ચહેરા ઉપર હળવાશના ભાવમાં તબદીલ કરી, સૌમ્યતા દર્શાવતા કાઉન્ટર ઉપરના માણસે અહીં મોકલ્યો છે તેમ જણાવ્યુ,ઓ બહેન એમ કહો ને.

મહાશાય એ હાથ લાંબાવાતા પરિચય આપતા કીટીને કહ્યું, હું ઈલિયાસ ડિસોઝા, ડિસોઝાથી મને બધા ઓળખે છે, હું અહીં વૉલેટ પાર્કિંગની વ્યવસ્થા સાથે સંક્ળાયેલ છું, બોલતા તેને ટેબલ ખાનામાંથી કીટીને તેના ફોટા પરત આપવા કાઢતા કહ્યું કે બહેન આ તમારા જાકીટના ખિસ્સામાંથી પડી ગયેલ હતા, અને તેમાંનો એક ફોટો હાથમાં લેતા ડિસોઝા બોલ્યો. બહેન આ ફોટો તમારી પાસે ક્યાંથી ?.હવે ચોંકવાનો વારો કીટીનો હતો, અત્યાર સુધીની નિરર્થક વાતો માં કીટીને રસ પડ્યો અને તેનું મગજ એકદમ સક્રિય થઈ ગયું, , ડિસોઝાજી, પણ પહેલા તમેજ કહો તમે આ હીરોને કેવી રીતે જાણો ?, ફોટામાં દેખાતી બ્લુ જાકીટ વારી વ્યક્તિ ને ઉદ્દેશીને પૂછ્યું,, ડિસોઝા એ કંટાળો વ્યક્ત કરતા કહ્યું, બહેન, શું કહું તમને ! અહીં વૉલેટ પાર્કિંગમાં આવતા મવાલી પણ પોતાને મહારાજા સમજતા હોય છે, એટલે માન અપમાનની અમોને કોઈ ચાહના નથી હોતી, પરંતુ આ મહાશય બહુજ તોછડો હતો, તે મોબાઈલ તેનો કાઉન્ટર ઉપર ભૂલી ગયો હતો, અને પરત આપતા માલિકીની ખરાઈ માટે, મેં તેને મારો ફોન આપીને તેના ફોનનો નંબર મારા ફોનથી જોડવા કહ્યું, તો ગુસ્સો કરતો હતો, પણ મારી મક્કમતાને આધીન તેને તેમ કરવા ફરજ પાડી, અને નંબરની ચોકસાઈ થતા મોબાઈલ પરત આપેલ તે ઉતાવળમાં હોય તેમ લાગ્યું હતું.ભાઈ, શું હું તેનો નંબર જાણી શકું ? કીટીએ તેવું પૂછી પોતાનું આઈડેન્ટિટી કાર્ડ દર્શાવતા પોતે ડીટેકટિવ કંપનીથી આવેલ છે, તેવો પરિચય આપતા, ડિસોઝાએ વધુ કોઈ ભાંજગડ વગર પોતાના ફોન માંથી તે નંબર કીટીને આપ્યો.

કીટી હવે ખુશ હતી, તેને આજે બગાસું ખાતા પતાસું તેમ, .. અચાનક અને આકસ્મિત રીતે સગડ હાથમાં આવવાથી તેની ચાલમાં એક અજીબ ઉત્સાહ છલકતો હતો.

દ્રશ્ય ત્રીજું :- ઑ ડેડી પાછા સુરતની યાદમાં ખોવાઈ ગયા કે શું?,

જુહુ બીચ ઉપર આવેલા આશિયાના ટાવરના સત્તરમે માળે આવેલ સી ફેસ પેન્ટ હાઉસનાં બગીચામાં સવારના છાપાઓની વચ્ચે જગજીવન શેઠ સવારની ચાય પીતા છેલ્લા પચાસ વરસના લેખાં-જોગા જોતાં પોતાના અતીતમાં ખોવાઈ ગયા, પચાસ વરસ પહેલા મોટે ભાગે રેલ ગાડીને જ તેમનું ઘર ગણીને મુંબઈ સુરત મુંબઈના અગણિત ફેરાકરી કાચા –પાકા હીરાની હેરફેર કરતો આંગડિયો જગલો, અને અને આજની તવારીખના જગજીવનદાસમાં ખોવાઈ જતા " ધર્મિષ્ઠા"ની યાદ તેઓની પાંપણ ભીંજવી ગઈ.પોતાના કઠિન સમયમાં સાથ નિભાવનારી પત્ની “ધર્મિષ્ઠા”ની યાદ અવવાથી ગામગીન બની ગયા અને આ વૈભવ એકાંકી જીવનથી કંટાળો ઉપજાવતો હતો, ત્યાં તેઓના કાને તેમની એકમાત્ર વહાલી દીકરીનો અવાજ પડ્યો “ઑ ડેડી પાછા સુરતની યાદમાં ખોવાઈ ગયા કે શું?, ચાલો જલ્દી તૈયાર થાવ, મંદિરે જવાનું છે, આજે મમ્મીની તિથીએ આજનું મંદિરનું રસોડુ આપણાં તરફથી છે માટે ત્યાં આપણું જવું જરૂરીછે,” આ સાંભળતાજ એક ઘૂટડે બાકીની ચાય પતાવી ઊભા થતાં બોલ્યા, ગૂંજન બેટા ડ્રાઈવરને કહો ગાડી તૈયાર કરે, હું હાલ આવ્યો નીચે, ના ડેડી આજે ડ્રાયવર નહિ, હું, તમે અને વિનય, આપણે ત્રણજ, બીજું કોઈ નહીં,. અરે બેટા, કેટલીવાર કહું તને ?,તું આ વિનયને હેરાન ના કર, તે બિચારો કેટલું કરશે, તે શોરૂમ સંભાળશે કે, ઘરના તારા કામ ?, ના આજે “નો શો રૂમ વર્ક”, ફક્ત તેની ડ્યૂટી આશિયાના માટેજ, મેં તેને બોલાવ્યો છે, અને તે નીચે આપણી રાહ જુએ છે, ચાલો જલ્દી કરો...જગજીવનદાસ દીકરીના રુઆબથી મનોમન મલકાતાં બોલ્યા, ગૂંજન તું ભલે આ જન્મે મારી દીકરી છે, પરંતુ ગત જન્મમાં મારી મા હોય તેમ લાગે છે, ભલે તું કહે તેમ, કહેતા તૈયાર થવા ગયા.

વિનય, જેવું નામ તેવાંજ ગુણ, વિનયની કાર્યશૈલી અને નિયમિત્તામાં જગજીવનદાસ પોતાની ભૂતકાળની છબી જોતાં હતા, બિલકુલ તેમના જેમ પ્રમાણિક અને મહેનતુ એટલે જ તો, વિનય જોતજોતામાં તેમનો ડાબો હાથ બની ગયો હતો.,હતો. એન્ટવર્પથી સુરત સુધીના બધા વ્યવહારો કુનેહ અને સમજદારીથી પાર પડતો હતો, અને કંપનીની શાખ પ્રસરાવવામાં તેનો સિંહ ફાળો હતો,. "હુકમ કરો"ના રણકા સાથે ચોવીસે કલાક ખડે પગે હાજર રેહનાર વિનયના કુટુંબમાં તેની માં સિવાય કોઈનહતું, એટલે તો તેને આશિયાના ટાવરમાં જ બારમા માળે જગજીવનદાસે તેની માં સાથે માટે રહેવા માટે પોતાનો ફ્લેટ વિનયને ખોલી આપ્યો હતો.અને હવે, તેઓ વિનયને પોતાના કુટુંબમાં સમાવવા માગતા હતા અને તેને પોતાની દીકરી ગુંજન સાથે લગ્ન કરવા માટે મનાવ્યો હતો અને બસ આ વસંત પંચમી એ લગ્ન તારીખ પણ નક્કી હતી.

દ્રશ્ય ચોથું -"અરે પિટર આજ તેરી મેમસાબ બહુત પરેશાન હૈં, તુમ આજ ઈતની પીલાદે કી ગમ સારે ડૂબ જાય ".

માહિમના દરિયા કિનારે આવેલ "બીઝી- બી"ના નાઈટ બાર માં યુવક –યુવતીઑના પગ, ” જોહની બેન્ડના ધ્વનિના તાલે ડાંસ ફ્લોર ઉપર થરકતા હતા, મોહ-મહી મુંબઈ નગરીની આજ તો ખાસિયત છે કે, સૂરજના ડૂબતાંજ આમ આદમીની રાત્રિની સાથે, નવા જમાનાના યુવાન નબીરાઓનો દિવસ બાર ગર્લ્સની મોહક અદાઓ વચ્ચે ઊગતો હોય, તે અંહી સામાન્ય હતું,। હમેશની માટે રિજર્વ સાત નંબરના ટેબલ ઉપર નવી જસ્મિન ફ્લેવારની મિણબત્તી પેટાવી પીટર (વેઈટર) તેના માનીતા ઘરાક રૂખસાના મેડમ અને શબ્બીર સરનો ઈંતેજાર કરી રહ્યો હતો, કેમ ના કરે ? આજે શનિવાર હતો અને શબ્બીર બોસની માતબર ટીપથી તેનું ખીસું ગરમ થવાનું હતું, શબ્બીર સરને વિલંબપસંદ નથી, બધુ બરાબર અને તરત જોઈએ, તે પીટર લાંબા સમયની ટેબલ સર્વીસથી વાકેફ હતો,રાત્રિના દસ થવા આવ્યા હતા અને સાહેબનો ટાઈમ થયો હતો, એટ્લે એકપગ હોલમાં અને બીજો કિચનમાં હતો. પીટરે, રૂખસાના મેડમ માટે પનીર ટીકા, ને શબ્બીર સર માટે શિંગ ભુજીયા તૈયાર રાખવા સૂચના આપીને, ટેબલ નંબર સાતની સજાવટને આખરી ઓપ આપતો હતો, ને તેવામાં એક પરિચિત સુગંધે સંકેત આપ્યો કે રૂખસાના મેડમની બારમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ઓલિવ ગ્રીન બ્લેક કલરના ગાઉનમાં સજ્જ રુખસાના મેડમનો આજનો ઠસ્સો લાજવાબ હતો, બાર માં હાજર સૌ કોઈ તેમને છાંની નજરે જોયા વગર રહીના શક્યાં. મેડમે હાથમાં પહેરેલા બ્લુ હીરાનાબ્રેસલેટ ઊંચા ચડાવતા, ટેબલ નંબર સાતની ચેરમાં સ્થાન ગ્રહણ કર્યું ત્યાર સુધીમાં તો કેટલાયના હ્રદયના તાર ઝણઝણી ઉઠ્યા અને આખા બારમાં એક અજીબ મહેક પ્રસરી ગઈ.."અરે પિટર તેરી મેમસાબ બહુત પરેશાન હૈં, તુમ આજ હમે ઈતની પીલાદે કે ગમ સારે ડૂબ જાય " રુખસાના મેમના આવા આદેશથી, પીટરે ક્ષણના પણ વિલંબ વગર મેડમની સ્પેશ્યલ બ્રાન્ડનો પેગ તથામલબરો લાઈટ સિગારેટઅને તેઓના મન-ભાવન પનીર ટીકા અને આઈસ બકેટ સર્વ કરતા લાલચુ નજરે બોલ્યો મેડમ જોરદાર લાગો છો ને ?. કોઈ સ્પેશ્યિલ ડે છે કાંઈ ?, શબ્બીરસાહેબ ક્યાં અટવાયા, , વાતને અધવચ્ચે કાપતા રુખસાના મેડમે પીટર સામે વેધક નજર ફરકાવતા, પીટરે ત્યાંથી ચલતી પકડી,

લગભગ રાત્રીના એક વાગવાની તૈયારી હતી બારમાં બધો કોલાહલ શાંત થઈ ગયો હતો, બધા થાકીને કહો, કે ખિસ્સા ખાલી કરી, જે ગણો, તે, પણ સૌ પોત પોતાના મુકામે પરત ગયા હતા, પણ ટેબલ નંબર સાત ઉપર હજુ રુખસાના મેડમનો દોર ચાલુ હતો, કાઉન્ટરઉપરનો ફર્નાંડ્ડીઝ લમણે હાથ રાખી મેડમના ઉઠવાની રાહ જોતો હતો, તેવામાં પીટર પીટરના ફોન ઉપર વોઈસ મેસેજ આવ્યો, જોયું તો તે શબબીર સરનો મેસેજ હતો, " પિટર, તું મેમસાહેબને બહાર લઈ આવ હું પોચમાં ઉભો છું, લેઈટ થયું છેએટલે હું આવતો નથી ", પીટરે તે પછી ટેબલ સાત ઉપર નજર દોડાવી તો જોયુંકે, રુખસાના મેડમે તેમના મોબાઈલમાં ગડમથલ કરી રહ્યા હતા, અને કઈ અસ્પષ્ટ બોલાતા સાંભર્યા, નશા ને લઈને કઈ સમજાયું નહિ પણ ' તું શું મને મૂર્ખસમજે છે ? સખણો રહેજે, ખાઈ જઈશ '',તેવો મતલબ રુખસાના મેડમની હિન્દી, અંગ્રેજી અને મરાઠી મિશ્રિત ભાષામાં બોલાયેલા વકયોનો, પીટરના આખા દિવસના થાકેલા મગજે તારવ્યો.

પીટરે રાબેતા મુજબ તેઓનું "એ ટી એમ" કાર્ડ લઈને બારનો આજના દિવસનો હિસાબ ચૂકતે બેંક રિસીપ્ટની પ્રિન્ટ અને ભોંય પડેલો ફોન ઉઠાવ્યો અને મેડમના પર્સમા મૂકીને, રુખસાના મેડમને બારના પોર્ચ તરફ લઈ ગયો, અને ત્યાં શબ્બીર સરની સફેદ પીઝોંટ ગાડી ઉભેલી જોઈ, તે તરફ માદામને દોરી ગયો અને આગળની સીટમાં બેસાડવા માટે ગાડીનો દરવાજો ખોલ્યો અને માદામને ગાડીમાં બેસાડ્યા. અને ગાડીનો દરવાજો બંધ કરવા જતો હતો ત્યાં, ડ્રાઈવ2 છેડેથી ૫૦૦ /- રૂપિયાની ટીપ આપતો લંબાવેલ હાથ જોતા દિવસનો થાક ઉતરી ગયો.

દ્રશ્ય :-પાંચમું.નિરાશા કરતાં નિરાશ થવું વધુ ખતરનાક છે

કરમચંદને છેલ્લા ચાર દિવસ થી કીટી રજૂકરેલા રિપોર્ટ માંથી કોઈ સગડ જડતો નહતો, અને પણ વાત કોઈ બનતી ન હતી.પહેરા બંધ હોલમાંથી હીરાનું ગાયબ થવું તે અજબ બીના હતી અને સામાન્ય રીતે દરેક ગુનામાં ગુનો કરનાર ક્યાંને ક્યાંક સગડ છોડતો હોય છે પણ ટ્રેડ સેંટરમાં હજુ કોઈ પગેરું મળતું નહતું, કીટીએ મેળવેલ મોબાઈલના ઈનપુટ્સ પણ કોઈ નક્કર કામ આવે તેવા ન હતા, ફોનનું સિમકાર્ડ શબ્બીરના નામથી નોંધાયેલ હતું, અને કે વાય સીમાં ડ્રાઈવિંગ લાઈસન્સ હતું પ્રારંભિક તપાસમાં તે ઈન્ટિરિયર ડેકોરેશન આર્ચિટેક હતો. અનેતે જોગેશ્વરીમાં તેની માતા સાથે રહેતો હતો, વધુમાં તેના ફોનથી થયેલા ફોન મહદ અંશે રુખસાના નામની છોકરી સાથેના હતા.કીટીની તપાસમાં રુખસાના હિન્દી ફિલ્મની સહાયક કલાકાર હતી અને જાહેર ખબરની મોડેલ તરીકે કામ કરતીહતી. આમ આખાય સર્કલની ચકાસણીમાં કોઈ કડી બેસતીન હતી.અને રહસ્ય ઘેરું બનતું જતું હતું કે “કયા હીરા એ જગજીવનદાસ નો હીરો સરકવ્યો” !.

સામાન્યરીતે હંમેશા આનંદમાં રહેતા કરમચંદ જાસૂસને આજે સવારે સુનમુન અને મુંજાયેલા જોઈ નાથુને નવાઈ તો લાગી!. "પણ સાહેબ મજામાં હોય તો પ્રજા કઝા માં" તેમજ "સાહેબની આગળ અને ગઘેડાની પાછળ જાજુ ન રહેવાય" તેવું માનતા નાથુ એ ઝટપટ કરમચંદના ટેબલ ઉપરના પેપર્સ અને ફાઈલ્સ ગોઠવી અને નિયમ અનુસાર તારીખ અને દિવસના સુવિચારનું કાર્ડ બદલી કરમચંદની કેબિનની બહાર છટક્યો.

કરમચંદની કેળવાયેલ તીક્ષ્ણ પણ ભાવ વિહીન નજર બધુ જોતી હતી, અને ત્યાં તેની નજર આજના સુવિચાર "નિરાશા કરતાં નિરાશ થવું વધુ ખતરનાક છે" ઉપર પડતાં એક અગમ્યશક્તિનો સંચાર થતો હોય તેવું લાગ્યું, કરમચંદે જોગલેકરને ફોન લગાવીને ટ્રેડ સેન્ટર બોલાવ્યા અને એકજ જટકા સાથે ઊભા થતા બૂમ પાડી, નાથુ ડ્રાઈવરને કહો સાહેબ આવે છે.તેવું કહેતા ટ્રેડ સેંટરમાં આંટો મારવો અને જગજીવન દાસને મળવું તેવા નિર્ધાર સાથે બેગ ઉઠાવી માથે બોલર હેટ અને આંખે ગુચી નાગોગલ્સ ચડાવી સડસડાટ નીકળ્યો.

ટ્રેડ સેંટરના સેંટ્રલ હોલમાં જોગલેકરતો હાજર હતાજ અને કરમચંદે એકાદ કલાકના સંયુક્ત અવલોકન તેમજ ઘટના સમયની વિગતને ફરીથી સમજી.ને મુખ્ય મુદ્દા તારવ્યા જેમાં

(૧) પ્રદર્શનનો સમય બપોરના બે થી સાંજે સાત વાગ્યાનો હતોઅને પ્રદર્શન ૧૩ ૧૪ અને ૧૫મી ફેબ્રુઆરીનો હતો.

(૨) સાંજે સાત વાગ્યા પછી ચૂંટેલા એન્ટિક ઘરેણાં પહેરેલ મોડેલના કેટ વૉક સંગ મહાનુભાવો સાથે ડિનર

(૩) લાઈવ સંગીત સમારોહ રાત્રીના દસ વાગ્યા સુધી.

(૪) સાંજે સાત વાગ્યા પછી સેન્ટ્રલ હોલની ડિસ્પ્લે ઘરેણાં અને હીરાની ઈન્વેન્ટરીની વિડિઓ ગ્રાફી

(૫)વિડિઓ ગ્રાફી પછી જગજીવન દાસ, જોગલેકર અને સેન્ટ્રલ હોલના મેનેજરના ફિંગરપ્રિન્ટ વારા ડિજિટલ લોકિંગ સાથે સેન્ટ્રલ હોલની સલામતી પોલીસના કમાન્ડોને હવાલે.

(૬) બીજા દિવસે બપોરે બે વાગે ફિંગર પ્રિન્ટ મેપિંગ પછી ડિજિટલ લોક ખોલી પ્રદર્શનનું સંચાલન "એલેક્સ ઈવેન્ટ કોર્પોરેશન”નેહવાલે..

(૭) તારીખ તેરમીના રોજ બપોરે બાર વાગ્યાની ઈન્વેન્ટરીજે "એલેક્સ ઈવેન્ટ કોર્પોરેશન”ને જગજીવનદાસ એન્ડ કંપનીને આપેલી તે તરીકે 14 ફેબ્રુઆરી સાંજે સાત વાગ્યાના સુમારે વિડિઓ ગ્રાફી થઈ ત્યાં સુધી અકબંધહતી અને તેમાં પંદરમી ફેબ્રુઆરીના પ્રદર્શનના છેલ્લા દિવસે બપોરે પ્રદર્શન પ્રદરશન શરુ થયું ત્યારે તેમાં " હીંદે નૂર” હીરો 'ની બાદબાકીહતી.

(૮) સેન્ટ્લ હોલમાં આવવા, જવા, માટેનો એકમાત્ર દરવાજો હતો. તેમજસેન્ટ્રલ હોલમાં આવેલી બધીજ બારીઓ ડબલ પેન વિન્ડો છે તેની સાથેઈલેક્ટ્રોનિક કવચથી સુરક્ષિત છે.

(૯) ફોરેન્સિવ લેબોરેટરીના તાપસમાં સર્વેલન્સના ફૂટેજમાં કોઈ છેડ-છાડ નથી.

કરમચંદઅને જોગલેકર વિડિઓ ગ્રાફીના ફૂટેજની નકલ જોઈ ચોરીના ગુનાને રિકન્સ્ટ્રક્ટ કરવા મથામણ કરતાં સેંટરલ હૉલના દરેકે દરેક ખૂણાને બારીકાઈથી અવલોકન કરતાં રહ્યા અને એવા ટર્ન પર આવ્યા કે " હીંદે નૂર” હીરાની ચોરીને અંજામ આપવામાં કોઈ જાણ ભેદુ નોજ હાથ હોઈ શકે, આ ચોરીમાં કોઈ બહારના વ્યક્તિ માટે હીરો તફડાવવો શક્ય નહતું

આમ આ ભાંજગડમાં બપોરના ટ્રેડ સેન્ટરના ટાવરના તેર ડંકાના અવાજે કરમચંદના સતર્ક મગજે તેની નોધ લીધી, અને બોલ્યો, અરે જોગલેકર ચાલ શું જમાડીશ, , જોગલેકર બોલ્યો મને ખબર હતી કે મોડુ થશેએટ્લે અંહી નજીકમાં આવેલ ડિલક્ષમાં આપની રાહ જોવા માટે પહેલેથીજ કીધું છે.કરમચંદજી આપણે આજે ત્યાં જઈશું, અને તેનો કૂક “રહેમાન” શું ચટાકેદાર પંજાબી વાનગીઓ બનાવે છે યાર.. બસ ખાતા જ રહીએ, તમને ત્યાં જરૂર ગમશે.

“ડિલક્ષ” પહોચતા જ કરમચંદે કહ્યું “ભાઈ જોગલેકર ઓર્ડર આપવાનું કામ તારું અને બિલ આપવાનું કામ મારૂ “, ચાલ ભાઈ જલ્દી ઓર્ડર આપ.

લંચ પતાવ્યા પછી, કરમચંદે જોગલેકરને સાંજે તેની ઓફિસે સી સી ટીવીના ફૂટેજનીકોપી લઈને આવવા કહ્યું, અને તે પછી કરમચંદ સીધો જગજીવનદાસને ત્યાંપહોચ્યો ત્યારે તેઓ જમીને ઊભા થતાં હતા. કરમચંદની કાબેલ નજર જગજીવનદાસની નારાજગી નોધે તે પહેલા તેઓએ સ્વસ્થ થઈ ને કરમચંદને આવકાર આપતા બોલ્યા, યાર કરમચંદ ફોન તો કરીયે, હું તારી જમવા માટે રાહ જુવેત, “ના’જે-ડી” હુંજમીને આવ્યો છું” કરમચંદે હસીને કીધું .

બોલ શું સમાચાર છે ? જગજીવનદાસે સુડીથી સોપારી કાતરતા પૂછ્યું. કોઈ સમાચાર નથી ! યાર કોઈ સગડ મળતા નથી...મારી આખી ઓફિસ તારા “હિન્દ એ નૂર” પાછળ લાગી છે. યાર તને કોઈના ઉપર શક છે ? કરમચંદે વાતવાતમાં જગજીવનદાસને પૂછીલીધુ. ના... કરમચંદ હું અંદાઝ નથી લગાવી શકતો.મને તે હીરો જાનથી પણ પ્રિય હતો, પણ હવે શું.. વાસ્તવિકતા સ્વીકારવી રહી.. જેવી શ્રી જી ની મરજી.તું દુખી ના થઈશ, મારા કિસ્મતમાં તે ન હતો. અને હજુ મારી પાસે એક જોડ કપડાથી વધુ કપડાં છે અને રહેવા માટે આ આશિયાનાની છત છે, તે શું મારા માટે ઓછું છે !.પણ આ હીરો મારા દિલનું નૂર હતો. ખેર જવાદે તને લાગણી ના તંતુ નહીં સમજાય.

અરે યાર, મેદાન છોડવા, મારૂ મન માનતુંનથી કરમચંદે પોતાના મનની વ્યથાનો ઊભરો ઠાલવ્યો. જે-ડી તું આરામ કર, હુંજાઉં છું.

દ્રશ્ય :-છઠ્ઠુ કરમચંદની પ્રપોઝ્લથી યાકુબનો બ્લેક ઈગલ વિસ્કીનો મહા મહેનતે ચડેલો નશો એક ઝાટકે ઉતરી ગયો

યાકુબ એક અંધારી આલમનો નીવડેલો તિજોરી તશ્કર હતો, ધણી મોટી ચોરીની સજા પછી, હવે ઠંડો પડી નિવૃત જીવન વિતાવતો હતો,તે દિવસે રવિવાર હતો.કરમચંદને ખબર હતી રવિવારની રજામાં યાકુબ ફાર્મ હાઉસમાં જ રજા પસાર કરતો હતો. તેની સાથે એકાદ ગર્લફ્રેન્ડ હોય, શરાબની બોટલ હોય અને તળેલા કાજુ-બદામની ડિશ હોય. કોઈ તેને આવા સુખમાં ડિસ્ટર્બ કરે તો ચીડાઈ જાય. છતાં કરમચંદે હિંમત કરી. ફોન કર્યા વગર સીધો તે યાકુબના ફાર્મ હાઉસ પર પહોંચી ગયો, તે તડકાની છત્રી નીચે બીચ પર હોય છે તેવી વુડનની લાંબી ચેર પર આડો પડયો હતો. જાંઘ સુધીનો નાઈટ ગાઉન ધારણ કર્યો હતો. હાથમાં આજનું અખબાર હતું. તેની સામે કરમચંદ બા-અદબ ઊભો રહી ગયો.

‘ગુડ-મોર્નિંગ….યાકુબ …’

‘ગુડ-મોર્નિંગ… …’ તેણે છાપું હટાવતાં મારી સામે જોયું, તેના ચહેરા પર નરમાશ જોઈ કરમચંદની ચિંતા ઘટી ગઈ.

‘એનીથિંગ રોંગ?’ ત્રણ દિવસ પહેલાંની ઘટનાથી સાવ અજાણ હોય તેમ તેણે કહ્યું…ના બંધુ... મારે તારી જરૂર છે.. એક ઉલઝનમાં છું …..” તું જ મને મદદ કરી શકે તેમ છે” !

હ.મ,,,. ચલ જલદીથી બો..લ. કોઈનું ઢીમ ઢાળવાનું છે...કે પછી કોઈ બદમાશ તને હેરાન કરે છે ? ના યાકુબ તેવું કઈ નથી.. મારા એક વિદેશી મિત્રને ગ્રે માર્કેટમાંથી કોઈ પાણીદાર હીરો ખરીદવો છે, તું ડીલ કરાવી આપ, તને ડીલની દલાલી મળશે...!

કરમચંદની પ્રપોઝ્લથી યાકુબનો બ્લેકઈગલ વિસ્કીનો મહા મહેનતે ચડેલો નશો એક ઝાટકે ઉતરી ગયો.. કરમચંદ.. આ..શું માંડ્યુ છે ?, તને ખબર છે કે છેલ્લી ભાગ્યોદય બેન્કની લૂટ પછી મે બધા કામ છોડી દીધા છે. યાકુબ માય ગુડ ફ્રેન્ડ, આઈનો ઈટ વેલ, હું ક્યાં કહું છુંકે તું ગ્રે માર્કેટમાં સક્રિય છે, આતો ધર્મનું કામ છે સારી વસ્તુ સારા વ્યક્તિના હાથમાં રહે.. તેનાથી વધુ કોઈ ઉદ્દેશ નથી.

ઓ કે ચલ હું પ્રયાસ કરી જોવું, મારે કોઈ દલાલીના ખપે તું તે ધર્માદો કરી દેજે જો ડીલ પાર પડે તો, અને હા તું મને પરમદિવસે મને મળજે, આવા કામમાં ફોન ન કરતો.

દ્રશ્ય –સાતમું ’ઑ રૂબી - શબ્બીર, બોસની મનોવિકૃતિની તમને ખબર નથી સાંભળશો તો તમારા બંનેના શરીરના રૂવાંડા ઊભા નહીં.. પણ અળગા થઈ જશે.’

શબ્બીરે,રૂખસાનાને લઈ ગાડી સીધી હોટેલ મેરિયેટ મારીમૂકી જ્યારે તે અને રૂખસાના જ્યારે કુરેશીના સૂટ રૂમમાં પહોચ્યા ત્યારે રાત્રિના બે વાગેલા હતા..પહોચતા શબ્બીરે કહ્યું બોસ સોરી.. મુંબઈ અજીબ નગરી છે અહી રાત વધે તેમ ટ્રાફિક પણ.......કૃરેશીએ એક ઠંડી નજરથી શબ્બીરની વાત અધવચ્ચેથી અટકાવીતે ઊભો થયો, ટેબલ પાસે ગયો, ડ્રોઅર ખોલ્યું અને સિગારેટનું પેકેટ કાઢી એક સિગારેટ સળગાવી અને ડાબી આંખના કાચના ડોળામાં સળગતા અંગારા જેવું કંઈક સળગીને હોલવાઈ ગયું. મેં તેને નિરાંતે ધૂમ્રપાન કરવા દીધું. તે સિગારેટ ફૂંકતો ગયો અને ધુમાડા છોડતો ગયો. પછી સિગારેટ ઠુઠું થઈ ગઈ એટલે બૂંઝાવી દીધી, કારણ કે તેના મગજમાં જલતી યાદોની સિગારેટ ફરી સતેજ થઈ ગઈ… …’ તેણે ખુરશી પર ટટ્ટાર થતાં શરૂ કર્યું…’ઑ રૂબી - શબ્બીર તમે બંને એ મળી અને મને જે કાચનો ટુકડો પધરાવ્યો ત્યારથી મારું મગજ બહેર મારી ગયું. રાતે ઊંઘ હરામ થઈગઈ…તમને બોસની મનોવિકૃતિની ખબર નથી સાંભળશો તો તમારા બંનેના શરીરના રૂવાંડા ઊભા નહીં.. પણ અળગા થઈ જશે.’

ચાલો તમે તમારી એક્ટિવિટી રી કન્સ્ટ્રક્ટ કરો તો.. પ્લાન મુજબ હું વિનયના રોલમાં હતો, હોલમાં જમણા હાથે સિલિકોનનું તમે આપેલું મોજું પહેરેલું હતું અને હું એકજીબીટની પાસે લટાર મારીને પ્રદર્શન જોવા આવનારને એટેંડ કરતો હતો, બરાબર છ અને પંચાવન મિનિટે રૂખસાના જીન્સ અને ટી શર્ટમાં આવી, અને છ અને સત્તાવન મિનિટે પ્લાન મુજબ હોલની પાવર લાઈન ટ્રીપ થઈ અને તરત જ મે ફિંગર ડિજિટલ એક્સેસ્સથી શો-કેશનું કવર-લોક રિલીજ કર્યું અને રૂખસાનાએ પળના વિલંબ વગર તેના લિક્વિડ નાઈટ્રોજન યુક્ત પર્સ માથી " હિંદે-નૂર"ની બરફથી બનેલી રેપલીકા કાઢી અને,શો - કેશનો હીરો બદલી લીધો અને ૧૦ સેકંડ ને બદલે ૮ સેકન્ડમાં કામને અંજામ આપેલ હતો,અને નક્કી કરેલ પ્રોગ્રામ મુજબ રૂખસાનાએ તેનું પર્સ શો-કેશ પાસેના ડસ્ટ બિનમાં રાખી દીધેલ ॰મારા કોટમાં રહેલ પેનના કેમેરાના ફૂટેજ આપું છું તે તપાસી લો બરાબર. મને લાગે છે કે આપણાં ગ્રહ પાણીજ વાંકા છે, આપણી આ વખતની છ મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ લાગેછે..

દ્રશ્ય – આંઠમું મુશ્કેલીના સમયમાં ધૈર્ય રાખવાથી સફળતા મળતી હોય છે !

જોગલેકર નિરાશ વદને કરમચંદની ઓફિસમાં હતો, ત્રણ દિવસની રઝળપાટ પછી કોઈ સુરાગ મળતો નહતો, કરમચંદે હિમ્મત આપતા કહ્યું, કાંઈ વાંધો નહીં યાર, ચોરો પણ સમય પ્રમાણે ચાલક બની ગયા છે, પણ ગમે તેવી ચાલાકીમાં પણ ચોરો કઈક ભૂલતો કરતાજ હોય છે, તું તારે તારી રીતે તપાસ કરે રાખ અને, હ.. હું અઠવાડિયું શહેરમાં નથી, આવીશ એટ્લે ફોન કરીશ... કહી કરમચંદે જોગલેકર ને વિદાય કર્યો..

મુશ્કેલીના સમયમાં ધૈર્ય રાખવાથી સફળતા મળતી હોય છે તે કરમચંદ બરાબર જાણતો હોઈ, નવેસરથી કેસના તાણા- વાણા ગૂંથવાનું ચાલુ કર્યું..

પહેલા બધા મેઈન સ્ટાફના ફિંગર પ્રિન્ટ સેંટરલ ક્રિમિનલ લાઈબ્રેરીમાં મોકલ્યાઅને ઓફિસમાં બહાર જાઉં છું કહી તે તેના પોતાના પનવેલ ફાર્મ હાઉસ માં ગયો, અંહીનું વાતાવરણ તેને જટિલ સમસ્યા વચ્ચે આરામ આપતું હોઈ કરમચંદ મુશ્કેલીમાં હોય તો તે અંહી અચૂક આવતો.

સવારે ઉઠ્યો ત્યાં સુધીમાં સેંટરલ ક્રિમિનલ લાઈબ્રેરીથી તપાસના પરિણામ આવી ચૂક્યા હતા અને તે ચોંકાવનારા હતા, જેમાં એક પ્રિન્ટ યુ પી સ્ટેટ નો ખૂંખાર ખૂની ‘લાલિયા-ખૂટ’નો હતો જે અંહી વિનયને નામે બોલતો હતો. હવે કરમચંદને કડી મળતા ઉત્સાહમાં આવી ગયો અને વિલંબ વગર ડાબા પગના ઢીચણને પાટો બાંધ્યો અને જમણા પગમાં ડબલ એડિવાળા બુટ ચડવી વેશ પલટો કરી એક હૂબહૂ આરબનો વેશ લીધો અને તિજોરીમાથી દીરમનું નવું નક્કોર નોટનું બંડલ કાઢી સીધો જગજીવનદાસ એન્ડ કંપનીની દૂકાને પહોચી ગયો.

મોઘા દાટ અને કડક સુંગંધ વારા પરફ્યુમથી મહેકતા અને આરબનાં વેશ માં આવેલા કરમચંદને કોઈ ઓળખી ના શક્યું, .. મોટા અવાજે બૂમ પડી બોલ્યો અરે કોઈ છે ? મને કોઈ સારી વસ્તુ બતાવો મારે મારી બેગમને ભેટ આપવાની છે. જલ્દી કરો મારી દુબઈની ફ્લાઈટનો સમય થયો છે. વિનયનું અવાજ તરફ ધ્યાન ગયું અને તરત તેણે આરબને એટેંડ કરવાનો હવાલો લીધો..થોડી રક જક પછી એક માણેકની વીંટીનો સોદો નક્કી થયો અને મોન્ટીએ બેગ ખોલી વિનયને કહ્યું દીકરા લઈલે વીંટીની કિમત, વિનયે બેગ માંથી દિરમનું બંડલ લીધુ અને થતી રકમ લઈ બાકીની નોટો અને બિલ અને વીંટી પેક કરી આપી, કરમચંદ તે લઈ ફાર્મ હાઉસ આવ્યો અને વિનયના હાથથી બેગમાં રાખેલી બાકી બચેલી દીરમની નોટો અને વીંટીના બોક્સ ઉપરથી ઉપરથી ફિંગર પ્રિન્ટ તારવ્યા, તે લાલિયા ખૂટના ફિંગર સાથે મેચ થતાં મનોમન હસ્યો.. સાલું ચોર પણ કલાકાર હોય છે...? આમ કામને આખરી અંજામથી નજીક જોતાં તેને હવે આરામની લાગણી થઈ.

આટલી મોટી ચોરી એક માણસનું કામ હોય તે માનવા માટે કરમચંદની છઠ્ઠી ઈંદ્રિય માનવા તૈયાર નહતી, મનોમન અંધારામાં એક તીર ચલાવવાનો નિર્ધાર કરી આરબના વેશમાં જ ગાડી મુંબઈ દોડાવવા માટે ડ્રાઈવરને આદેશ આપ્યો.. અને જ્યારેગાડી એલેક્સ ઈવેન્ટ મેનેજમેંટના પ્રાંગણમાં પહોચી ત્યારે સાંજના સાત થવામાં હતા મોટા ભાગનો સ્ટાફ ઓફિસમાથી નીકળી ચૂક્યો હતો, કરમચંદને આજ પળની જરૂર હતી, ઓફિસમાં પહોચી ચોકીદારને પટાવી પાયાની વિગતો જાણી. અને "એલેક્સઈવેન્ટ કોર્પોરેશન”ના મૅનેજર કુરેશી સાહેબ હજુ ઓફિસમાં છે.

કરમચંદ સમય ગુમાવ્યા વગર સીધો કુરેશીને મળવા તેની ચેમ્બરમાં પહોચ્યો ત્યારે તેકોઈ સાથે વાત કરતો હતો. કરમચંદને જોતાં તેણે વાત ટૂંકાવીને કરમચંદને મોટો ઘરાક સમજી આવકાર આપ્યો, બોલો સાહેબ હું આપની શું સેવા કરી શકું ?.

ઓહ ભાઈ સરસ, મનેએમ કે મારો ઈન્ડિયાનો ધક્કો માથે પડશે, માફ કરના ભાઈ લેઈટ હો ગયા, વાત એમછે કે અમારે દુબઈમાં બિઝનેસ મીટ છે અને તેમાં તમોનો ઈવેંટ મનેજ કરવા રોકવાનો મારો વિચાર છે, બોલો કરી સકશો.? મારે એકદમ નવી થીમ જોઈશે ભલે, તમારે જે લેવું હોય તે લેજો પણ કામ બરાબર થવું જોઈયે.

કુરેશીએ ઉત્સાહથી કીધું ચોક્કસ સાહેબ તમે અંહી આવ્યા એટ્લે નારાજ નહીં થાવ તેની ગેરંટી, પણ ઓવરસીસ કામ માટે આ એક નંબર આપુ છું. વેશ પલટો કરી આવેલા કરમચંદનો મકસદ પૂરો થયેલો હોઈ તે પનવેલ ફાર્મમાં પરત ફરે છે, રસ્તામાં પબલીક-ફોન બૂથથી કુરેશીએ આપેલા નંબર ઉપર વાત કરવાનું મન ટાળીના શક્યો, અને કરમચંદે ફોન જોડ્યો અને ઉપજવેલી દુબઈના ઈવેન્ટ માટેના બહાને, સામાછેડે કોણ છે તે આશયે વાતનો તંતુ આગળ ધપાવ્યો, કોઈ ખાસ વાત ના થઈ પણ સામે છેડેથી જવાબ આવ્યો કે કુરેશીને તેઓ વાત કરશે અને તેની સાથેજ ડીલ કરજો તમને ઉત્તમ સર્વિસ મળશે, અને કરમચંદ સામે છેડે રહેલ વ્યકિતને વધુ કઈપૂછે તે પહેલા ફોન રખાઈ ગયો હતો.

ફોન પત્યા પછી આખા રસ્તામાં કરમચંદને એવું લાગતું હતું કે આ વ્યક્તિનો અવાજ ખૂબ પરિચિત છે, અને ઘણી વાર સાંભર્યો હોય તેમ લાગ્યું, તેનું મગજ તે યાદ કરતું રહ્યું ને ફાર્મ હાઉસ ક્યારે આવી ગયુ તેની ખબર ન રહી. આખા દિવસની દોડધામ પછી ડ્રાઈવરને છૂટો કર્યો અને પોતે શાવર લઈ અને બહાર આવ્યો ત્યારે, તેના ફોનમાં યાકુબનો મેસેજે જોયો એટ્લે કરમચંદે વિલંબ વગર તેને ફોન જોડ્યો, સામેથી યાકુબનો અવાજ આવ્યો, યાર તું પણ મને યાદ કરીશ, ચાલ તારા દોસ્તનું કામ થશે, તેને અસલ પાણીદાર હીરો " હિંદે-નૂર" મળે તેમ છે, તેને કહે પૈસા તૈયાર રાખે.

ફોન પત્યો ત્યાં સુધીમા ફાર્મ હાઉસના ચોકીદારે ગરમાં ગરમ ખિચડી અને કઢી બનવેલ તેને ન્યાય આપી કરમચંદે ખાટલે લંબાવ્યું ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા, અને કરમચંદ ખાટલામાં પડતાં સૂઈ ગયો. સવારે ઊઠીને ફાર્મમાં આંટો મારતો હતો ત્યાં ફોન આવ્યો, સામે છેડે જગજીવનદાસ હતા અને કહેતા હતા કે કરમચંદ તું, રોમી અને દસ્તૂરને મળીને ઈન્સ્યોરન્સ ક્લેઈમ છૂટો કરાવ.કરમચંદે પોતે બહાર છે, અને આવશે એટ્લે અટેન્ડ કરશે તેવી હૈયા ધારણ આપી.

ફોન પતતા વેત કરમચંદની શેતાની ખોપરીમાં કીડા સળવર્યા, તેને તરત જ સમજાઈ ગયુંકે ગઈ કાલે ઈવેન્ટ મેનેજમેંટ માટે વાત કરતાં સામા છેડેનો અવાજ કેમ પરિચિત લાગતો હતો....?

દ્રશ્ય :- નવમું, વિનય દીકરા, તારા જેવો હોશિયાર અને કાબેલ ઝવેરાત માટે એકલી પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી ઉપર આધાર રાખે તે મને ગોઠતું નથી.

જગજીવનદાસનો ફોન પત્યો કે તરતજ,કરમચંદે જોગલેકરનો ફોન લગાવી જણાવ્યુ કે પોતે કાલે બપોરે મળશે અને ત્યાં સુધી વિનય – અને જગજીવનદાસની હિલચાલ ઉપર નજર રાખવા જણાવ્યુ

બીજે દિવસે સવારે કરમચંદ,રોમી સાકરવાળાની ઓફિસે પહોચી બાવાજીને વધાઈ આપે છે કે હિંદે નૂર ક્યાય ગયો નથી તે જડી ગયો છે, ત્યારે રોમીને નવાઈ લાગી. અને તેઓને બપોરે બે વાગે પોલિસ સ્ટેશન અવવા કહી કરમચંદ પોતાની ઓફિસ ગયો અને પોતાની તપાસના મુદ્દાની નોટ બનાવી મહારાષ્ટ્ર સ્ટેટના ગૃહ સચિવ પાસે પહોચી કેટલાક વોરન્ટ ઈસયુ કરાવ્યા અને જોગલેકર પાસે પોલીસ સ્ટેશન પહોચ્યો ત્યારે પાછો લંચ ટાઈમ હોઈ બંને સાથે જમ્યા અને યોજના પ્રમાણે વારા ફરતી જગજીવનદાસ અને વિનયને ઈન્ટ્રોગ્રેસન માટે મુંબઈથી દૂર પોતાના પનવેલ ફાર્મ હાઉસ ઉપર બોલવવા તેવું નક્કી. અને બાકીના શકમંદ આરોપીમાં કુરેશી અને ટ્રેડ -સેંટરના સિક્યોરિટી સ્ટાફની પૂછપરછ જોગલેકર કરે તેનું નક્કી થયું.

જમાનાના ખાધેલ અને કઈક જટિલ અંધારી આલમના કેસની ગૂંચ ઉકેલનાર કરમચંદની પૂછપરછ માટેની રીત નિરાળી હતીપૂછપરછ દરમ્યાનની તેની આત્મીયતા પાછળની શિયાળથી પણ અધિક લૂચ્ચાઈ ભલભલા ખૂંખાર ગુનેગારની નજરમાં આવતી નહીં, અને કરમચંદ વાતચીત દરમ્યાન તેઓના મનમાં ધરબાયેલી વાત સિફ્તથી કઢાવી લેતો અને ના બોલવાની વાતો, વાત -વાતમાં ખુલ્લી કરાવી દેતો.આમ કરમચંદ સંભવિત ગુનેગારોને સાયકોલોજિક ટ્રીટમમેંટ આપતો અને માર-ઝૂડ કે થર્ડ ડિગ્રીનો રસ્તો અપનાવવાથી દૂર રહેતો અને તેની ગુનાના મૂળ સુધી પહોચવાની ક્ષમતાની આ આગવી રીત મહત્વની ચાવી હતી.

યોજના પ્રમાણે પહેલા જગજીવનદાસને તેડાવ્યા, તેઓ સાથે વિનય પણ આવેલો હોઈ, જોગાનુજોગ પૂછપરછ માટે સરસ મેળ પડી ગયો.કરમચંદ ઘણા સમયથી તેઓને જાણતો હોઈ, અંહી તેનું કામ આસાન હતું, પણ કરમચંદ કોઈ જોખમ લેવા માંગતો નહતો.કારણ કે વિનયના ફિંગરપ્રિંટ ઉપર મોટું મસ પ્રશ્નાર્થ ચિન્હ હતું !, તેણે જોયું કે વિનયની સરખામણીએ જે ડી, વ્યગ્ર અને ખૂબ વ્યથિત હતા, તેઓ બોલ્યા વીમાના પૈસાને શું કરું?, "હિંદે-નૂર" મારા જીવનનું નૂર હતું, અને તેને ક્ષશાત લક્ષ્મી તુલ્ય ગણી વાર તહેવારે તિજોરીની બહારની તાજી હવામાં લાવી આદર કરતો હતો, તે હવે મારાથી નહીં થાય તેનું જે દુખ છે તેની સામે કોઈપણ રકમ મારે માટે કાગળના ટુકડા સમાન છે, કરમચંદ, મારો વાહલો હીરો શું ગાયબ થયો ?...મારો તો પ્રાણ ગયો એમ સમજ ! ઓકે જે ડી, આઈ અંડરસ્ટેન્ડ યોર સેંટિમેંટ્સ, તું આરામ કર હું, આ તારા ભાવિ જમાઈને મારૂ ફાર્મ બતાવી હમણાં આવ્યો.

તે પછી કરમચંદ વિનયને લઈ ફાર્મમાં ગયો અને થોડા વિનયના વખાણ કર્યા, વિનય દીકરા તે આ જેડીનો ધંધો સાંભળ્યો તે સારું કર્યું, તે બિચારાને ઘડપણમાં આરામની જરૂર હતી. પણ, હા મને અંહી એક સંશય જરૂર છે, તારા જેવો હોશિયાર અને કાબેલ ઝવેરાત માટે એકલી પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી ઉપર આધાર રાખે તે મને ગોઠતું નથી. શું તમે બીજી કોઈ કાઉન્ટર એરેંજમેંટ નહતી કરી..? આટલું પૂછી કરમચંદે મેસ્મેરાઈઝ્ડ નજર વિનયની આંખ ઉપર ટેકવી.મોન્ટીએ ચાર પાંચ સેકન્ડમાં કેટલાય સૂક્ષ્મ રંગોની ગેલેક્સી વિનયની આંખમાં ઉભરાતી જોઈ. વિનય આમ અણધારેલ સવાલ માટે તૈયાર નહતો, પણ તેણે કુનેહથી સ્વસ્થતા મેળવી વાતોની કડી મેળવતા બોલ્યો.. અંકલ..તમે તો જાણો છો, સિક્યુરિટીની બાબતમાં પપ્પા અને ગોવિંદભાઈ સાથેના શેઠના સબંધ કેવા છે, એટલે ગોવિંદ ભાઈ જ્યાં હોય ત્યાં હું કઈ કરું તે વ્યાજબી ગણાય ? પણ મે બધે નહીં પણ હીરાના કાઉન્ટરમાં બટન કેમેરા લગાવેલ છે અને તેની કેપેસિટી ૨૦૦ કલાકની છે, તે હજુ જોઈ નથી શક્યો કારણકે કે સાઈટ લોક છે, આપણે તેનું એસેસમેન્ટ કરીએતો કદાચ કોઈ કડી મળે અને પપ્પાની મુઝવણ દૂર કરવામાં કોઈ સગડમળે.કરમચંદે પોતાના મનના આવેગ ઉપર કાબૂ રાખી બંનેને રવાના કર્યા.

આ બાજુ જોગલેકર અને તેની ટીમની થર્ડ ડિગ્રી સામે કુરેશીએ હાર કબુલી પોપટની માફક એકરારનામું નોધાવેલ હતું તો, અને સિક્યુરિટી એજન્સી તરફથી કોઈ નોધપાત્ર વિગત ના મળી, તેને કુરેશીને લોક અપમાં રાખી તે કરમચંદની રાહ જોતો હતોત્યાં સેંટરલ હોલના "હિંદે-નૂર"હીરાના કાઉન્ટરમાં બટન કેમેરાના ફૂટેજ માટે કરમચંદનો ફોન આવ્યો.

હવે તે દરમ્યાન બટન કેમેરાના ફૂટેજ આવીગયા હતા તેમાં સ્પષ્ટ રીતે રૂખસાનાની ઓળખ છતી થઈ હતી, તેનો 8 સેકન્ડની હીરાની ઉઠાંતરીની હિલચાલ આબાદ રેકોર્ડ થયેલી હોઈ જોગલેકર તો રાજીના રેડ થઈ રીલેક્સ થયો હતો અને રૂખસાનાને એરેસ્ટ કરવા માટે ઓર્ડરની રાહ જોયા વગર તેને પણ પકડી લોક અપમાં નાખી દીધી. અને કરમચંદ આવ્યો ત્યારે તેને વિગતથી વાકેફ કર્યો.

કરમચંદે હાલમાં કશુજ પ્રેસ કે મીડિયામાં ડિસ્કોજર આપવાની મનાઈ કરી કુરેશી અને રૂખસાનાના એક્સેસ્સ લીધા....

દ્રશ્ય: દસમું - કરમચંદની કમાલ અને મુંબઈ શહેરમાં ધમાલ..

સવારના છાપામાં હેડ લાઈન હતી, હીરા ઉઠાંતરી કરનાર રૂખસાનાએ ગુનાના કબૂલાતનામાની ચિઠ્ઠી સાથે હીરો પરત કરી પોલીસ કસ્ટડીમાં કરેલ આપઘાત, - માનવ અધિકાર પંચે જોગલેકર અને કરમચંદે કરેલ સંભવિત ટોર્ચર (સખખ્તાઈ) સામે નોધવેલ વિરોધ.

આશિયાનામાં સવારના છાપાએ ઉત્સાહ ફેલાવી દીધો હતો બધા ખુશ હતા એક માત્ર વિનય અપસેટ હતો, આમ ટૂંકમાં "હિંદે-નૂર" હીરો પરત મળવાનો હોઈ સૌ કોઈની ખુશાલી વ્યાજબી હતી, આવા સમયે વિનયની નિશ્ચેત – અને અકળામણ અસ્વાભાવિક લાગતા જગજીવનદાસે પૂછ્યું, બેટા કેમ તબિયત બરાબર નથી કે શું ? ના પપ્પા, કાલે રાત્રે ફોન હતો મારા માસી સખત બીમાર છે અને તેથી હું થોડો અપ્સેટ છું, …ઓહ ઓહ ઑ ઑ.. એમાં શું તું જા તારા માસીની કાળજી લે, .

જોગેશ્વરીમાં આવેલ તેના આવાસે, જ્યારે વિનય પહોચ્યો ત્યારે અગિયાર વાગી ચૂક્યા હતા, હળવેથી તેના ઘરમાં આવ્યો અને સીધો તે રસોડામાં ગયો અને ફ્રિજ ખોલી આઈસ-ટ્રે કાઢી તેમાં ચોથા નંબરના ખાનામાંથી ક્યુબ કાઢી તેને પાણીના ગ્લાસમાં નાખી ગ્લાસમાં પાણી ભરી તે ક્યુબ હલાવતો હતો, ત્યાં એકાએક જોગલેકર પાછળની બાલ્કનીમાંથી નીકળી આવ્યો, મિસ્ટર શબ્બીર ઉર્ફે વિનય યુ આર અંડર એરેસ્ટ.

દ્રશ્ય: આગિયારમું - કબૂલાત નામું

મુદ્દા-માલ સાથે રંગે હાથ આરોપી જ્યારે ઝડપાય ત્યારે જોગલેકર શાંત રહે ખરો ?, તેની આગવી ખાતીરદારીથી વિનયે બધા રાઝ ઓકી લીધા.

હાજગજીવનદાસને એલેક્સ ઈવેન્ટના ભાગીદાર રાખી કુરેશી, રૂખસાના અને હું, તેઓની જવેરાત બજારમાં શાખને કારણે ધંધો મેળવતા, પણ રાતોરાત અમિર બનવાના ખ્વાબમાં ચોરી કરી. છેલ્લી બે ચોરીમાં મને અને રૂખસાનાને મામૂલી રકમ મળેલી, એટ્લે આ વખતે સરખો હિસ્સો મળશે તે ખાતરી મળતા મોટો દાવ મારવાના આશયે અમે નક્કી કર્યું કે મારે કોઈ બીજા નામે જગજીવનદાસનું દિલ જીતી લેવું અને તેઓ પાસે રહેલો "હિંદે-નૂર"હીરો તફડાવા માટે સંજોગો ઊભા કરવા. આમ છેલ્લા છ મહિના દરમ્યાન કુરેશી સાહેબની યોજના મુજબ અમે યુ પી સ્ટેટના એક મરેલ ગુનેગારની આંગળીના પ્રિન્ટ વારા મારા માપના સિલિકોન મોજા બનાવ્યા, જે મેદિવસ રાત સતત પહેરી રાખ્યા અને કોન્ટેક લેન્સ અને બનાવટી ડેન્ચરથી મારો લુક બદલી દિવસ રાત એક કરી શેઠનો વિશ્વાશ જીતી તેઓને હીરા- ઝવેરાતના પ્રદર્શન માટે મનાવ્યા.

અને પ્રદર્શનના બીજા દિવસે રૂખસાનાએ "હિંદે-નૂર"હીરાની બરફની રેપલીકા લઈને આવવું અને, તે સમયે કુરેશી સહેબ ટોઈલેટના હેન્ડ ડ્રાયર ને ટ્રીપ કરી પાવર થોડી સેકંડ માટે ગુલ કરે અને તે દરમ્યાન મારી મદદથી ફ્રેમનું ડિજિટલ લોક ખોલી, અસલી હીરો ફ્રેમમાથી બહાર અને રેપલીકા તેમાં સરકાવી રૂખસાનાએ અસલી હીરો લઈ નીકળી જવું, તેવું નક્કી થયેલ મને વિચાર આવ્યો, ક્યાં આ દોડધામ વારી જિંદગી? અને ક્યાં આશિયાના માલિકની બાદશાહી, શેઠ સામે ચાલીને તેમની છોકરીને પરણાવવા માગે છે ત્યારે મો ધોવાના જવાય, એમ વિચારી એક ખતરનાક પ્લાન ઘડ્યો, હીરાની ફ્રેમમાં બટન કેમેરા લગાવી કુરેશી અને રૂખસાનાને સપડાવી આ દોડધામ વારી જિંદગીમાંથી છૂટી અને આશિયાના માલિકની સાહબી ભોગવવી, .

અને કુરેશીના અભેદ પ્લાન અનુસાર તે પ્રમાણે પ્રમાણે થયું પણખરું. હીરો પ્રદશનની ફ્રેમ માથી બહાર આરામથી મારા કબ્જામાં આવી ચુક્યો હતો, પરંતુ તે ઘડીએ મારૂ મન ફરી ગયેલું હતું જેનાથી કુરેશી કે રૂખસાના વાકેફ નહતા.

ઘટનાને અંજામ આપવામાં કાબેલ રૂખસાનાએ કોઈ ભૂલ નહોતી કરી અને ચંદ-સેકન્ડમા પાવર આવતા અને પ્રદશન પત્યા પછીની ફોટો ગ્રાફીમાં ફ્રેમમાં દેખાતો હીરો તે બરફનો ટુકડો છે તેનો જરા સરખો પણ કોઈને ખ્યાલ નાઆવ્યો અને. તે પછી સતત મે અગાઉના દિવસોમાં ગોઠવેલ હાઉસ કીપીંગના નામે ગોઠવેલા ડસ્ટ બીનો ઉપર નજર રાખેલી અને ચોરીના દિવસે રાત્રે જ્યારે, ડસ્ટ બીન માથી રૂખસાનાનું પર્સ લઈ સિક્યુરિટી -વાળો આવ્યો ત્યારે મે તે પર્સમાં રહેલ હિરાને સિફતથી સરકાવી પાકીટ પરત કરતાં કહ્યું રાખો કોઈ આવે તો પાછું આપજો નહિ તો પર્સની રકમ તમે વહેચી લેજો.

આ પછી રાત્રે પાછા વળતાં મારી યોજનાના બીજા અને અંતિમ ચરણના ભાગ રૂપે.... રૂખસાના તથા કુરેશીને ફોન કર્યો..કે સેંટરલ હોલમથી તફડાવેલ હીરો નકલી છે, જવેરીબજારમાં હું સક્રિય હોવાથી કાચના ટુકડાને પહેલ પડવડાવા તે મારા માટે મામૂલી કામ હતું તે મે પહેલેથી પાર પડેલું હતું, અને અસલી હીરો, મે અંહી છુપાવ્યો હતો.આજના સવારના સમાચાર પત્ર જોતાં હું અપ -સેટ હતો, શું રૂખસાનાએ મારા આવાસ માથી હીરો લઈ લીધો છે ?

હું કોઈ પણ કિમતે જીતેલી બાઝી હારવા માંગતો નહતો, એટ્લે હું અંહી સત્વરે આવ્યો. અને જોયું કે... તે હીરો સલામત હતો.

પરંતુ સાહેબ અસલી હીરો તો મારી પાસે છે, તો રૂખસનાએ મરતી વખતે તમને આપેલો હીરો તે ક્યાથી લાવી ?, જોગલેકર મુંછે તાવ દેતા બોલ્યો, એ... અમે પણ જુઠ્ઠું બોલયા, .. કેમ જુઠ્ઠું તું એકલોજ બોલી શકે ? રૂખસાના જીવે છે અને સલામત છે.તું શું સમજે છે તારી જાત ને, આજે જો ચોરનારની ચાળીશ તો ચોકિયાત નીચારસો નઝર છે, તું અને કુરેશી મરેલા લાલિયા ખૂંટના ફિંગર પ્રિન્ટ વાપરી અમને ગોટે ચડાવશો તે દિવસો હવે ગયા.

બીજે દિવસે ફરી પછી મુંબઈ શહેરમાં ધડબડાટી બોલી.. ગઈ કાલે જે લોકો પોલિસ ડીપારમેંટ અને કરમચંદની પાછળ હતા તે જ લોકો આજે આરતી ઉતરતા હતા. કેમ ના ઉતારે ? અંહી આજે એક નહીં ત્રણ ચોરીનો ભેદ ઉકેલાતો હતો. ત્યારે રોમી સકારવાળાને કોઈ યાદ નહતું કરતું.. પણ રોમી તો આજેય કહે છે..તેનસન નહીં લેવાનું ડિકરા.......

કરમચંદ જાસૂસ અને તેની સાથીદાર એજન્ટ કેટી નાથુએ બનાવેલા ગરમાગરમ સમોસા અને ચાય સાથે કેસની ગૂંચ ઉકેલવા બદલ એકબીજાને બિરદાવી રહ્યા હતા ત્યારે તેના ફોન ઉપર ગુપ્તાજીનો ફોન આદેશ આપતો મેસેજ હતો કે, તે સત્વરે એરપોર્ટ પહોચે ત્યાં ચાર્ટર ફ્લાઈટ તૈયાર છે અને તેને મિશન “સોને કી ચીડી’ માટે કામે વળગવાનું છે. કરમચંદે બેગ ઉઠાવી માથે બોલર હેટ અને આંખે ગુચીના ગોગલ્સ ચડાવી, તે સડસડાટ એરપોર્ટ જવા નીકળ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Action