Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

HEMILKUMAR PATEL

Romance Thriller


3  

HEMILKUMAR PATEL

Romance Thriller


કિસ: રોમાન્સનું રહસ્ય

કિસ: રોમાન્સનું રહસ્ય

7 mins 643 7 mins 643

આપણે ઘણી બધી પ્રેમ કહાની જોઈ હશે સાંભળી હશે, ફેસબુકવાળી ઇન્સ્ટાગ્રામવાળી જીવનસાથીવાળી કે કેટલી પણ, પરંતુ આ પ્રેમ કહાની કંઈક અલગ રીતે ચાલુ થઇ. નવાઈ ની વાત એ છે કે આવી પ્રેમ કહાની ખાલી ચોપડા માં જ સારી લાગે, હકીકત ના બની શકે. તો આમાં ઘણું બધું અલગ થતું જોવા મળશે.  

           એક છોકરો હોય છે જેનું નામ જીલ હોય છે, એ કોલેજ ના એડમિશન મળ્યા પછી કોલેજ ના થોડા દિવસ માં કોલેજ રેગ્યુલર ચાલુ થઇ જાય છે. થોડા દિવસ જતા જાય છે એ બધાને હેલ્પ કરતો હોય મસ્તી મજાક કરતો હોય તેમજ ઘણા દોસ્ત પણ બન્યા હોય છે. તેવા સમય માં થાય છે કંઈક આવું કે તે કોલેજ ના મેદાન માં એક બાંકડા પર બેઠો બેઠો થોડોક ઊંઘમાં આવી જાય છે. તો થોડોક સમય નીકળતો જાય છે તેવા જ વખતે એક છોકરી દૂર થી આવતી હોય છે જીલ તો ઊંઘી ગયો સમજો. પણ એવા સમયે એ છોકરીનું મોઢું દેખાતું નથી તેવા સમયે તે જીલ ને આવી હોઠ ટુ હોઠ કિસ કરીને તરત ભાગી જાય છે. જીલ ઊંઘ માંથી ઉઠી જાય છે બુમ પાડે છે પણ એ છોકરી જરાય પાછું જોયા વગર નાસી જાય છે. તેના બાંકડા પર એક ચિઠ્ઠી પડી હોય છે તે ખોલીને વાચે છે. 

જીલ : આપણે કોલેજ માં હજુ આવ્યા છીએ તો કોલેજ માં આવી મસ્તી પણ હું કરીશ. કોલેજ પુરી થતા પહેલા હું કોણ છું તે કહી દઈશ, તેની પહેલા તમારે મને શોધવી પડશે. અને હા હું તમારી આજુ બાજુ જ હોઈશ. શોધીને જોજો, ત્યાં સુધી હું તમને હેરાન કરતી રહીશ. હું સામે નઈ આવું. આઈ લવ યુ

(હવે ચીઠી બંદ કરીને મનમાં બોલે છે. )

જીલ : આજ કાલ કોઈ છોકરી ગર્લફ્રેન્ડ બનાવવા નઈ મળતી આ તો સામેથી આવે છે. મને કોઈ ગમાડતું નથી અને આ સામેથી! પણ આવી રીતે ના લલચાવી શકાય. શોધવી કઈ રીત? પણ શોધવી તો પડશેને.

(પણ પછી તે ક્લાસ માં જાય છે. અને તેના બધા ફ્રેન્ડ તેને જોયે ને સોક માં આવે છે.)

ઋત્વિક: શું થયું લ્યા ?

જીલ: અરે દીક્ષા ધ્રુવી અને કોમલ, તમે લોકો અડધો કલાક પહેલા ક્યાં હતા?

દીક્ષા: અમે તો કેન્ટીન માં અસ્સાઈમેન્ત ગુન્તતા હતા.

જીલ: સાચું ને.

ઋત્વિક: હા લય કેમ શું થયુ?

જીલ: આ ચિઠ્ઠી વાચ.

(ઋત્વિક ચિઠ્ઠી વાંચે છે અને બીજા પણ વાંચે છે.)

ઋત્વિક: અહિયાં કોઈ છોકરી ની મળતી ને તને ડાયરેક્ટ છોકરી. આવા સારા નસીબ લઈને ક્યાંથી આવ્યો ભાઈ તું? 

જીલ: નસીબ ની વાત નથી ચાલતી અહિયાં.

કોમલ: પણ આ છોકરી કઈક બીજું ઈચ્છે છે.

જીલ: હા. 

   જીતવાનું મન નથી માનતું, ત્યાં વખત નો એક પ્રશ્ન આવ્યો.

      વિચારું છું ત્યાં, જ્યાં મને તક નથી મળતી.

   છે કોઈ પ્રશ્ન, પણ કદાચ તેનો કોઈ જવાબ નથી,

     અને છે કોઈ જવાબ તો એકાંત નું મહત્વ છે તેના માટે.

એકલી રહીને વાત કરતી હોય તેવું લાગે છે મને. કદાચ કોઈ સપોર્ટ નથી.

કોમલ: કેમ સપોર્ટ નથી એટલે? 

જીલ: આખી કોલેજ માં હું જ એને મળ્યો આટલા બધા માંથી કૈક તો મેસ્સેજ છોડે છે મને.

દીક્ષા: શું હોઈ સકે?

જીલ: તેજ શોધવાનું છે. કઈક ભૂલ એને કરી હોય તો જડ્પાય. એ દુર થી દોડતી આવી આખો મારી બંદ પચ્ચી કીસ કરીને પાછી દોડતી થઇ ગયી. અને દોડતા દોડતા, એક મિનીટતેના બેગ માંથી પીન પડી હતી. ચાલો એ રસ્તે શોધવા.

(જીલ અને તેના ફ્રેન્ડ એ બધું જોવે છે જીલ ને પીન મળે છે.)

જીલ: આ રહી પીન. આવી તો પીન કોઈના નજર માં ની આવી કોઈ ની બેગ માં આવી પીન મેં ની જોયી.

કોમલ: આ પીન તો, ના આવી પીન ની આવી નજર માં.

જીલ: પીન અહિયાં છે, અગર તે છોકરી કલુ મુક્તિ હોય તો બેગ આગળના રસ્તે ક્યાંક નાખી દીધું હશે ચેક કરો તો.

(પછી બધા લોકો બેગ ચેક કરવા નીકળે છે ને ઋત્વિક ને બેગ મળે છે.)

ઋત્વિક: ભાઈલા બેગ મળ્યું. બેગ તો હલકું છે તો છોકરી પણ હલકી હસેને.

જીલ: એટલે?

ઋત્વિક: જાડી છોકરી જાડુ બેગ. આ તો પતલી છોકરી ની ઓકાત નઈ ને વજન વાળું બેગ ઉચકવાની.

હાસ હાસ બુમો પડે.

દીક્ષા: એ ઋત્વિક બોલવામાં સરમ છે?

ઋત્વિક: ના ઘરે મુકીને આયો.

જીલ: અરે એ બેગ ખોલીને જોને ટેન્સન થી લાલ થઇ ગયી છે.

ઋત્વિક: ખોલું છું.(બેગ ખોલે છે તેમાંથી ૧૪ ફોટા નીકળે છે.) આ અમુક લોકોના ફોટા છે.

જીલ: ઉમર માં મોટા લાગે છે. કોઈ ઓળખે છે? તમે કોઈએ કોલેજ માં જોયા હોય. 

કોમલ: ના હજુ નથી જોયા આ લોકોને.

જીલ: મારા નજર માં પણ નથી આવ્યા આ લોકો.

દીક્ષા: શું મેસ્સેજ છોડે છે આ છોકરી?

ઋત્વિક: કઈક મોટો કાંડ લાગે છે.

જીલ: મને પણ. અને આ લવ સ્ટોરી ની કહેવાય સર્ચિંગ સ્ટોરી કહેવાય.

ઋત્વિક: તારા મોથોમાં ગોળ પાણી.

જીલ: છોકરી અત્યાર સુધી માં કારેલાનું સાક ખવડાયા ગયી છે, પહેલા ચિઠ્ઠી પછી ફોટા.

   ના મને તારી મજબૂરી લાગે છે 

     કે ના તારી કોઈ ખ્વાઈસ,

   આમને આમ વખત સમય નો જશે 

    ને વાતો તારી એમને એમ.

   કઈ નવું છોડ, મળે.

ઋત્વિક: સાચું હવે હું કહું? આ ફોટો માં એક ફોટો બીજો છે જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. આપડે તેને ફાઈન્ડ કરવું પડશે.

જીલ: ના ફોટો વાળા વ્યક્તિ પહેલા મળશે પછી તે છોકરી. તે છોકરી નો માર્ક છે. હવે તમે એક એક કોપી લઇ જાઓ અને શોધો ઓનલાઈન, અને ફાઈન્ડ કરો.

(જીલ હોસ્ટેલ માં રહે છે અને બીજા પોતપોતાના ઘરે તેને ફાઈન્ડ કરે છે. બીજા દિવસે કેન્ટીન માં બધા ભેગા મળે છે.)

જીલ: કઈ મળ્યું?

કોમલ: ના.

ઋત્વિક: મળવામાં કઈ નહિ મળ્યું પણ એક આમાનો માણસ આપની કોલેજ માં દેખાયો અને તે માણસ કોલેજ માં ક્યાંક જતો હતો.

જીલ: આપના કોલેજ માં જ. તો તો આ છોકરી કઈક મેસેજ આપે છે.

દીક્ષા: હા મને એમ લાગે છે કે આ લોકો આ છોકરીને ઓળખતા હશે.

જીલ: નઈ ઓળખતા હોય. ઓળખતા હોત તો છોકરી આપને આવા લોકોને શોધવાનું નહિ પણ ડાયરેક્ટ માંલાવાનું જ કરેત. આ છોકરી ને આ લોકો સાથે કઈ એવું થયેલ છે જેની જાણ આપણને કરે છે. 

દીક્ષા: તો શું હોઈ સકે?

જીલ: કાતો લગાવ કાતો દુશ્મની.

કોમલ: દુશ્મની હોત તો ડાયરેક્ટ આપણને કહી દેત. લગાવ તો ના હોય પણ આ લોકો કઈ છુપાવતા હશે.

જીલ: તમે લોકો તે ફોટાના માણસોને ફોલ્લોવ કરો. લેતસ ડુ ઈટ.

(બધા લોકો પોત પોતાની રીતે અલગ અલગ જગ્યાએ તેમને જોઈને પાછા કેન્ટીન માં ભેગા થાય છે. )

ઋત્વિક : મને કંઈક મળ્યું છે. આ લોકો એક ગ્રુપ ના જ છે, અને આ લોકો પ્રોફેસર છે. તે પહેલા પ્રોફેસર ના એક્સપેરિએન્સ લીધેલ છે અલગ અલગ કોલેજ માં. તેમના થોબડા જોઈને હું લેપટોપ લઈને ગાર્ડનમાં બેઠો હતો. પછી એવી ન્યૂ મળી કે આ લોકો બેંગ્લોર માં રહેતા હતા. જીલ તું બેંગ્લોરનો છે ને. 

જીલ : હા. 

(પછી તે છોકરીને પાછી યાદ કરે છે. કે કઈ રીતે તે દોડતી આવી ને કિસ કરીને પાછી દોડી ગઈ. અને અચાનક રોઈ જાય છે.)

દીક્ષા : શું થયું જીલ? 

જીલ : જ્યાથી હું ભાગીને અહીં આવ્યો તે પાછું મારી સામે આવ્યું. ચાલો હું તમને પૈસા આપું અને તમે લોકો બેંગ્લોર જાઓ. મને છોકરી મળી ગઈ. હું તમને બેંગ્લોર થી આવો એટલે સમજાવીશ. 

(પછી બેંગ્લોર માટે રવાના થાય છે. થોડા દિવસ માં પાછા મળે છે આ લોકો તે જ કેન્ટીનમાં. )

ઋત્વિક : કઈ જ ના મળ્યું. 

જીલ : તમે ગયા એટલે એ છોકરી પણ મળી ને આ લોકો કોણ છે તેની ન્યૂઝ. બેંગ્લોર મોકલ્યા તમને અલગ અલગ ટાઈમમાં. તો એનો ફાયદો ઉઠાવી એ છોકરી ગયી નઈ જેને મને કિસ કરેલી. તે મને અહીંયા પીછો કરતી ને હું શું કરું તેનું ધ્યાન રાખતી. પછી ખબર પડી કે મારા લાઈફ માં આ છોકરી બહુજ પહેલાથી છે. તે છોકરીને એમ લાગેલું કે હું ભૂલી જઈશ તેને. બેટા એ બાળપણ મને હજુ યાદ છે. હસતા રમતા જોડે ખાતા. હવે શામ્ભલો. 

[હું નાનો હતો અને છોકરી પણ નાની નામ દિવ્યા હું તેને દિવું કરીને બોલાવ્તો. અમે બહુજ ખુશ હતા પણ એક દિવસ એવો આવ્યો અમે હોટેલ માં જમવા ગયા પાપાએ મને ને મમ્મી ને સ્વેટર લાવવાનું કહ્યું કારમાંથી. અમે નીચે ગયા ને બૉમ્બ બ્લાસ્ટ થયો અને બધાજ મરી ગયા.]

જીલ : પણ હું એને ભૂલી ના શક્યો કે બીજી છોકરીને મારા લાઈફ માં આવવાનું ના દીધી. હું રોજ રાત્રે એકલો રડતો તે દિવસ યાદ કરીને. હું રોજ મારતો હતો દિવું. મારે જીવવું અગરુ હતું છતાં પણ જીવતો.

દીક્ષા : દિવ્યા છે કોણ? 

જીલ : જ્યારે ફોટો વિશે માહિતી લાવવા કહ્યું મેસેજ તમને લોકોને તો તે છોકરી એટલે કે દિવ્યાની પાછળ હું તેના ઘરે ગયો અને આ ફોટો ની બધીજ ડીટેલ તેને રાખેલી તેના ઘર માં. મને ખબર હતી તે મારી જ દિવ્યા છે. બરાબર ને કોમલ.

દીક્ષા : કોમલ? 

જીલ : હા કોમલ. તું જ દિવ્યા છે. તે તારું મોઢું છુપાવ્યું પણ તારા હોઠ નઈ. હોઠ માં ઉભો કાપો તે વખતે જોઈ ગયો હતો. મને ત્યારે જ ખબર પડી તું કોઈ ઓળખીતી છે. જ્યારે તારો પીછો કરી તારા ઘરે ચોરીછુપી આવ્યો તો તરત હું પાછો હોસ્ટેલ આવ્યો અને હું બહુજ ખુશી થયો. મારી દિવ્યા આવી ગયી મારી પાસે પાછી. એક વખત પણ ના કહેવાય તું જીવે છે? 

દિવ્યા : ના જીલ હું જોતી હતી તને યાદ છે કે ભૂલી ગયો.

(બંને જન ગળે મળીને રડવા લાગે છે.)  

દીક્ષા : કેટલા સમય ના છુટ્ટા પડેલા આજે મળ્યા.

દિવ્યા : હા. જ્યારે જીલ સ્વેટર લેવા ગયો ત્યારે તેના પાપા એ મને મફલર લાવવા કહ્યું હું પણ નીચે આવી પછી તરત બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે હું ઉછળીને ગાડીના કાચ તોડી અંદર જાય તેટલા જોરથી હું ફગાઈ. પછી હું એકલી ગમે તે કરીને રહી. અને થોડા દિવસ પહેલા તારું ફેસબુક એકાઉન્ટ મળ્યું. અને તેમાં બાળપણ ના ફોટા મળ્યા અને હું તને શોધતી શોધતી અહીં આવી ગયી. 

જીલ : પહેલા દિવસ થી મને ખબર હતી પણ તું બોલે એની રાહ જોતો. તું પણ મારા વગર કઈ રીતે રહી હોઈશ!

દિવ્યા : નહોતી રહી સકતી. એમ થતું કે બૉમ્બ બ્લાસ્ટ માં બધા જ મારી ગયા હોત તો સારું હોત. પણ હવે જીવ્યા તો જીવવું પડશે.

જીલ : અને પછી તું ફાઇન્ડ કરવા લાગી એ બૉમ્બ બ્લાસ્ટ માં કોનો હાથ. તો આવા પ્રોફેસરનો. મને ખબર છે આ કોલેજમાં આ આતંકવાદી શુ કરવાના. બૉમ્બ ક્યાં મુકેલા તે આપણે પોલીસને કહીશ દઈએ ને જીવન નવું ચાલુ કરીયે.

(પછી પોલીસને પકડાવીદે છે ને જીલ અને દિવ્યા નવું જીવન ચાલુ કરે છે.)


Rate this content
Log in

More gujarati story from HEMILKUMAR PATEL

Similar gujarati story from Romance