Raj Nakum ( ઘાયલ )

Abstract Inspirational

3  

Raj Nakum ( ઘાયલ )

Abstract Inspirational

ખુશીનું દવાખાનું - ૧

ખુશીનું દવાખાનું - ૧

26 mins
14K


"અરે મને જવા દો તમો મારે ડો. રાજને મળવું હે…" એક પહાડી અવાજ ના પડખા આખા દવાખાનામાં પડતા હતા. બહાર ઉભેલો કારકુન તેને રોકી રહ્યો હતો. "તમે અહીંયા બેસો એ સવારે આવશે હવે તો ત્યાં સુધી તમે અહીં રહો..." કારકુન બોલ્યો. તેને એક રૂમ આપી દેવામાં આવીયો હતો પછી આખા દવાખાનામાં ચુપી છવાઈ ગઈ. ખૂબ જ ઓછી હલચલ હતી દવાખાનામાં ક્યાંક દૂર કોઈ નાના બાળકના રોવાનો અવાજ આવી રહ્યો હતો.

સવારના નવ વાગી ગયા હતા. દવાખાનાની બહાર લોકોની હરફર વધી રહી હતી. બધા લોકો પોત પોતાના વારાની પરચીઓ લઈ લીધી હતી કારકુન પાસેથી અને ડૉ. રાજ નકુમની રાહ જોઈ રહ્યા હતા. ડૉ. રાજને હજુ છ જ મહિના થયા હતા રામપુર તાલુકાના દવાખાનામાં આવ્યા.

ભીડમાંથી અવાજ આવ્યો, "કેટલું સમય લાગશે સાહેબને આવતા…?"

ત્યાં કારકુન ડૉકટર સાહેબની ચા લઈને તેના ટેબલ પર મૂકે છે અને કહે છે, "બસ આવતા જ હશે." થોડીવારમાં જ કોઈ દવાખાનાની અંદર દાખલ થયું બધા તેમને જગ્યા આપવા લાગ્યા.

એ વ્યક્તિની પૂરેપૂરી ઉંચાઈ હતી, વાનમાં બહુ ગોરાપણું ન હતું પણ બધાની નજરમાં આવી જાય એવું હતું/ મુખ પર એક હાસ્યની ચિત્કારી જોવા મળી રહી હતી. સફેદ કોર્ટ જે ડૉકટર લોકો પહેરે છે તે એક હાથમાં લટકાળેલ હતો તે સીધો કારકુનને આપી દે છે અને કારકુન તે લઈને તે કોર્ટને સીધો તેમના ટેબલ પર મૂકીને તેમની ચા હાથમાં લઇને ડૉ. રાજની પાછળ જાય છે.

રાજનો એ નિત્યક્રમ હતો તે રોજે આવીને પેલા જુના દર્દીઓની તપાસ કરવા લાગે છે. તેમની સાથે દિપીકા જે દવાખાનાની નર્શ છે જે ફાઇલ લઈને બેડના નંબર મુજબ રાજને યાદ અપાવતી જાય છે કે તેને કયો રોગ છે અને તે કેટલા સમયથી દવાખાનામાં છે. રાજ બધાંને ચેક કરીને ટેબલ પર જાય છે.

પરચીના નંબર મુજબ બધા લોકો આવતા જતા હતા. રાજ બધાને ધ્યાનથી ચેકઅપ કરી રહ્યો હતો ત્યાં જ બહાર બધા લોકોનો અવાજ આવવા લાગ્યો હતો. પેલા રાજ તે અવાજ પર ધ્યાન આપતો નથી અને દર્દીને ચેક કરી રહ્યો હોય છે. ત્યાં જ તે અવાજ થોડો વધી જાય છે એટલે રાજ જલ્દી ઉભો થાય અને બહાર શું થઈ રહ્યું છે તે જોવા માટે બહાર પહોંચે છે ત્યાં કારકુન એક મજબૂત બાજુબન્ધ વાળો, પડછંદ વ્યક્તિ ઉભો હતો અને તેને રોકવાની કોશિશ પેલો કારકુન પોતાની પૂરી તાકાત લગાવી રહ્યો હતો.

આ વ્યક્તિના મોંમાંથી એક જ શબ્દ વારંવાર આવી રહ્યો હતો કે "મારે ડૉ. સાહેબને મળવું ખૂબ જરૂરી છે તમે મને જવા દો.

બીજા બધા લોકોનો વારો કપાઈ રહ્યો હતો એટલે તે લોકો પણ તેના પર રાડો નાખી રહ્યા હતા. "ભાઈ અમે પણ આયા ક્યુના બેઠા છીએ પેલા પરચી લય લે પછી જ મળવા દેહુ." બધા આ વાતમાં હા મિલાવી રહ્યા હતા.

રાજ બહાર આવે છે એટલે બધા જ ચૂપ થઈને મૂર્તિની જેમ ઊભા રહી જાય છે.

"શું થયું...? તમે બધા એટલો બધો અવાજ કેમ કરો છો?" બધા પેલા વ્યક્તિ તરફ જોવે છે.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Abstract