ખુશ્બુદિવસ
ખુશ્બુદિવસ
હું જ્યારે એમને પહેલી વાર મળી ત્યારે મને ખબર પણ ન હતી કે અમે મિત્ર પણ બનીશું. પણ હકીકતમાં તો આજે એ મિત્ર કરતા પણ વધારે ખાસ છે.
એ દિવસે તો એ ફક્ત એક અજાણ્યા શખ્સ હતા ને આજે જાણે એ જ યોગ્ય અને જાણીતા છે, ઘણીવાર એવું બને કે બીજા નવા લોકો આવે એટલે જુના મિત્ર ભૂલાઈ જાય પણ અહીં મારુ એમને ભૂલી જવું અશકય છે, કારણ કે તમે વ્યક્તિ કે તેનો સંબધ ભૂલી શકો, ભગવાન કે માણસ ભૂલી શકો પણ શું શ્વાસ લેવાનું ભૂલાય ? હૃદયનો ધબકાર ભૂલાય ?
શક્ય જ નથી બસ એમજ ગમે તે પરિસ્થિતિમાં એ મિત્ર તો મારાથી ના જ ભૂલાય.
એ મારી દરેક તકલીફનો ઈલાજ છે, બસ એક જ વાર એ અવાજ સાંભળી લઉ કે વાત કરી લીધી હોય તો ઘણી બધી તાકાત મળી જાય છે મને, કંઈજ કહ્યા વિના પણ મારાં મનનો ઘણો ભાર ઓછો થઇ જાય છે એમની સાથે હોઉ ત્યારે, કંઈજ ફરિયાદ વગર એમની બધી વાતો મને સ્વીકાર્ય છે, પાસે હોવું કદાચ શક્ય નથી પરંતુ સાથે હંમેશાં છું જ, મારી ખુશી નું કારણ છે એ, પણ કોઈ આ ક્યારેય નહી સમજે કે મારી ખુશી શું છે.
ફક્ત અક્ષરો નથી મારા માટે સૌથી વધુ અગત્યનું છે એ નામ, બસ એકજ વિચાર આવે છે કે ક્યારેય અજાણતા પણ મારા કારણે એ વ્યક્તિ ને ક્યારેય તકલીફ ના થાય, એમને ક્યારેક એવું ના લાગે કે એમનું સ્થાન મે કોઈ બીજાને આપ્યું છે, એ હંમેશા મારા માટે પ્રથમ પસંદગી જ બની રહે... મને અનાયાસે કે નસીબથી મળેલી મારી જિંદગીની અમુલ્ય ભેટ છે એ અને હવે મારી બીજી કોઈ માંગણી નથી જગતના નાથ પાસે... ૪ દિવસ પહેલા ખુશ્બુદિવસની શુભકામનાઓ પાઠવું છું.

