ખોજ
ખોજ
ખોજ – Count Samuel ની ડાયરી
USE લાઇબ્રેરીના સાતમા માળનું શાંત વાતાવરણમાં ઘાઢ નિંદ્રા લેતું જીવંત જ્ઞાન
✦✦✦
લોસ એન્જલસ, વિજ્ઞાન, ફિલ્મ અને શૈક્ષણિક જગતનું ધબકતું નગર.
અહીં આવેલી 145 વર્ષ જૂની USE (University Southern California, (USC) Situated at Los Angeles—
એવું સ્થાન જ્યાં જ્ઞાન માત્ર પાઠયપુસ્તકોમાં નહીં, પરંતુ પાંદડીઓની વચ્ચે જીવત છે.
યુનિવર્સીટી ની લાઇબ્રેરીનો "સાતમો માળ" સને તેની અજયબ નીચે ઉતરતી ઊંચાઈ.
USE લાઇબ્રેરીનો "સાતમો માળ" સાંભળવા માં જમીનથી ઊંચો લાગતો ભલે હોય.
પરંતુ એ સાતમી મંઝિલ,જમીન નીચેના ભૂગર્ભ ભંડાર તરીકે જાણીતો છે.
- આ ગાઢ વિભાગમાં પ્રકાશ, તાપમાન અને ભેજનું નિયંત્રણ અત્યંત ચોક્કસ છે
- હસ્તલિખિત દસ્તાવેજો અને શતાબ્દી જૂના પુસ્તકો
➤ નાઇટ્રોજનથી ભરેલ કૅપ્સુલોમાં રાખવામાં આવ્યા છે
➤ જેથી ઓક્સિજન અને વાદળી હવા તેઓને સ્પર્શી ન શકે - પ્રાકૃતિક પ્રકાશ પ્રવેશ દેતો નથી માત્ર નરમ, નિયંત્રિત લાઈટિંગ
➤ જે પાનાં જોઈ શકે, પણ નુકસાન ન પહોંચાડે
📁 બધા દસ્તાવેજો ડિજિટલ ફોર્મમાં પણ ઉપલબ્ધ છે —
પરંતુ એક ડાયરી એવી છે — જે સ્કેન થવાથી આજેય રહી ગઈ છે...
Count Semuel, ફ્રેન્ચ ઉમરાવની વ્યક્તિગત નોંધપત્રિકા
USEના નવા લાઇબ્રેરિયન પ્રતિકની નઝરે નાજુક, જૂની ડાયરી આવી ચડી —
Count Samuel દ્વારા લખાયેલી — અને એના પાનાં અત્યારે એટલા જરર્જરિત છે
કે કીડીઓના ધક્કાથી પણ પાવડર થઈ જાય તે હાલત હતી.
જેના કારણે એ ડાયરીને સ્પર્શીને વાંચવી શક્ય નહતું —
તેથી aa ડાયરી USEમાં Reflective Reader Interface (અરીસો જેવા સ્ક્રીન) દ્વારા
વાંચવામાં આવે છે —
➤ જ્યાં સ્કેનિંગની જગ્યાએ “પ્રતિબિંબિત પઠન” થાય છે
➤ દરેક વાચક એમાં પોતાનું ચહેરો પણ જોઈ શકે, અને વાંચી પણ શકે છે તેવી અજાયબ સાવલત.
પ્રતિકે ડાયરી ના એસેસ મેળવી , ડાયરી ખોલી, જોયું તો
પ્રથમ પાના પર લખેલું છે:
"આ ડાયરી તને સમજાય તેવી નથી...
તું એને જે રીતે વાંચે છે, એ રીતે એ તારી અંદર ઊતરવાનો પ્રયત્ન કરે છે, તે રીતે તું વાંચી નહિ શકે, એક મૌન આદેશ પડઘો પાડી રહ્યો હતો."
પ્રતિક તો લાગ્યો રહેલો તે ડાયરી ના પાના નો તાગ લેવામાં.
ત્યાં તેને Li વેન માળે છે, તે એક વિદ્યુતીક સંશોધિકા હતી
Li Wen — ચીનથી આવેલી વિદ્યાર્થીની, USEમાં ઈસ્ટર્ન ફિલોસોફી અને અર્ચિવલ સ્ટડીઝ ની વિધાર્થીની,જ્યારે Reflective Interface પર પ્રતીકને Samuel ની ડાયરી વાંચતા જુએ છે, એ કહે:
"આ ડાયરી નું લખાણ પિંછાની જેમ છે ભરેખમ દુન્યવી ભાષા ના શબ્દોથી હલકું,
પણ અર્થમાં ઊંડું અને વાચકને જકડી રાખી જ્ઞાનની અનુભૂતિ આપે તેવું છે."
બન્ને હવે સાથે વાંચતા થયાં.
પ્રતિક માટે એ પાનાં “પૃષ્ઠો વચ્ચેના અવકાશ” જેવી લાગણી આપતા ચાલુ થયાં. જયારે
Li Wen માટે એ લખાણ નિશબ્દ બની “એક તૃપ્તિ ” ની અનુભૂતિ બને છે
📖 પાનું – 37:
"માણસ પોતાને વ્યસ્ત રાખીને ખુદથી બચી જાય છે. એક દિવસ, બધું શાંત હોય ત્યારે એ અવાજ પાછો આવે છે – 'શું તું ખુશ છે?'
📖 પાનું – 82:
"મહાન્તા એ નથી કે દુનિયા ઓળખે, એ છે કે તું તારા અંદરના ખૂણે જઈ પોતાને ઓળખે..."
📖 પાનું – 119:
"જીવન દોડ નથી… એ ત્યાં આરામ કરે છે જ્યાં તું થોભે છે."
અજન દરરોજ એક-એક પાનું વાંચે છે, અને દરરોજ થોડો બદલાય છે.
એ જાણે છે — આ શબ્દો બીજા માટે નથી… એ એના માટે લખાયા છે.
લિ વેન કહેછે:
"Samuel નાં લખાણો મને જૂના Tao દાર્શનિકો યાદ અપાવે છે.
એ લખાણ વાંચનાર માટે અલગ હોય શકે છે.
કદાચ Samuel કોઈ વ્યક્તિ નહોતો… કદાચ એ એક અવસ્થા હતી."
એ પ્રતિક ની નોટબુક લે છે. અને તેમાં તેમાં લખે છે:
🖋️ "જ્યાં શબ્દો છે, ત્યાં અવાજ નથી.
જ્યાં અવાજ છે, ત્યાં તું ખુદથી દૂર છે."
આ જીવતા અરીસા જેવો સંવાદ, હવે USC ની લાઇબ્રેરીના સાતમા ભોંયરા માં નથી
પ્રતિક અને Li Wen ની જોડી ટૂંકમાં સમજી ચુકી હતી, કે આપઘાતી અનેક દસ્તાવેજોની વચ્ચે USE લાઇબ્રેરી હવે એક આત્મા ની આશા નું પ્રતિબિંબ છે. જ્યાં વિજ્ઞાનની વ્યવસ્થા વચ્ચે અજ્ઞાનથી ગૂંજી જનાર વાતો લખાયેલી છે.
દરરોજ વિઝિટર્સ આવે છે —
Guided Tours, Scholar Residencies —
પણ. પ્રતિક આજે લી Wen ની સંગત માં …ડાયરી ના પાનાં ફેરવે છે —
Reflective Interface પર કોઈ ઓઝાર વગર, એ “મૌનમાં” મુલાકાતીઓ ને પૂછે છે:
"શું તું હજુ તારી અંદર ગયો નથી...?"
અંતિમ પંક્તિ — વાંચનથી જીવંત થતો આરંભ
"ડિજિટલ સ્મૃતિ પાનાંની છાપ લાવે છે...
પણ જ્યાં વાચક ને શબ્દ વચ્ચે મૌન બોલે
એ વાંચન છે, જે આજે પણ જીવતું રહે છે.".

