Jaydip Bharoliya

Action Romance

3  

Jaydip Bharoliya

Action Romance

ખામોશી ભાગ-૪

ખામોશી ભાગ-૪

4 mins
682


કોલેજના દિવસો એક પછી એક રેલ્વેની સ્પીડની જેમ પસાર થઈ રહ્યાં હતાં. કેટલાંય વર્ષો વીત્યાં પછી એક અજાણી જુની મુલાકાત થઈ હોય એવો આભાસ અત્યારે વીનય અનુભવી રહ્ચો છે. કોઈ અજાણી વ્યક્તિની ચિંતા કરવી, તેને જોવા માટે તરસવું, મનમાં વારંવાર એની કલ્પના કરવી આ દરેક વાતો પ્રેમ તરફ પહેલું પગલું માંડવાની નિશાની છે. અને વીનય આ દરેક વાતનો વારંવાર અભ્યાસ કરતો હતો. પરંતુ રાધીને પોતાના દીલની વાત જણાવવાની વીનય પાસે હિમત નથી. એટલેજ તો આશીષ વીનયના જીવનમા પ્રેમનાં ટપકાં કરવા માટે સંધ્યા પાસે બુકની લેવડ દેવડ કરે છે પોતાનો મિત્ર વીનય જો પાછો પહેલા જેવો એકદમ ઠીક થઈ જાય તો વીનયને એનો પ્રેમ હું અપાવીશ એવી આશીષે ભગવાન શિવના મંદિરમાં મન્નત માનેલી. પરંતુ એક વર્ષ અગાઉથી ચાલી રહેલી વિપુલની પ્રેમ કહાની જેની કોઈને જાણ જ નથી. એ અચાનક છેલ્લા મીલન પર આવી પહોચે છે.

ફતેહપુર ગામના સરપંચ એક મુસ્લીમ પરિવારમાંથી હતાં અને તેઓ પોતાના પરિવારના છ સભ્ય સાથે સુરતમા રહેતાં હતાં. એમનું નામ હતું અલીખાન. એમને ફીરોઝ અને સુલતાન નામના બે પુત્રો હતાં. બંને વી.એન.પટેલ કોલેજ કે જ્યાં વીનય, આશીષ અને વિપુલ અભ્યાસ કરતાં હતાં એજ કોલેજમાં ફીરોઝ અને સુલતાન પણ અભ્યાસ કરતાં હતાં.

અલીખાનની એકની એક દીકરી મુસ્કાન..જેવું નામ એવાજ ગુણ. દેખાવમાં ચાંદને પણ ટક્કર આપે એવો એનો ચહેરો. લગભગ કોલેજમા સૌથી સુંદર છોકરી હોય તો મુસ્કાન. કોલેજના અડધાં છોકરાઓ મુસ્કાનને નજર સામે જોતાંજ પોતાનાં સ્થિતી ચેક કરવાં લાગતાં. કોઈ પોતાના માથાના વાળ સરખાંતો છે ને કપડાં મેલાતો નથી થયાંને ! અને મુસ્કાન સામે એક હસતો ચહેરો મુકી દેતાં. પરંતુ મુસ્કાન એ કોઈની ક્રીયા પર ધ્યાન ન દેતાં પોતાના રસ્તે નિકળી પડતી. કોઈ જાણતું ન હતું કે કોલેજના છોકરાઓ જે મુસ્કાન પાછળ એક બીલાડી ઉંદરની પાછળ પડે એમ પડેલાં છે એ આપણીજ કોલેજનાં કોઈ છોકરાંને પ્રેમ કરે છે. અને એ છોકરો એટલે વિપુલ. આ બંને સ્કુલમાં અભ્યાસ કરતાં ત્યારથીજ એકબીજાને પ્રેમ કરતાં હતાં. પરંતુ વિપુલનાં મિત્રો વીનય કે આશીષને આ વાતની જાણ ન હતી.

હા રાજ આ વાત જાણતો હતો પરંતુ તેણે પણ વીનય અને આશીષને આ વાતની જાણ કરી ન હતી. આવીજ રીતે વિપુલ અને મુસ્કાન બંનેએ પોતાના પ્રેમમાં એક વર્ષ ગમે તેમ કરીને વિતાવ્યું. અને કોલેજમાં તો મુસ્કાનની ખુબસુરતીનો વટ પડે. અટ્ટાકટ્ટા પણ બેભાન થઈ જાય આ ખુબસુરતીને જોઈને. મધપુડાં પર માખીઓ મંડરાતી હોય એવી રીતે કોલેજના છોકરાંઓ મુસ્કાન પાછળ મંડરાય રહેતા. પરંતુ હતાં એકેએક માયકાંગલા કોઈ ની પુછવાની તો શું મુસ્કાન સામે હસવાંની પણ હિમ્મત ચાલે નહી. બસ માખીઓની જેમ આગળ પાછળ કર્યા કરતાં. પાછાં નખરાં તો બહુજ આવડે એટલે રોજ મુસ્કાન પાસે કોઈના કોઈ બહાને પહોચી જતા.

અરે મુસ્કાન તારો બી.એ.નો ચોપડો આપને. આજે હું ઘરે ભુલી ગઈ છુ એમ કહીને એ ઉડતી માખી જ્યાંથી આવી હોય ત્યાં ઉડાડી મુકતી. મુસ્કાન કોઈપણ છોકરાં સાથે સરખી વાત ન કરતી. કેમકે એના બંને ભાઈ ફીરોઝ અને સુલતાન એજ કોલેજમાં હતાં. એટલે એ કોલેજમાં વિપુલને મળવાંનુ પણ ટાળતી. કેમકે હંમેશા એને પોતાના ભાઈઓનો ડર લાગ્યો રહેતો. પરંતુ એક દિવસ વિપુલ મુસ્કાનને મળવાં માટે ત્યાં નજીકમાંજ આવેલાં બગીચામાં બોલાવવા માટે એક ચીઠ્ઠી લખીને મુસ્કાનને કોઈને ખબર ના પડે એવી રીતે આપી દે છે. અને મુસ્કાનએ ચીઠ્ઠી વાંચીને નીચે ફેંકી દે છે પરંતુ આ દરેક ઘટના ત્યાંથી થોડે દુર ઉભેલો પ્રેમ જુવે છે

આનામાં તો નામનો એકમાત્ર છાંટોય ન મળે.તરત જ એ ચીઠ્ઠી ઉપાડે છે અને એમા લખેલાં દરેક શબ્દ વાંચી કાઢે છે. પછીતો શું થાય મુસ્કાનનું ભલુ. પ્રેમ મુસ્કાનની પાછળ પાછળ એ બગીચા સુધી પહોચે છે. જ્યાં વિપુલે મુસ્કાનને મળવા માટે બોલાવેલી. વિપુલને મુસ્કાન સાથે જોતાંજ તો જાણે પ્રેમની આંખો ફાટી નીકળી. એ પણ મનોમન મુસ્કાનના રૂહ સાથે ઈશ્ક કરતો હતો. પ્રેમ મુસ્કાનના ભાઈઓને સારી ઓળખતો. તેથી જો આ બધી વાત મુસ્કાનના ભાઈઓને તે જણાંવશે તો ફીરોઝ અને સુલતાનનો સારો મીત્ર બની જશે એમ વિચારી પ્રેમે પોતાનો ફોન કાઢી આંકડા દબાવવાનું ચાલું કર્યુ.

'હાલો ફીરોજ ભાઈ હૂં પ્રેમ બોલું છું તમને એક ખુબજ અગત્યની વાત કહેવી છે. તમારી બહેન મુસ્કાન આપણી કોલેજનાં પેલાં વિપુલીયા સાથે અહીં પાસેના બગીચાંમાં પ્રેમની રાસલીલા રમી રહી છે.'

'તું સાચું બોલે છો ? જો તારી વાત ખોટી નિકળી તો વિચારી લેજે શું હાલ થશે તારો.'ફીરોઝએ જવાબ આપ્યો..

'હા. ફીરોઝ ભાઈ હૂં એકદમ સાચું કહું છુ. તમને વિશ્વાસ ન થતો હોય તો જલ્દી અહીં આવી જાવ. એ બંને હજૂ અહીંજ છે મને તો લાગે છે કે પેલા વિપુલીયા એ તમારી ભોળીભાળી બહેનને પ્રેમના નામે બેવકુફ બનાવી છે.' પ્રેમે જવાબ આપ્યો.

'જો તારી આ વાત સાચી નીકળી તો એ વિપુલીયાની ખેર નહી. તુ ત્યાંજ રહેજે અને એ હરામી પર ધ્યાન રાખજે. હું હમણાંજ આવું છુ.' કહી ફીરોઝ ફોન મુકી દે છે.

અને તરતજ પોતાના ભાઈ સુલતાનને ફોન કરે છે. ફીરોઝનો ગુસ્સો જાણે વારંવાર આકાશને આંબવાની કોશીશ કરતો હતો. એનો ગુસ્સો જોઈનેતો એવુંજ લાગી રહ્યું કે આજે તો વિપુલનુ...

'હા ભાઈજાન.'સુલતાન કહે છે.

'અરે આપડી કોલેજનો પેલો હરામી વિપુલીયો આપણી ભોળીભાળી બહેન મુસ્કાનને પોતાની પ્રેમ જાળમાં ફસાવી યહ્યો છે.' ફીરોઝ એ કહ્યું.

'શું કહો છો ભાઈજાન? આજે તો એ વિપુલીયાનાં એકેએક અંગ જુદાં કરી નાખીશ.હું હમણાંજ ત્યાં પહોચું છું.'

આમ કહી સુલતાન ફોન કાપી નાખે છે. હવે તો એ બંને ભાઈ સુર્યના તાપની જેમ ભડકે બળતાં હતાં. ફીરોઝ પોતાની બાઈક પર હોકી ચડાવે છે. અને બાઈક સ્ટાર્ટ કરીને નીકળી જાય છે. જ્યારે બીજી બાજુ સુલતાનને તો એના હાથી જેવા હાથજ કાફી હતા. ભલભલાંના ફીણ નીકળી જાય. તો વિપુલનું શું થશે ?...

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Action