Jaydip Bharoliya

Others

3  

Jaydip Bharoliya

Others

તક્ષશિલા

તક્ષશિલા

5 mins
524


રિયાને પેઈન્ટિંગનો ખુબ શોખ હતો. તે એકથી એક ચઢિયાતા પેઈન્ટિંગ બનાવતી હતી. અને આજે પણ તે પોતાના રૂમમાં પેઈન્ટિંગ બનાવી રહી હતી. લગભગ બે કલાકની મહામહેનત પછી પેઈન્ટિંગ તૈયાર થઈ જાય છે. એટલે રિયા પોતાની મમ્મીને એ પેઈન્ટિંગ બતાવવાં માટે રૂમમાંથી બહાર આવે છે.

"મમ્મી આ જો, મારું નવું પેઈન્ટિંગ..અને બોલ કેવું છે ?" રિયાએ પોતાની મમ્મીને કહ્યું.

"બેટા તારે પુછવાની જરૂર જ ક્યાં છે ! તારાં દરેક પેઈન્ટિંગ બહુજ સરસ હોય છે. ચિત્ર દોરવાં પાછળ બહું મહેનત કરે છે. બસ આવી જ રીતે આગળ વધતી રહેજે. અને તને તો તારાં પપ્પાએ પણ છુટ્ટી આપી છે. કે તને જેમાં રસ છે એ તું કર" રિયાની મમ્મીએ કહ્યું.

"હા મમ્મી. હું બહું જ ભાગ્યશાળી છું કે મને તારાં જેવી મમ્મી અને ખુબ જ પ્રેમ કરવાંવાળા પપ્પા મળ્યાં છે. હું તારું અને પપ્પાનું નામ એકવાર જરૂર રોશન કરીશ." રિયાએ કહ્યું.

"તારાં દરેક સ્વપ્ન પુરાં કરવાં માટે ઈશ્વર તને શક્તિ આપે."

"ઠીક છે મમ્મી. મારે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે. તો હું નીકળું છું." રિયાએ કહ્યું.

"અરે સાંભળ તારે બારમાં ધોરણનું રિઝલ્ટ આવવાનું હતું ને ?" રિયાની મમ્મીએ પુછ્યું.

"હા મમ્મી. એ બસ બે-ત્રણ દિવસમાં આવી જશે."

"ઠીક છે"


રિયા ક્લાસિસ જવા માટે ઘરેથી નીકળી જાય છે. જેવી તે સોસાયટી ગેટ પાસે પહોંચે છે કે ત્યાં તેને તેની સહેલી મળી જાય છે.

"અરે રિયા ક્યાં જાય છે" રિયાની સહેલી એ પુછ્યું.

"અરે યાર સારું થયું તું મને મળી ગઈ. હું ક્લાસિસ પર જઈ રહી છું. તું મને મુકી જઈશ ?" રિયાએ પુછ્યું.

"હા કેમ નહીં." રિયા અને તેની સહેલી રિયાના ક્લાસિસ પર પહોંચે છે.

"થેન્ક યુ" રિયા તેનુ સહેલીનો આભાર પ્રગટ કરતાં કહે છે.

"એ જવા દે. તું મને એ કહે સાંજે તું કેવી રીતે આવીશ ? તારી પાસે બાઈક તો છે નઈ!" રિયાની સહેલી એ પુછ્યું.

"સાંજે હું પપ્પાને ફોન કરી દઈશ. એ મને લઈ જશે. નહિંતર તને ફોન કરીશ" રિયાએ કહ્યું.

"હા ઠીક છે. ચાલ ત્યારે હવે હું નીકળું."


આમ કહી રિયાની સહેલી ત્યાંથી જતી રહે છે અને રિયા પણ પોતાનાં ક્લાસિસમાં જતી રહે છે. રિયા અહીં ફેશન ડિઝાઈનિંગનો ક્લાસ કરવાં માટે આવતી હતી. રિયાનું ક્લાસિસ તક્ષશિલા બિલ્ડીંગમાં ચોથા માળ પર હતું. ચોથા માળ પર ડોમ બનાવવામાં આવ્યો હતો. ત્યાં લિફ્ટની સુવિધા ન હતી. એટલે ત્યાં આવનાર દરેક લોકોએ સિડી ચડીને જ આવવું પડતું. જ્યારે ચોથા માળની સિડી લાકડાની બનેલી હતી.


લગભગ એકાદ કલાક વીતે છે. બધાં વિદ્યાર્થીઓ મન લગાવીને ક્લાસમાં પોતાનું કામ કરી રહ્યાં હતાં. એટલામાં અચાનક કોઈ તરફથી ક્લાસની અંદર આછોઆછો ધુમાડો આવવાં લાગે છે.


'આ ધુમાડો શેનો છે ? આ ધુમાડો ક્યાંથી આવ્યો અચાનક ? વિધ્યાર્થીઓમાં કોલાહલ થવાં લાગે છે.'


અચાનક રિયાની નજર ક્લાસરૂમના મેઈન દરવાજા તરફ જાય છે,

"અરે ધુમાડો તો ક્લાસરૂમના મેઈન દરવાજા તરફથી આવે છે. હું જોઈ આવું" આમ વિચારી રિયા ક્લાસરૂમનાં મેઈન દરવાજે જાય છે. પરંતુ ક્લાસરૂમની બહારનું દ્રશ્ય જોતાની સાથે જ તેની આંખો આશ્ચર્ય ચકીત થઈ જાય છે. બહાર રહેલી લાકડાની સિડી આખી સળગતી હતી. બિલ્ડીંગમાં નીચે પણ આગ લાગેલી હોય છે. અને આગ ધીમે ધીમે ઉપર તરફ આગળ વધી રહી. આ બધું જોઈ રિયાના હોંશ ઉડી જાય છે. તે તરત જ પોતાના ક્લાસ ટિચર પાસે જાય છે.


"સર આ બિલ્ડીંગમાં આગ લાગી છે. નીચે ઉતરવાની સિડી પણ સળગી ગઈ છે. એટલે ત્યાંથી નીચે જવાઈ તેમ જ નથી. આપણે જલ્દી અહિંથી નીકળવું પડશે. નહીંતર આપણે બધાં પણ એ આગની લપેટમાં આવી જઈશું" રિયાએ કહ્યું.


રિયાની વાત સાંભળીને બધાં વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે. અચાનક આવી પડેલી આ મુસીબતે ક્લાસરૂમમાં રહેલાં લગભગ ત્રેવીસ જેટલાં બાળકોના જીવ અધ્ધર કરી દીધાં હતાં.


"જુઓ ! ડરવાની જરૂર નથી. આપણને કંઈ જ નહીં થાય. હું અત્યારે જ ફાયરબ્રિગેડને કોલ કરી દઉં છું. એ આવશે એટલે બધું ઠીક થઈ જશે." આમ કહી રિયાના ટિચર ફાયર બ્રિગેડને કોલ કરુને આ વાતની જાણ કરી દે છે. પરંતુ જેમ જેમ આગ આગળ વધી રહી હતી તેમ તેમ ક્લાસમાં ચારેકોર ધુમાડો ફેલાય રહ્યો હતો. અને થોડીજ ક્ષણોમાં આખો ક્લાસરૂમ ધુમાડાંથી ભરાય જાય છે. બાળકોને કંઈ દેખાતું નથી. દરેક પોતપોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડી રહ્યાં હતાં. ક્લાસરૂમમાં એક તરફ બારી હતી જે તક્ષશિલા બિલ્ડીંગની બહાર મેઈન રોડ પર પડતી હતી.


રિયા બારી તરફ જાય છે અને બહાર નજર નાખે છે. તો ચારેતરફ લોકનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. રસ્તાં પર ભીડ જામી ગઈ હતી. અચાનક રિયા જે બારી પાસે ઉભી હતી તેની બાજુની બારી પાસે એક સતરેક વર્ષનો છોકરો આવે છે અને પોતાનો જીવ બચાવવાં માટે બારીમાંથી બહાર કુદકો મારે છે. આ જોઈને રિયાના મુખમાંથી ચીસ નીકળી જાય છે. રિયાને તો બારી બહાર નીચે જોઈને પણ બીક લાગતી હતી. તે પોતાનાં પપ્પાને ફોન કરે છે.


"હેલ્લો...પપ્પા... પ્લીઝ તમે જલ્દી મારાં ક્લાસ પર આવી જાવ. પ્લીઝ પપ્પા" રિયાના પપ્પા કોલ રિસિવ કરે છે કે તરત જ તેમને બોલવાનો અવસર ન આપતાં રિયા હાંફળીફાંફળી થઈને બોલવાં લાગે છે.

"અરે! રિયા પરંતુ થયું છે શું ? તું કેમ આટલી ગભરાયેલી હોય એવું લાગે છે?"

"પપ્પા અહીં આખાં બિલ્ડીંગમાં આગ લાગી છે. નીચે નીચે જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. બધાં અહીંથી બહાર નિકળવાં માટે બારીમાંથી નીચે કુદી રહ્યાં છે." રિયાએ કહ્યું.

"રિયા તું ચિંતા ના કર. હું બસ પહોંચવા જ આવ્યો છું. તને કંઈ નહીં થાય. હું તને બચાવી લઈશ" રિયાના પપ્પાએ કહ્યું.

"પપ્પા..અહીં કંઈજ દેખાતું નથી. મને બહું ડર લાગે છે. હું હું પણ બારી માંથી કુદી જઉં છું....." અચાનક કોલ કનેક્શન કટ થઈ જાય છે. જ્યારે બીજી તરફ રિયાના પપ્પા રિયાને કોલ કરવાની કોશિશ કરે છે. પરંતુ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.


રિયાના પપ્પા તક્ષશિલા બિલ્ડીંગ પાસે પહોંચી જાય છે. ચારેય તરફ લોકોની ભીડ જામેલી હતી. એવામાં બિલ્ડીંગ તરફ આગળ જવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. ચોથા માળની બારીમાંથી એક પછી એક બાળકો પોતાનો જીવ બચાવવાં માટે નીચે કુદી રહ્યાં હતાં. રિયાનાં પપ્પાને પણ કંઈજ સુઝી રહ્યું ન હતું. એટલામાં અચાનક રિયા પણ પોતાનો જીવ બચાવવાં માટે બારીમાંથી કુદકો મારે છે. રિયાનાં પપ્પાની નજર ચોથા માળની બારી પર અટકી જાય છે. તેનાં હોંશ ઉડી જાય છે. તેની નજર સામે રિયાનો જીવ અસ્ત થઈ જાય છે. અને તેનાં મુખમાંથી ખુબજ વેદના ભરેલી ચીસ સાથે પોતાની દીકરીનું નામ નીકળી જાય છે


રિયાના પપ્પાને જરાંયે અંદાજ ન હતો પોતાની દીકરી સાથે ફોન પર કરેલી વાત એ છેલ્લી વાત હતી. હવે એમની વ્હાલી દીકરીનો મીઠો અવાજ સાંભળવા નહીં મળે.


મિત્રો, સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે દુર દુર સુધી લોકોના દીલ કંપાવી મુક્યાં હતાં. આ આગમાં જે બાળકો ઈશ્વરને ઘેર ગયાં છે એમનાં માતા-પિતાને જે દુ:ખ થયું હતું કદાચ આપણને એટલું દુ:ખ ના થયું હોય. એકસાથે ત્રેવીસ ઘરે અંધકાર છવાઈ ગયો. જલ્દી આવીશ કહીને ઘેરથી નીકળેલી વ્યક્તિ પાછી ન આવે તો શું થાય ? કેટલાંયે માતા-પાતાના સ્વપ્ન આ આગમાં બળી ગયાં હતાં. ભલે એ બાળકો સાથે આપણે કોઈ સંબંધ ના હતો છતાં જ્યારે જ્યારે તે ઘટનાને યાદ કરીએ ત્યારે આપણી ભરાય આવે છે. અહીં એ બાળકો સાથે આપણો લાગણીનો એક સંબંધ તો જોડાયેલો જ છે. ઈશ્વર એ દરેક બાળકોની આત્માને શાંતિ અર્પે અને તેમના સ્નેહીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.


Rate this content
Log in