છેલ્લી બેંચ ભાગ-૪
છેલ્લી બેંચ ભાગ-૪


"ક્યારના તારો બકવાસ જ તો સાંભળીએ છીએ" ફરી આશિષે મજાક કરતાં કહ્યું.
"એ ચુપ થા ને. હિમાલીયા મોલની પાછળની બાજુએ એક મોટું અને સુંદર ગાર્ડન બન્યું છે. ત્યાં ફરવાં જેવું પણ છે. મેળાની જેમ અનેક રાઈડ્સ પણ છે. આપણે ત્યાં જઈએ તો !" શ્રેયાએ કહ્યું.
"સુપર આઈડિયા છે. મેં પણ TV પર તે ગાર્ડનની એડ જોઈ હતી. બહુ મસ્ત જગ્યા છે" આશિષે કહ્યું.
"ઓકે, તો આપણે ત્યાં પહોંચિયે. પણ સાહિલ તને યાદ છેને ? કાલે શું કહેલું !" રાધીએ શ્રેયાના આઈડિયાને સહમતી આપતાં અને સાહિલને પોતાની કસમ યાદ અપાવતાં કહ્યું.
"હા, બાબા મને યાદ છે. હું ધીમે જ બાઈક ચલાવીશ" સાહિલે કહ્યું.
લગભગ દસેક મિનિટનું બાઈક ડ્રાઈવિંગ કર્યા બાદ સાહિલ, આશિષ, શ્રેયા અને રાધી હિમાલીયા મોલની પાછળ બનેલાં ગાર્ડન પર પહોંચે છે.
"વાઉંઉં...કેટલું સુંદર ગાર્ડન છે. બહારથી જ આટલું સુંદર દેખાય છે તો અંદર કેવું હશે ?" શ્રેયાએ કહ્યું.
"તમે ત્રણેય અંદર જાવ હું પાણીની બોટલ અને કંઈક નાસ્તો લઈને આવું છું" આશિષે કહ્યું.
"હું પણ તારી સાથે જ આવું છું. રાધી તું અને સાહિલ અંદર પહોંચો" શ્રેયાએ આશિષની સાથે જવાની ઈચ્છા દર્શાવતાં કહ્યું.
"હા ઠીક છે." આમ કહી સાહિલ અને રાધી બંને ગાર્ડનમાં પ્રવેશ કરે છે.
"આજે રાધીને પ્રપોઝ કરી જ દઈશ. આટલું સુંદર અને રળીયામણું ગાર્ડન છે. રાધીને પ્રપોઝ કરતી વખતે અહિંયાના વૃક્ષો, ફુલ, છોડ પણ મારાં પ્રેમની કબુલાતનાં સાક્ષી બનશે." સાહિલ મનોમન આમ વિચારે છે.
"સાહિલ આપણે આ તરફ જઈએ. આ બાજુ કોઈ નથી. એટલે અહીં બેસવાની પણ મજા આવશે" રાધીએ ગાર્ડનમાં પ્રવેશ કરી ડાબી તરફ જવાની ઈચ્છા દર્શાવતાં કહ્યું.
રાધી અને સાહિલ ગાર્ડનમાં ડાબી બાજુ પર રહેલી છેલ્લી બેંચ પર જઈને બેસે છે. લગભગ થોડીવાર બેસ્યાં પછી રાધીના મોબાઈલની રીંગ વાગે છે. એ રીંગના શબ્દો કંઈક આમ હતા...
"લાગી રે..લાગી રે...મને તારી ધુન લાગી
બાજી જે હારી છે, પાછી લગાડી છે
મનડું જુગારી છે આ એવું ડફોર"
રાધી પોતાના મોબાઈલની ડીસ્પ્લે પર નજર નાખે છે અને તેનું મુડ ખરાબ થઈ જાય છે. તે ફોન કટ કરી નાખે છે અને થોડીવાર મોબાઈલમાં કંઈક કરી પાછો મોબાઈલ પોતાની બેગમાં મુકી દે છે.
"કેમ શું થયું રાધી ? કોનો ફોન હતો ? અને તારો ચહેરો કેમ ઉતરી ગયો ?" સાહિલે પુછ્યું.
"યાર! આપણી કોલેજનો એક છોકરો મને પ્રપોઝ કરવાં આવેલો તો મેં તેને એક જોરદાર ઝાપટ લગાવી દીધેલી. છતાં એ હજુ મારાં મોબાઈલ પર ફોન કરે છે. એટલે મેં તેનો નંબર જ બ્લોક કરી દીધો" રાધીએ કહ્યું.
>
"શું ઝાપટ લગાવી દીધી !"સાહિલે આશ્ચર્યચકિત થઈને પુછ્યું.
"હા. પણ તું કેમ આટલો ઘબરાય છે ?" રાધીએ પુછ્યું.
"ના. કંઈ નહીં"
"બાપરે. આને તો પ્રપોઝ કરવામાં પણ ખતરો છે. આ મને પણ ઝાપટ લગાવી દેશે તો !" સાહિલ આમ મનોમન વિચારતો હતો. ત્યાં જ...
"સાહિલ શું વિચાર કરે છો ?" રાધીએ સાહિલને વિચારોની જાળમાંથી બહાર લાવતાં કહ્યું.
"ક...ક..કંઈ નહીં" આમ, બોલી સાહિલ ફરી વિચારોમાં ખોવાઈ જાય છે.
"પરંતુ રાધીનું મન બદલી ગયું અને તેણે તે છોકરાને હા પાડી દીધી તો ? રાધી તો મારી સારી ફ્રેન્ડ છે. જો તેનો જવાબ ના હશે તો મને ના પાડી દેશે" સાહિલ મનોમન આમ વીચારી રહ્યો હતો એટલે ફરી રાધીએ તેને વિચારમાંથી બહાર લાવતાં કહ્યું.
"યાર શું વિચારે છે તું? કોના વિચાર આવે છે તને ? કોઈ મળી ગઈ છે કે શું ?"
"ના હવે"
રાધી અને સાહિલ વચ્ચે આમ વાતો ચાલી રહી હતી ત્યાં જ શ્રેયા અને આશિષ પણ આવી જાય છે.
"અરે મને તો ભુલાય જ ગયું. સાહિલ આજે તું કંઈક સરપ્રાઈઝ આપવાનો હતો!" હજું રાધી આટલું જ બોલી હતી એટલામાં આશિષ અને શ્રેયા એકસાથે બોલી ઉઠ્યાં.
"શું સરપ્રાઈઝ ?"
"સાહિલ તે મને તો કોઈ સરપ્રાઈઝની વાત કરી નથી. સરપ્રાઈઝ માત્ર રાધી માટે જ હોય એવું લાગે છે" આશિષએ કહ્યું.
"ના એવું કંઈ નથી"
"તો ચાલ જલ્દી બોલ શું સરપ્રાઈઝ છે ? હવે મારાથી રહેવાતું નથી" આશિષે કહ્યું.
"સરપ્રાઈઝ કેમ કહું" આમ, વીચારતો વીચારતો સાહિલ બેંચ પરથી ઉભો થઈ જાય છે. પરંતુ સાહિલને મુંઝવણમાં જોઈને રાધી બેંચ પરથી ઉભી થાય છે. ઉભી થઈ પોતાનાં ડાબાં હાથ વડે સાહાલનાં જમણાં હાથની આંગળીઓ પકડે છે. અને પોતાનાં ઘુંટણ પર બેસે છે.
"આઈ લવ યુ સાહિલ" રાધીએ સાહિલને પ્રપોઝ કરતાં કહ્યું. આમ અચાનક જે સાહિલ કરવાનો હતો એ રાધી એ કર્યું. રાધીને પ્રપોઝ કરતી જોઈ સાહિલને આશ્ચર્ય થાય છે તેની આંખો ફાટી ને ફાટી જ રહી જાય છે.
"કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ ?" રાધીએ સાહિલને પુછ્યું.
"અરે યા ર! રાધી ! આ સરપ્રાઈઝ તો હું તને આપવાનો હતો. પરંતુ થોડીવાર પહેલાં તે આપણી કોલેજના છોકરાંને ઝાપટ માર્યાંની વાત કરી એટલે હું ખચકાતો હતો" સાહિલએ કહ્યું.
"અરે એ તો થોડોક મજાક હતો. ત્યારે શ્રેયાનો કોલ આવેલો. આ હતું મારું સરપ્રાઈઝ" રાધીએ કહ્યું.
"ઓ તારી... તે તો ખરેખર સામેથી પ્રપોઝ કરીને મને ચોંકાવી જ દીધો." સાહિલ એ કહ્યું.
"હમમ..તો આ આંખો પહેલેથી જ મળેલી હતી એમને ?" આશિષે પુછ્યું.
"હા" સાહિલ અને રાધીએ એકસાથે જવાબ આપતાં કહ્યું.