STORYMIRROR

Jaydip Bharoliya

Drama Romance

2  

Jaydip Bharoliya

Drama Romance

પૂર્ણ-અપૂર્ણ પ્રેમ

પૂર્ણ-અપૂર્ણ પ્રેમ

3 mins
647


મયંક અવારનવાર શ્યામજીકૃષ્ણવર્મા ગાર્ડનમાં મન હળવું કરવા માટે જતો. તેની સાથે તેનો મિત્ર વિજય પણ હોય. મયંક એમ.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. વિજય અને મયંક નાનપણના મિત્ર હતાં અને સાથે જ ભણતાં આવ્યા છે. એટલે વિજય પણ મયંકની સાથે એમ.કોમના પ્રથમ વર્ષમાં જ અભ્યાસ કરતો હતો. આ બંનેની મિત્રતા પાક્કી હતી. બંને એકબીજાનું દુ:ખ એકબીજા સાથે શેયર કરતાં.

મયંક અને વિજય અવારનવાર શ્યામજીકૃષ્ણવર્મા ગાર્ડનમાં આવતાં. આજથી એક અઠવાડિયા પહેલાં મયંકની ગાર્ડનમાં આવતી કોઈક છોકરી સાથે મિત્રતા થયેલી. તે છોકરી સાથે મયંકની મિત્રતા થઈ એટલે વિજય પણ તેને ઓળખવા લાગ્યો. તેનું નામ હતું "શ્વાતી"

"શ્વાતી" ખુબ જ રૂપાળી અને સુંદર છોકરી. તેની વાત કરવાની આદત પણ હ્રદયસ્પર્શી હતી. ગમે તેની સાથે થોડી વાતચીતમાં જ હળીમળી જાય અને તેની આજ આદત મયંકને પણ ખુબ જ ગમી ગઈ અને તે શ્વાતી તરફ દોરાતો ગયો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો તેમ-તેમ શ્વાતી તરફથી મિત્રતા પ્રેમમાં પરિવર્તીત થઈ ગઈ. શ્વાતી મયંકને ખુબ ચાહવા લાગે છે. પરંતુ પોતાના જીવનમાં બનેલી માત્ર એક જ આઘાતજનક ઘટનાને કારણે મયંક શ્વાતીને પ્રેમ નથી કરી શકતો એટલે તે માત્ર શ્વાતી સામે પ્રેમ કરવાનો દેખાવ કરે છે. જેથી તેની અને શ્વાતીની મિત્રતા કાયમ ટકી રહે અને શ્વાતી પણ નારાજ ન થાય. મયંકના જીવનમાં બનેલી એ ઘટનાથી શ્વાતી તદ્નન અજાણ હતી. હા મયંકના ચહેરા પર ઉદાસી ઉપસી આવતી જે શ્વાતી જોઈ શકતી. પરંતુ તેણે તે વિશે ક્યારેય મયંક સાથે ચર્ચા કરી ન હતી.

એક દિવસ મયંક અને શ્વાતી બંને દરવખતની જેમ શ્યામજીકૃષ્ણવર્મા ગાર્ડનમાં બેઠાં હતાં. લગભગ બે થી ત્રણ કલાક બંનેએ ગાર્ડનમાં સાથે વીતાવી. મયંકને શ્વાતી સાથે વાત કરવામાં અને તેની સાથે અમુક પળો પસાર કરવામાં સારું લાગતું. શ્વાતીએ હજુ સુધી મયંકને પોતાના દિલની વાત જણાવી ન હતી. એટલે મયંકને તો એમજ હતું કે શ્વાતી મને સારો મિત્ર ગણે છે. અને મિત્રતાના સંબંધથી મારી સાથે વાતો કરે છે. તથા ફરવા આવે છે. પરંતુ તે શ્વાતીના દિલની બહુ નજીક હતો એ વાતથી મયંક તદન અજાણ હતો. બંને હજુ ગાર્ડનમાં બેઠાં જ હતાં. એટલામાં શ્વાતીના મોબાઈલની રીંગ વાગે છે અને તે ફોન રીસીવ કરી થોડી વાત કરીને પાછો મુકી દે છે.

"હવે તને એવુ

ં નથી લાગતું કે આપણે ઘરે જવું જોઈએ! નહીંતર પછી મોડું થઈ જશે" મયંકે કહ્યું.

"હા યાર! મારે પણ નીકળવું જ છે. પરંતુ મારી એક સહેલી અહીં મળવાં આવે છે. તો તેને મળીને જ નીકળીયે! બસ દસેક મિનિટમાં પહોંચતી જ હશે" શ્વાતીએ કહ્યું.

"ઓકે નો પ્રોબ્લેમ. આપણે તારી સહેલીને મળીને નીકળીશું" મયંકે શ્વાતીની વાતનો સાથ આપતાં કહ્યું.

"હાય શ્વાતી" દસ મિનિટ રાહ જોયાં બાદ શ્વાતીની સહેલીએ આવતાંની શાથે જ કહ્યું.

"હાય શિવાની. મયંક આ મારી સહેલી શિવાની છે." શ્વાતીએ મયંકને શિવાની સાથે કરાવતાં કહ્યું.

પરંતુ જેવી મયંકની નજર શિવાની પર પડે છે. તે બંનેની આંખો મળે છે અને તે બંને ચોંકી જાય છે. મયંક શિવાની સાથે વાત ન કરતાં શ્વાતીને હું બહાર ઉભો છું કહીને ત્યાંથી નીકળી જાય છે. શ્વાતીને કંઈ જ સમજાતું નથી. કે મયંક આવી રીતે કેમ ચાલ્યો ગયો.

"તારાં ફ્રેન્ડનું નામ મયંક છે?" પુછ્યું.

"હા. શું તું તેને ઔળખે છે?" શ્વાતીએ કહ્યું.

"હા. આજથી બે મહીના પહેલાં મયંક આપણી કોલેજમાં જ અભ્યાસ કરતો. એકવાર તેણે મારી સામે પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો. પરંતુ મેં તેની માટે કંઈપણ વિચાર્યા વિના જ ના પાડી દીધી. આ ઘટના બન્યાને બે દિવસ પછીથી તે કોલેજ આવતો બંધ થઈ ગયો. મેં તેને શોધવાની બહું કોશીશ કરી. પરંતુ તેની કંઈ ભાળ મળી જ નહીં. તેની સાથે-સાથે તેનો મિત્ર વિજય પણ કોલેજ આવતો બંધ થઈ ગયો. અને ત્યારબાદ આજે મેં તેને જોયો" શિવાનીએ કહ્યું.

"તો મયંક તને પ્રેમ કરે છે!?" શ્વાતીએ પુછ્યું.

"હા.પણ મેં તેને ના પાડીને ખૂબ જ ખોટું કર્યું. મારે વિચારીને જવાબ આપવાની જરૂર હતી." શિવાનીએ કહ્યું.

"એટલે આજે તને તારી ભૂલ સમજાય છે. તું મયંક પાસે જઈ તેનાં અધુરાં પ્રેમને પુરો કરી દે" શ્વાતીએ શિવાનીને સમજાવતાં કહ્યું.

છેવટે શ્વાતીના કહેવાથી શિવાની મયંક પાસે જઈ તેની માફી માંગે છે અને મયંક પાસે જ પોતાનો પ્રેમ કબુલ કરે છે. મયંક પણ શિવાનીને માફ કરી દે છે. શિવાની અને મયંક બંને શ્વાતીનો આભાર માને છે. શ્વાતી પોતાનાં પ્રેમને દિલમાં જ દબાવી રાખે છે. બહારથી ખુશ થવાનો દેખાવ કરી તે અંતરમનથી દુ:ખી થતી હોય છે. પરંતુ તેને એક વાતનો આનંદ હતો કે તેની કારણે મયંકનો પ્રેમ પૂરો થયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama