Jaydip Bharoliya

Drama

3  

Jaydip Bharoliya

Drama

તારક મહેતાંં કા ઉલ્ટાંં ચશ્માં

તારક મહેતાંં કા ઉલ્ટાંં ચશ્માં

4 mins
676


તારક મહેતા કા ઉલ્ટાં ચશ્માં સિરિયલના પાત્રોમાં શું છે વિશેષતા?


      આ સિરિયલનું મુખ્ય મેદાન મુંબઈમાં આવેલી ગોકુલધામ સોસાયટી છે. અને સંપુર્ણ સિરિયલ ગોકુલધામ સોસાયટીમાં રહેતાં લોકોના રોજિંદા જીવનની આસપાસ ફરે છે. સિરિયલના મોટાંભાગનાં એપિસોડ ગોકુલધામ સોસાયટીમાં જ બનાવવામાં આવેલાં છે. આ સોસાયટીમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, વગેરેના ધર્મના લોકો વસે છે. પરંતુ મહત્વની વાત એ છે કે ધર્મ અલગ-અલગ હોવાં છતાં સોસાયટીમાં વસતાં દરેક લોકોમાં ભાઈચારાની અને પરિવારની ભાવના જોવાં મળે છે. જેનાં કારણે ગોકુલધામ સોસાયટીને ગોકુલધામ પરિવાર તરીકે પણ બિરદાવવામાં આવે છે.


     ગોકુલધામ સોસાયટીનું મુખ્ય અને લોકોને વધારે ગમતું પાત્ર એટલે જેઠાલાલ ચંપકલાલ ગડા. ચંપકલાલ જેઠાલાલને "જેઠ્યા" કહીને સંબોધે છે.તથા જેઠાલાલની આદર્શ અને સંસ્કારી પત્નિ દયા જેઠાલાલને "ટપુ કે પાપા" કહીને સંબોધે છે. જેઠાલાલનો મુખ્ય વ્યવસાય બિઝનેસ છે. તેમને પોતાનાં ઘરથી થોડે દુર એક ઈલેક્ર્ટોનિક્સની દુકાન છે. જેનું નામ છે ગડા ઈલેક્ર્ટોનિક્સ. ગડા ઈલેક્ર્ટોનિક્સ જેઠાલાલની રોજી-રોટી છે. પોતાના ગામ ભચાઉંથી મુંબઈ ગયાં પછી જેઠાલાલે ઈલેક્ર્ટોનિક્સનો બિઝનેસ ચાલું કર્યો અને તેને વિકસાવ્યો.


ગોકુલધામ સોસાયટીનું હંમેશા મોજમાં રહેતું પાત્ર એટલે દયા જેઠાલાલ ગડા. દયા જેઠાલાલની પત્નિ છે. ગુજરાતમાં આવેલ અમદાવાદ તેનું ગામ છે. દયા મુંબઈ ગયાં પછી પણ પોતાના ગુજરાતી સંસ્કારોને ભૂલી નથી. ગુજરાતના સંસ્કાર મુજબ પત્નિ પોતાનાં પતિને તેના નામથી ક્યારેય બોલાવતી નથી. એટલે જ દયા જેઠાલાલને હંમેશા " ટપુ કે પાપા" કહીને સંબોધે છે. દયાને નાનપણથી જ ગરબાં રમવાંનો ખુબ શોખ રહેલો છે. મુંબઈમાં દયા "ગરબાં ક્વિન" તરીકે ઓળખાય છે. તેના ગરબાં આખાં મુંબઈમાં પ્રસિદ્ધ છે. સિરિયલમાં મોટેભાગે તેને પોતાની માં સાથે વાત કરતી દર્શાવવામાં આવે છે. દયા સોસાયટીના દરેક લોકોને ગમતું પાત્ર છે. તે હંમેશા પોતાનાં સસરાં એટલે કે ચંપકલાલ જયંતિલાલ ગડાને "બાપુજી" કહીને સંબોધે છે. સિરિયલમાં તેનું અલગ જ પ્રકારનું હાસ્ય દર્શાવવાંમાં આવે છે. જ્યારે પણ જેઠાલાલ દયાથી નારાજ થાય છે અથવા દયાને જેઠાલાલ પાસે કોઈ કામ કરાવવું હોય છે ત્યારે તે પ્લિઝ, રિક્વેસ્ટ, મેનશનનોટ જેવાં શબ્દનો પ્રયોગ છે. દયા એક આદર્શ પત્નિ, માઁ, સહેલી, બહેન અને ગૃહિણી તરીકેની ફરજ નિભાવે છે.


ગોકુલધામ સોસાયટીમાં વખણાયેલ પાત્ર એટલે ટીપેન્ર્દ જેઠાલાલ ગડા ( ટપુ ). દયા અને જેઠાલાલનો પુત્ર તથા ચંપકચાચાનો પૌત્ર. સોસાયટીની મસ્તિખોર ટોળકી ટપુસેનાનો નાયક. ટપુની એક ખાસીયત છે. કે તે મસ્તિ કર્યા વિના રહી નથી શકતો. ક્યારેક ભૂલથી પણ મસ્તિ થઈ જાય. સોસાયટીના કમ્પાઉન્ડમાં રમતાં રમતાં બધાંનાં ઘરે તોડફોડ કરે પરંતુ ક્યારેય પોતાના ઘરે ના કરે. ટપુની આ હરકતથી સોસાયટીના દરેક લોકોને ગુસ્સો આવે. પરંતુ ટપુ ગમે તેમ કરીને બધાંને મનાવી લેતો. ટપુની હેરસ્ટાઈલ અને તેની વાળને ફુંક મારીને ઉડાડવાની રીત સોસાયટીના દરેક લોકોને ખુબ પસંદ છે. સોસાયટીમાં થતાં ફંક્શનના આઈડીયા સૌથી પહેલાં ટપુને જ આવે.


ચંપકલાલ જયંતિલાલ ગડા. જેઠાલાલના પિતાજી. સોસાયટીમાં એકમાત્ર વડિલ એટલે ચંપકલાલ. જે સોસાયટીના દરેક લોકો માટે પિતા સમાન છે. ચંપકલાલ હંમેશા સોસાયટી દરેક લોકોને સાચી શીખામણ આપતાં નજરે પડે છે. ચંપકલાલને પોતાનાં પુત્ર જેઠાલાલની મોડાં ઉઠવાની આદત નથી ગમતી. તે ક્યારેક ક્યારેક જેઠાલાલને ખીજાય પણ છે. ચંપકલાલ જેઠાલાલને જેઠ્યા કહીને સંબોધે છે. ચંપકલાલ હંમેશા પોતાને ભાગ્યશાળી માને છે કે તેને જેઠાલાલ જેવો આજ્ઞાકારી પુત્ર અને લાડકવાયો પૌત્ર ટપુ તથા આજ્ઞાકારી વહુ દયા મળ્યાં છે.


આત્મારામ તુકારામ ભિડે. ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી. પરંતુ આત્મારામ હંમેશા પોતાને એક્મેવ ઓર સેક્રેટરી તરીકે સંબોધે છે. તે પોતાની પત્નિ માધવી અને પોતાની દીકરી સોનુ સાથે ગોકુલધામ સોસાયટીમાં રહે છે. તેનાં માથામાં વાળ થોડાં ઓછાં છે એટલે સોસાયટીના લોકો તેનાં પર ઘણીવાર મજાક પણ કરે. તેને પોતાના સ્કુટર સાથે વધારે લગાવ છે. આત્મારામ વ્યવસાયે એક શિક્ષક છે. તે પોતાના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવે છે અને બાળકોને ભણાવે છે. ટપુ સોસાયટીના કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે આત્મારામનાં ઘરની બારીનો કાચ વધારે તોડે. જેનાથી ટપુના પિતા જેઠાલાલ અને આત્મારામ વચ્ચે ઝઘડો થઈ જાય છે પરંતુ થોડાં સમયમાં પાછાં ભેગા મળી જાય છે. સોસાયટીનો પુરુષ વર્ગ આત્મારામને ભિડે કહીને અને મહિલાઓ ભિડેભાઈ કહીને તથા સોસાયટીના બાળકો ભિડે અંકલ કહીને બોલાવે છે. ભિડે સિરિયલમાં હંમેશા પોતાનાં જમાનાંની વાત કરતો દર્શાવવામાં આવે છે. ગોકુલધામ સોસાયટીમાં આત્મારામ તુકારામ ભિડેનું ખુબ માન છે.


માધવી આત્મારામ ભિડે. આત્મારામની પત્નિ અને સોનુની મમ્મી. માધવી પોતાનાં ઘરે આચાર અને પાપડનો ગૃહઉધ્યોગ ચલાવે છે. તેનાં આચાર-પાપડ સોસાયટીના દરેક લોકોને ખુબ પસંદ છે. માધવી પોતાનાં પતિ આત્મારામને "આહુ" કહીને સંબોધે છે. માધવી અને આત્મારામના સોસાયટીના લોકો સાથેનાં સંબંધ ખુબ જ સારાં છે.


ટપુસેનાની મેમ્બર સોનુ આત્મારામ ભિડે. આત્મારામ અને માધવીની એકની એક દીકરી. માધવી અને આત્મારામ સોનુની ચિંતા કરતાં દેખાય છે. ટપુસેનાનાં દરેક કાર્યમાં સોનુ પણ શામેલ હોય જ છે. સોનું હંમેશા પોતાનાં પિતાની દરેક આજ્ઞાનું પાલન કરે છે. એટલું જ નહીં પરંતુ સોસાયટીના દરેક લોકો સોનુને ખુબ પ્રેમ આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama