સૂર્યવંંશમ ફિલ્મ રિવ્યુ
સૂર્યવંંશમ ફિલ્મ રિવ્યુ
"સૂર્યવંશમ" એટલે બોલીવુડની સુંદર અને જોવાલાયક ફિલ્મ. આ ફીલ્મ સહપરિવાર આનંદ અને ઉલ્લાસ સાથે જોઈ શકે છે. કારણ કે સુર્યવંશમ ફિલ્મમાં એવાં કોઈ અશ્લીલ ચિત્ર કે પાત્રનો સમાવેશ થયેલો નથી જેનાથી ફિલ્મ જોનાર ને અધુરું છોડવું પડે, અથવા તો સંસ્કારોને ઠેસ પહોંચે. ખરેખર આ ફિલ્મ આજની યુવા પેઢી માટે એક સંદેશ સમાન છે.
સુર્યવંશમ ફિલ્મમાં બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પિતા-પુત્ર એમ એકસાથે બે પાત્રનો અભિનય કરેલો છે. જોવા જઈએ તો આ ફિલ્મની મધ્યમાં પિતા-પુત્ર મુખ્ય રહેલાં છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પુત્ર તરીકે નામ છે હિરા ઠાકુર અને પિતા તરીકે ભાનુપ્રતાપ ઠાકુર. હિરાને બાળપણના સમયે શાળાએ જવામાં રસ ન હતો એટલે તે અનપઢ રહી છે. જેના કારણે ભાનુપ્રતાપ હિરાથી નફરત કરવાં લાગે છે. કારણ કે તેનાં બીજા બે પુત્ર ભણીગણીને સારી નોકરી કરવાં લાગે છે પરંતુ હિરા ઠાકુર ખેતીકામ કરે છે.
ફિલ્મમાં હિરોઈનનું નામ રાધા છે. રાધા ભણેલી ગણેલી શિક્ષિત છે. અને રાધાને હિરા ઠાકુર સાથે પ્રેમ થાય છે. પરંતુ રાધાના લગ્ન બીજા કોઈ વ્યક્તિ સાથે નક્કી થાય છે ત્યારે કેટલીક મજબુરીને કારણે હિરા ઠાકુર રાધાના લગ્ન સમયે તેના ઘરેથી ભગાડીને લઈ જાય છે. અને પોતાના ઘરે પહોંચે છે. ત્યારે દીકરાના આ કાર્યથી નારાજ થયેલ પિતા ભાનુપ્રતાપ હિરા ઠાકુરને ઘરેથી કાઢી મુકે છે. ત્યારે હિરા ઠાકુર અને રાધા ગામમાં એક નાનકડા ઘરમાં પોતાનું સાંસારીક જીવન ચાલું કરે છે. હિરા ઠાકુર નાના-મોટાં કામ કરી ઘર ચલાવવાં લાગે છે ત્યારે રાધાના અંકલની મદદથી હિરા ઠાકુર એક બસ ખ
રીદે છે. અને ધીમે ધીમે પ્રગતિ કરે છે. ધીમે ધીમે હિરા ઠાકુર વધારે બસ પણ ખરીદે લે છે. અને રાધાને કલેક્ટરની પરિક્ષા પાસ કરાવે છે. કલેક્ટરની પરિક્ષા પાસ કરી રાધા કલેક્ટર બની જાય છે. ભાનુપ્રતાપ એકવાર પાણીની સમસ્યા અંગે કલેક્ટર સાથે વાત કરવાં માટે જાય છે ત્યારે વહુ તરીકેની ફરજ નીભાવતાં કલેક્ટરના પદ પર રહીને પણ રાધા ભાનુપ્રતાપના પગ સ્પર્શે છે. અહીં એક વહુના સંસ્કારોની સાબિતિ થઈ આવે છે.
રાધા એક પુત્રને જન્મ આપે છે. અને તે શાળાએ જવાં લાગે છે ત્યારે ઠાકુર ભાનુપ્રતાપ સાથે તેની દોસ્તી થાય છે. અને થોડાં સમયમાં હિરા ઠાકુર ને ખબર પડે છે કે પોતાના પુત્ર અને તેનાં પિતા વચ્ચે દોસ્તી છે. ત્યારે હિરા ઠાકુરને ખુબ આનંદ થાય છે. હિરા ઠાકુર પોતાનાં પિતા ભાનુપ્રતાપના નામે એક હોસ્પિટલ પણ ચાલું કરે છે જે ભાનુપ્રતાપનું સ્વપ્ન હતું. ફિલ્મના અંતમાં ભાનુપ્રતાપને ખીરમાં ઝેર ભેળવીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
પરંતુ પિતા પુત્રના પ્રેમ વચ્ચે આ પ્રયાસ નિષ્ફળ નીવડે છે. અંતે ભાનુપ્રતાપ અને હિરા ઠાકુર પાછાં એક થઈ જાય છે. અને સહપરિવાર રહેવાં લાગે છે.
* જે પથ્થર હથોડી અને શીણીના વારથી રડવાં લાગે તે ક્યારેય મુર્તિ નથી બની શકતો.
* જે ખેતર હળ દ્વારા ખેડવાથી રડવાં લાગે તેમાં ક્યારેય અનાજ ઉત્પન્ન થતું નથી.
ફિલ્મના અંતમાં આવતું આ ગીત ખરેખર હ્રદયસ્પર્શી છે.
" ગોરે ગોરે સપને મેરે બરસો સે થે કીતને અધૂરે,
ધીરે ધીરે રંગ સજાતે તુને કર દીયે ઉનકો પુરે "