Jaydip Bharoliya

Drama Romance

3  

Jaydip Bharoliya

Drama Romance

છેલ્લી બેંંચ ભાગ-૨

છેલ્લી બેંંચ ભાગ-૨

4 mins
674


*છેલ્લી બેંચ-૨*

"યાર એક કામ કરને!" સાહિલે કહ્યું.

"શું"

"પેલી પીંક ડ્રેસ વાળીનું નામ જાણવું છે. તેની સહેલીને પુછી આવને" સાહિલે કહ્યું.

" ઓ સેન્ડલ ખવડાવવું છે?" આશિષે કહ્યું.

" યાર મને એ બહુ ગમી ગઈ. માત્ર તેનું નામ જાણવાનું કહું છું" સાહિલે કહ્યું.

"ઓહો, હજુ તો આજે કોલેજ ચાલુ થઈ છે અને તને ગમી પણ ગઈ!!!"

આશિષ પોતાનું ધ્યાન તે પીંક ડ્રેસવાળી તરફ દોરે છે અને પછી તેની સાથે ચાલી રહેલી તેની સહેલીઓ પર. એટલામાં જ આશિષની નજર પીંક ડ્રેસવાળીની સાથે ચાલી રહેલી શ્રેયા પર પડે છે. આશિષ અને શ્રેયા બંને એકબીજાને સ્કુલના સમયથી ખુબ સારી રીતે ઓળખતાં. બંને વાત પણ કરતાં. પરંતુ સારાં મિત્ર તરીકે.

" ચાલ ભાઈ તારું કામ થઈ ગયું સમજ" આશિષે અચાનક હા પાડતાં કહ્યું.

તરત જ આશિષ શ્રેયા પાસે જાય છે અને તેને એકબાજુ બોલાવે છે.

" શ્રેયા થોડી મદદ કરીશ?" આશિષે પુછ્યું.

" હા બોલ. ઘબરાય છે શું કામ?" શ્રેયાએ આશિષના પ્રશ્નનો ઉતર આપતાં કહ્યું.

" તારી સાથે પેલી પીંક ડ્રેસ વાળી છે તેનું નામ શું છે? " આશિષે પુછ્યું.

" ઓહો! ગમી ગઈ કે શું?" શ્રેયાએ આશિષ સાથે થોડી મસ્તિ કરતાં કહ્યું.

" ના હવે. તું નામ બોલને " આશિષે કહ્યું.

" તેનું નામ રાધી છે. બસ! " શ્રેયાએ કહ્યું.

શ્રેયા આશિષને પીંક ડ્રેસવાળીનું નામ બતાવી ચાલી જાય છે. આશિષ પણ સાહિલ પાસે જઈ તેને પીંક ડ્રેસવાળીનું નામ જણાવે છે. "રાધી" નામ સાંભળીને સાહિલ મનોમન હરખાય છે. કોલેજના પ્રથમ દિવસથી જ સાહિલ રોજ રાધીને જોવા લાગે છે. આશિષ શ્રેયાનો સારો મિત્ર હતો. એટલે ધીમે ધીમે કરતાં તે બંને અને શ્રેયાની સહેલીઓ વચ્ચે પણ મિત્રતા થઈ ગઈ. પરંતુ સાહિલને રાધી સાથે વાત કરવી વધારે ગમતી. સાહિલ રોજ કંઈક ને કંઈક બહાને રાધી પાસે બુક લેવાં જતો. ત્યારે તે બંને વચ્ચે થોડી થોડી વાતો પણ થઈ જતી.

કોલેજ ચાલુ થયાને એકાદ મહીના જેવું થઈ ગયું. સાહિલ અને રાધી વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. સાહિલ, રાધી, આશિષ અને શ્રેયા હવે ઘણીવાર સાથે ફરવા પણ જતાં હતાં. એકવાર કોલેજથી છુટ્યાં પછી શ્રેયાએ લેકવ્યુ ગાર્ડનમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો. આજે કોલેજ થોડી વહેલા છુટી ગઈ હતી. એટલે રાધીને પણ ઘરે જવાની કોઈ ઉતાવળ ન હતી. રાધી અને શ્રેયા શ્રેયાની એક્ટિવા પર અને આશિષ તથા સાહિલ સાહિલની શાઈન બાઈક પર સવાર થઈ ગાર્ડન જવા માટે કોલેજથી નીકળે છે.

સાહિલની પહેલેથી જ સ્પીડમાં બાઈક ચલાવવાની આદત હતી અને પુરાં જોશમાં તે બાઈક ચલાવતો. આજે પણ સાહિલની બાઈકની સ્પિડ લગભગ સો નો આંકડો વટાવી ચુકી હતી.

"શ્રેયા! યાર સાહિલ બાઈક કેટલી ફાસ્ટ ચલાવે છે! તેની બાજુમાં લે જો બાઈક" સાહિલની બાઈક ફુલ સ્પીડમાં જઈ રહી હતી. ક્યાંક તેનું ક્યાંક તેનું એક્સીડન્ટ ન થઈ જાય એ ચિંતાથી રાધીએ શ્રેયાને પોતાની બાઈક સાહિલની બાઈક સાથે કરવાનું કહ્યું હતું. શ્રેયાએ પણ પોતાની એક્ટિવાને લીવર આપ્યું અને બાઈક થોડી ચલાવી સાહિલની બાઈકની એકદમ બાજુમાં પહોંચાડી.

"સાહિલ યાર બાઈક થોડી ધીમે ચલાવ!" રાધીએ સાહિલની ચિંતા કરતાં કહ્યું.

"રાધી યાર મને તો બાઈક ફાસ્ટ ચલાવવામાં જ વધારે મજા આવે. તમે બંને ગાર્ડન પહોંચી જજો. હું અને સાહિલ બંને પહોંચીયે છીએ." એમ કહી સાહિલે ફરી પોતાની શાઈન ને લીવર આપ્યું અને લેકવ્યુ ગાર્ડન જઈને બાઈક ઉભી રાખી.

સાહાલ અને આશિષ ગાર્ડન પહોંચ્યા તેને લગભગ વીસેક મિનિટ જેવું થઈ ગયુ હતું. પરંતુ રાધી અને શ્રેયા હજુ સુધી ગાર્ડન પહોંચ્યા ન હતાં. સાહિલની બેચેની વધતી હતી. તેણે તરત જ રાધીને ફોન કર્યો. પરંતુ રાધીએ ફોન ઉઠાવતાં કટ કરી નાખ્યો. સાહિલે બીજી વખત પણ ટ્રાય કરી પરંતુ રાધીએ ફરી ફોન કટ કરી નાખ્યો.

"અરે યાર! આ રાધી વારંવાર ફોન કટ કરી નાખે છે." સાહિલે કહ્યું.

"હા ભાઈ. ધીરજ રાખ, ખબર છે તને રાધીની બહુ ચિંતા થાય છે" આશિષે થોડી મસ્તિ કરતાં કહ્યું.

બંને વચ્ચે આવી વાત થઈ. એટલામાં જ રાધી અને શ્રેયા બંને આવી જાય છે.

"લો આવી ગયાં મહારાણીઓ. રાધી તું મારો કોલ કેમ રીસીવ નહતી કરતી?" સાહિલએ કહ્યું.

"હું ચાલું બાઈક પર ફોન પર વાત નથી કરતી" રાધીએ થોડાં બગડેલાં મીજાજમાં જ સાહિલને વળતો જવાબ આપી દીધો.

"અરે મારાં સજ્જનો એ માથાકુટ છોડોને હવે! આપણે અંદર ગાર્ડનમાં જઈને બેસીએ" આશિષે વચ્ચે પોતાની વાત રાખતાં કહ્યું.

સાહિલ બાઈક ફુલ સ્પીડમાં ચલાવતો હતો એ જરાં રાધીને ગમ્યું નહી. એટલે તેનું મુડ બગડેલું હતું. અને તે સાહિલ સાથે સરખી રીતે વાત પણ નહતી કરતી. સાહિલ, રાધી, આશિષ અને શ્રેયા ગાર્ડનમાં દાખલ થાય છે. ગાર્ડનમાં એક બાજુ બે બેંચ પડી હતી. ચારેય ત્યાં જઈને બેસે છે. અને વાતોએ વળગે છે. પરંતુ રાધી સાહિલ તરફ ધ્યાન ન દેતાં થોડી સુનમુન બેઠી હોય છે.

"યાર આશિષ. રાધી નારાજ થઈ ગઈ હોય એવું નથી લાગતું?" સાહિલે આશિષનાં કાનમાં ધીમાં અવાજે કહ્યું.

"મને તો લાગે છે તારી બાઈક ચલાવવાની સ્પીડ જોઈને એ નારાજ થઈ છે અને તેનાં કહેવાં છતાં તે સ્પીડ ના ઘટાડી એટલે જરાં.." આશિષે ધીમે અવાજે સાહિલને કહ્યું.

"ભાઈ આને મનાવવી તો પડશે. તું કંઈક બહાનું બતાવી શ્રેયાને અહીંથી લઈ જા અને મને અને રાધીને એકલાં કર. પછી હું કંઈક ટોણાં મારું" સાહિલે કહ્યું.

"અરે યાર! બહુ તરસ લાગી છે. શ્રેયા ચાલ આપણે પાણીની બોટલ અને કંઈક નાસ્તો લઈ આવીએ." આશિષે શ્રેયાને ત્યાંથી લઈ જવાનું બહાનું બનાવતાં કહ્યું.

આશિષ અને શ્રેયા બંને ગાર્ડનની બહાર નાસ્તો પાણી લેવા માટે જાય છે. જ્યારે બીજી તરફ ગાર્ડનમાં સાહિલ રાધી સાથે વાત કરતાં મુંઝાય છે.

"આને છંછેડું કે નહી!, મુડ જોઈને તો એવું લાગે છે કે છંછેડીશ તો ભડકશે. પરંતુ કોશિશ તો કરીએ" સાહિલ મનમાં આમ વિચારી રાધીની પાસે જઈને બેસે છે. પરંતુ રાધી સાહિલથી મોં ફેરવી લે છે.

"અરે રાધી! આજે ગાર્ડન કેટલું સુંદર લાગે છે નહીં!" સાહિલનાં પ્રશ્નનો રાધી કોઈ જ ઉતર આપતી નથી એટલે સાહિલ થોડો ભાવુક થઈ રાધી સાથે વાત કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama