Jaydip Bharoliya

Drama Romance

3  

Jaydip Bharoliya

Drama Romance

છેલ્લી બેંચ ભાગ-૩

છેલ્લી બેંચ ભાગ-૩

4 mins
724


"રાધી બસ કર યાર! મને માફ કરી દે. હવે પછી ક્યારેય ફુલ સ્પીડમાં બાઈક નહીં ચલાવું." સાહિલ રાધીને એકદમ ઉદાસ ચહેરે મનાવવાની કોશિશ કરે છે.

"મારે તારી સાથે કોઈ જ પ્રકારની વાત નથી કરવી અને તું પણ મારી સાથે વાત ના કરે તો બહેતર રહેશે" રાધીએ સાહિલ સામે જોયાં વિના જ ગુસ્સાં ભર્યા અવાજે કહ્યું.

"રાધી યાર મેં બાઈક જ તો ચલાવી હતી. કોઈ ગુનો તો નથી કર્યો ને! કે તું વાત કરવાનું પણ છોડી દે. પ્લીઝ યાર હું અંતરમનથી માફી માંગુ છું. હવે પછી હું ક્યારેય ફુલસ્પીડમાં બાઈક નહીં ચલાવું. તારાં કસમ" સાહિલે કહ્યું.

સાહિલે હવે પછી ક્યારેય બાઈક ફુલસ્પીડમાં ના ચલાવવાનું કહ્યું અને રાધીના કસમ પણ લીધા એટલે રાધીનો ગુસ્સો થોડો શાંત થયો અને તેણે સાહિલ તરફ ચહેરો ફેરવ્યો.

"તે મારાં કસમ લીધા છે. એટલે હું તારા પર વિશ્વાસ કરુ છું. પણ તું મારાં કસમ ભુલી ના જતો." રાધીએ સાહિલ સાથે શાંતિથી વાત કરતાં કહ્યું.

"રાધી. પ્રોમિસ યાર. હવે આ ભૂલ ક્યારેય નહીં થાય. હવે થોડું હસી લે. બિચારા ગાર્ડનના ફુલ પણ તારાં ગુસ્સાથી મુરઝાઈ ગયાં છે." સાહિલે રાધીને ખુશ કરવાં માટે થોડી મસ્તી કરતાં કહ્યું.

સાહિલની વાત સાંભળીને રાધી થોડું હસી પણ ખરી અને તેનો બગડેલો મુડ ફરી તાજો થઈ ગયો. બંનેએ થોડી વાતચીત કરી એટલામાં આશિષ અને શ્રેયા બંને આવી જાય છે. રાધી અને સાહિલને એકબીજા સાથે વાત કરતાં જોઈ આશિષને દૂરથી જ અંદાજ આવી ગયો હતો કે રાધીનો ગુસ્સો પીગળી ગયો છે અને તેની નારાજગી પણ દૂર થઈ ગઈ હશે. આશિષ આવીને સાહિલની બાજુમાં બેસી જાય છે.

"તારાં ખિસ્સામાં મેં સિલ્ક મુકી છે. પછી તને યોગ્ય લાગે ત્યારે રાધીને આપી દેજે." આશિષે સાહિલના કાનમાં ધીમેથી કહ્યું. સાહિલ પોતાનું માથું હલાવી ઓકે નો ઈશારો કરી દે છે.

ગાર્ડનમાં બેસી થોડી અવનવી વાતો કરી, નાસ્તો કર્યો અને પછી સાહિલ, આશિષ, રાધી અને શ્રેયા ચારેય ઘરે જવાં માટે ગાર્ડનમાંથી બહાર નીકળી પોતાની બાઈક પાસે આવે છે. ત્યારે...

"અરે રાધી! મારે તને ઘરે મુકવાં આવવી પડશેને?" શ્રેયાએ કહ્યું.

"હા. મુકવાતો આવવું જ પડશે. નહિંતર હું કઈ રીતે જાઉં?" રાધીએ કહ્યું.

"અરે પણ સાહિલને રાધીના ઘર તરફથી જ જવાનું છે. તે રાધીને તેનાં ઘર સુધી મૂકતો જશે અને શ્રેયા તું મને તારાં ઘરે જતાં વચ્ચે મારાં ઘરે મને ડ્રોપ કરતી જા" આશિષે કહ્યું.

"મને તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ રાધી......." શ્રેયાએ કહ્યું.

"હું સાહિલની સાથે ચાલી જઈશ. નો પ્રોબ્લેમ." રાધીએ કહ્યું.

રાધીની સહમતી લઈ શ્રેયા અને આશિષ શ્રેયાની બાઈક પર અને રાધી સાહિલની બાઈક પર ગાર્ડનથી ઘરે જવા માટે નીકળી જાય છે.

પોતાની થનારી પ્રેમિકા પોતાની બાઈક પર બેઠી છે એટલે સાહિલ મનોમન હરખાતો હતો. ગાર્ડનમાં રાધીને આપેલાં વચન મુજબ સાહિલ બાઈક ધીમે ધીમે ચલાવી રાધીના ઘરની સોસાયટીના ગેટ પાસે પહોંચે છે.

અત્યારે રાધીને સીલ્ક આપવાનો સારો મોકો છે. આમ વિચારી સાહિલ રાધીને સીલ્ક આપી દે છે.

"થેન્ક યુ સાહિલ" સાહિલનો આભાર માની રાધી પોતાની સોસાયટીમાં ચાલી જાય છે અને સાહિલ પણ રાધીના ગયાં પછી ત્યાંથી પોતાનાં ઘરે જવાં માટે નીકળી જાય છે.

રાત્રે નવ વાગ્યે પોતાનો નિત્યક્રમ પતાવી સાહિલ પોતાનાં આલીશાન બેડરૂમમાં બેડ પર સૂતો સૂતો મોબાઈલ મચડતો હતો. અચાનક રાધીનો મેસેજ આવે છે અને સાહિલ વોટ્સેપ ઓપન કરે છે.

"સોરી સાહિલ. આજે મેં તારાં પર ગુસ્સો કર્યો" રાધીનો મેસેજ આવ્યો હતો.

"કંઈ નહી. એવું તો ચાલ્યાં કરે" સાહિલે રાધીને રીપ્લે આપ્યો.

"તે આપેલી સીલ્ક એકદમ તારાં જેવી મસ્ત હતી. તેના માટે ફરી એકવાર થેન્ક યુ સો મચ" રાધીનો મેસેજ આવ્યો.

"કાલે તારાં માટે એક બીજું સરપ્રાઈઝ છે અને શું સરપ્રાઈઝ છે એ અત્યારે તું નહીં પૂછે. ઓકે?" સાહિલે રાધીને રીપ્લાય આપ્યો.

"ઓકે"

રાત્રે ત્રીસેક મિનિટ વોટ્સેપ પર ચેટિંગ કર્યા પછી બંને સૂઈ જાય છે. વળતે દિવસે કોલેજમાં ફંક્શન હોવાથી બે જ લેક્ચર હતાં. આજે સાહિલે શ્રેયા અને રાધીને લેક્ચર બંક કરવાં માટે મનાવી લીધા. જો કે પહેલાં રાધી લેક્ચર બંક કરવાની ખુબ જ ના પાડતી હતી. પરંતુ સાહિલના બહુ કહેવાથી તે માની જાય છે અને આશિષને તો મનાવવાનું આવે જ નહીં. એને તો સાહિલ અને રાધીને એક કરવાં માટે સાહિલના હાથની કટપુતળી જ બની જવાનું. સાહિલની દરેક વાતમાં હા એ હા રાખવાની. લેક્ચર બંક કરી ચારેય કોલેજના કેન્ટિનમાં એક ટેબલની ફરતે ચાર ખુરશી નાખીને બેઠાં હતાં.

"બોલ ભાઈ! કોઈ કારણ વિના બંક કેમ મરાવ્યો?" આશિષે પુછ્યું.

"હા" શ્રેયા અને રાધીએ આશિષની વાત પર વજન આપતાં કહ્યું.

"ખબર નહીં." સાહિલે કહ્યું.

"બંક શું કામ મરાવ્યો એ તને જ ખબર નથી?" રાધીએ પુછ્યું.

"એટલે હું શું કહું છું કે આપણે ઘણાં સમયથી બહાર ફરવા નથી ગયાં તો કોઈ મસ્ત જગ્યા પર ફરવા જઈએ" સાહિલે કહ્યું.

"હા પણ કઈ જગ્યા પર?" આશિષ, રાધી અને શ્રેયાએ એક સાથે પ્રશ્ન કર્યો.

"એ હિમાલીયા મોલ છે ને" હજુ શ્રેયા આટલું જ બોલી હતી કે વચ્ચે આશિષે તેની વાત કાપતાં કહ્યું.

"હા બસ. તને તો મોલ સીવાય બીજું કંઈ દેખાતું જ નથી!"

"ના યાર શ્રેયા મોલ પણ હવે બોરીંગ લાગે છે. એ નહીં કંઈ બીજુ વિચાર" રાધીએ કહ્યું.

"પહેલાં મારી પૂરી વાત તો સાંભળો. વચ્ચે જ બકરાંની જેમ બોલી ઉઠે" શ્રેયાએ આક્રોશમાં આવીને કહ્યું.

"હા. આતો પોતાની સિવાય બીજા બધાંને જમાવર જ સમજે છે. બોલવાં દ્યો નહીંતર અહીં ભૂકંપ આવી જશે" આશિષે શ્રેયાની વાતની ઠેકડી ઉડાવતાં કહ્યું.

"બસ હવે ચૂપ. સાંભળો" શ્રેયાએ થોડી ઠંડી પડીને કહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama