Jaydip Bharoliya

Inspirational

3  

Jaydip Bharoliya

Inspirational

જિંંદગીને મોજથી જીવો

જિંંદગીને મોજથી જીવો

3 mins
732


ઈશ્વરે આપણને કેટલી મસ્ત જિંદગી આપી છે. અને આપણે ! કેટલું કામ છે ! થશે કે નહીં થાય ! નહીં થાય તો શું થશે ? સતત આવાં વિચારોથી ઘેરાયેલા રહીએ છીએ. પતિને સવારે વહેલા ઉઠી કામે જવાનું ટેન્શન, ગૃહિણીને ઘર સંભાળવાનું ટેન્શન, બાળકોને શાળામાંથી આપેલાં હોમવર્કનું ટેન્શન. આ રીતે જોવા જઈએને તો દુનિયાનું બીજું નામ એટલે ટેન્શન. ટેન્શન એટલે કોઈ સારી બાબત નથી. ટેન્શન એટલે મગજના નેગેટિવ વિચારો. કોઈ વ્યક્તિ માત્ર એક દિવસ પણ ટેન્શનથી મુક્ત નથી રહી શકતો. જિંદગીને માનવે ટેન્શનનો શો-રૂમ બનાવી દીધો છે. જ્યાં અલગ-અલગ વેરાયટીના ટેન્શન મળે છે. કુતરાં કે બિલાડીને જોયા છે ક્યારેય ટેન્શન લેતાં. રોજ સવારે રોજ નવી મુસીબત.


માનવી નાનકડાં એવાં દુ:ખમાંથી પણ બે દિવસ સુધી બહાર નથી આવતો. વેદ-પુરાણોમાં લખ્યું છે કે સુખ અને દુ:ખ જિંદગીનો એક હિસ્સો છે. આ બંને એક પ્રકારનું ચક્ર છે જે સતત ફર્યા કરે છે. સુખ અને દુ:ખ વારાફરતી આપણાં જીવનમાં આવ્યાં જ કરે છે. જ્યારે ખબર જ છે કે દુ:ખ પછી સુખ આવવાનું જ છે. તો દુ:ખને પોશવાનો શો અર્થ ? આપણને સુખ વધારે ગમે છે કારણ કે તેમાં આપણને આનંદ મળે છે. જ્યારે દુ:ખ નથી ગમતું. કારણ કે તેમાં કાં તો આપણે રડતાં હોઈએ, કાં હતાશ થઈએ. અને સતત તેના વિચાર કરતાં હોઈએ. આ વ્યક્તિના નેગેટિવ વિચાર છે.

ઈશ્વરે આપણને કેટલી સરસ જિંદગી આપી છે. રડવાં, હતાશ થવાં કે ટેન્શન લેવાં માટે નહીં પરંતુ મોજથી જીવવા માટે. અને ખરેખર ઈશ્વરે આપેલી આ અમુલ્ય ભેટ છે જેને આપણે માણવી જોઈએ.

"સારો સમય એજ વ્યક્તિનો આવે છે જેણે ખરાબ સમય જોયો હોય"


જ્યારે આપણી ઉપર દુ:ખોના પહાડ તુટી પડે ત્યારે ખુબ હતાશ થતાં હોઈએ છીએ. અને સતત આ દુ:ખને યાદ કરતાં હોઈએ છીએ. આ નેગેટિવ વિચાર છે. કદાચ આપણે નેગેટિવ વિચારવાને બદલે પોઝિટિવ વિચારીએ તો આ દુ:ખ ઓછું થઈ શકે. કારણ કે દુ:ખ આવવું એ સુખ આવવાનો સંકેત છે.

જ્યારે આપણને માથામાં દુ:ખાવો થતો હોય ત્યારે બે કલાક સુઈ જઈએ અને જ્યારે ઉઠીએ ત્યારે દુ:ખાવો હોતો નથી. આવું કેમ ? કારણ કે જ્યારે જાગ્રત હતાં ત્યારે સતત વિચાર્યા કરતાં. કેટલું માથું દુ:ખે છે ? ક્યારે દુ:ખાવો ઉતરશે ? પરંતુ સુઈ ગયાં પછી કોઈપણ પ્રકારના વિચારો આવતાં ન હોવાથી માથાનો દુ:ખાવો આપમેળે ઉતરી જાય છે. એવીજ રીતે જ્યારે પણ દુ:ખ આવે ત્યારે તેની વિશે કંઈપણ વિચાર્યા વિના જ અન્ય કોઈ પ્રવૃતિમાં મગજને એકાગ્ર કરવું જોઈએ. દુ:ખ આપમેળે જતું રહેશે.


ઈશ્વરે આટલી મસ્ત જિંદગી આપી છે, તો તેને મોજથી જીવવી જોઈએ. કારણ કે ટેન્શન લઈને કોઈજ ફાયદો નથી. જિંદગીને મોજથી જીવવા માટે કોઈ કારણ, સ્થળ કે સમયની જરૂર પડતી નથી. એ માત્ર આપણાં વિચારો પર નિર્ભર કરે છે. અને વિચારો હંમેશા એવાં રાખવા જોઈએ કે આપણે આનંદ આપે, ખુશી આપે, સતત આપણને જિંદગી આગળ વધવા માટે પ્રેરણા આપે. નહી કે સતત આપણને આગળ વધતાં અટકાવે. આપણાં કાર્યમાં રુકાવટ બને. બાળક જ્યારે જન્મે છે ત્યારે કપડાં પહેરીને જન્મ નથી લેતું. તેની માતા તેને કપડાં પહેરાવે છે એવી જ રીતે સુખ અને દુ:ખ બંને બાળક આ દુનિયામાં આવીને મેળવે છે. જે સંપુર્ણ રીતે તેની પર આધાર રાખે છે. કે મારે કેવી રીતે જીવવું જોઈએ. 

"જિંદગીને મોજથી જીવો અને એટલી મોજથી જીવો કે સામેવાળાને આશ્ચર્ય થાય કે આટલું બધું ટેન્શન હોવાં છતાં કોઈ ફિકર જ નથી"

સુખ મેળવવા માટે દુ:ખના પાપડ શેકવા જ પડે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational