Jaydip Bharoliya

Drama Romance Thriller

3  

Jaydip Bharoliya

Drama Romance Thriller

ખામોશી અંતીમ ભાગ

ખામોશી અંતીમ ભાગ

5 mins
591


આગળના પ્રકરણમાં આપણે જોયું કે વીનય ને પોતાનો પ્રેમ મળી છે. ઘણાબધી રાહ જોયા પછી વીનય અને એકબીજાની નજીક આવે છે. બંને સાથે ફરવા જાય છે અને ડુંમસ બીચ પર રાધીએ વીનયની સામે એકબીજાની ફીલીંગ પુરી કરવાની વાત કરી અને ઉભરાતી જુવાનીમાં આમ કરવા માટે તૈયાર થાય છે. હવે આગળ વાંચો....

વીનય અને રાધી ડુંમસ બીચ પર ખુબ એન્જોય કરે છે અને સૂર્ય આથમવાની તૈયારી માં હતો સાંજ પણ થવા આવી હતી એટલે રાધીએ વીનયને કહ્યું.

ચાલ વીનય હવે આપણે ઘરે જઈશું અને સાંજ પણ પડવા આવી છે મારે જલ્દીથી ઘરે પહોચવું જોઈએ નહીંતર મમ્મી પપ્પાને ચિંતા થશે....

હા. મારે પણ હવે ઘરે જવું જોઈએ.....વીનયે કહ્યું.

વીનય રાધીનો હાથ પકડીને એની આંખોમાં જોઈ રહે છે બંનેને છુટા પડવાની ઈચ્છા નહતી થતી થોડીવાર માટે તો બંને શાંત બેસી રહે છે પછી વીનય કહે છે રાધી આજનો દિવસ મને જીવનભર યાદ રહેશે મે તો થોડી વારમાં તારી સાથે આખા જીવનનો અનુભવ કર્યો છે તને સાચો પ્રેમ કરુ છું.ખરેખર તે મારા જીવનમાં આવી અને મારુ જીવન રોશન કર્યુ છે....

બસ કર હવે બસ કર આટલા બધા વખાણ ના કર નહીંતર કોઈની નજર લાગી જશે........રાધીએ મુખ પર લાવી હસતાં હસતાં કહ્યૂં.

અને ઘરે જતાં પાછુ એ જ. એક બાઈક એક પ્રેમી પંખીડું અને વીનયની પીઠ સાથે પ્રેમથી ટચ થયેલી રાધી....અને વીનય બાઈક સ્પીડ તો હતી જ. થોડી વારમાં રાધીનું ઘર પણ આવી જાય છે વીનય રાધીને તેના ઘરે મુકી પોતાના ઘરે પહોંચે છે.

વીનય તો હજી રાધી સાથેની આજની મુલાકાત ને વારંવાર યાદ કરે છે અને મનોમન મુસ્કુરાતો હોય છે આજે રાધી સાથે વીતાવેલી એ દરેક પળ વીનયને વારંવાર યાદ આવતી હોય છે તે પોતાના બેડરૂમમાં બેડ પર ઉંઘા સુઈને પોતાના મોબાઈલ માં રાધીના ફોટાને જોઈ રહે છે. એકદમ ફીલ્મી સ્ટાઈલમાં... ત્યાંજ મોબાઈલની સ્ર્કીન ઉપર રાધીનો મેસેજ પડે છે....

અને વીનય તરત જ મેસેજ વાંચે છે....

હાય...વીનય.....આજે આપણે ડુમસ બીચ પર ફરવા ગયેલા અને ત્યાં.....અને આપણે બંને એકબીજા ને પ્રેમ કરીએ છીએ પ્લીઝ તું આ વાત કોઈ ને કરતો નહીં........રાધીએ મેસેજ મોકલ્યો હતો.

ઓકે જાન હું કોઈની સાથે આ વાત શેયર નહી કરું.....વીનયે જવાબ આપ્યો...

હં તો સોરી વીનય હું અત્યારે કામમાં થોડી વ્યસ્ત છું તો પછી વાત કરૂં.....રાધીનો મેસેજ આવ્યો.

હા કઈ વાંધો નહી...ફ્રી થાય ત્યારે મેસેજ કરજે .......આમ કહી વીનય ફોન સાઈડ પર મુકી થોડો આરામ કરી લવ એમ વિચારી સુઈ જાય છે.પરંતુ થોડી જ વારમાં વીનયના મોબાઇલમાં કોઈનો કોલ આવે છે વીનય નીંદમાંજ ફોન ઉપાડે છે અને કહે છે..હાલો.....

એલા ક્યાં છે તું...અને આખો દિવસ ક્યાં હતો કેટલા ફોન કર્યા તને પણ તે ઉપાડ્યા જ નહી.......

વીનયે ફોનની ડીસપ્લે પર જોયું તો આશીષનો ફોન હતો... અરે સોરી યાર મારો ફોન સાયલેન્ટ મોડ પર હતો એટલે કદાચ મને ફોનની રીંગટોન નહી સંભળાય હોય વીનયે કહ્યું...

ઓકે કઈ નહી અત્યારે ક્યા છે તું...આશીષે પુછ્યું.

ઘરે જ છું યાર આરામ કરતો હતો.....વીનયે કહ્યું.

હું થોડી વારમાં પુલ પર આવુ છું તું પણ આવી જા.....આશીષે કહ્યું.

હા આવું છું..,આમ કહી વીનય ફોન મુકી દે છે..

આ બંને જુગલ જોડી થોડી જ વારમાં પુલ પર પહોંચી જાય છે.

સાલાં હરામી ક્યા હતો આખો દિવસ મારો એક પણ કોલના ઉપાડ્યો અને આજે તો રજા હતી હું તારા ઘરે પણ ગયેલો ત્યાં તારા પપ્પા એ કહ્યું કે એ તો ક્યારનો બહાર ગયો છે.... જવાબ આપ....કેમ કંઈ બોલતો નથી........આશીષે ખુબ ગુસ્સા ભર્યા અવાજે કહ્યું.

અરે પણ તું મને બોલવાનો સમય તો આપ...આવીને તરત બક બક બક કરે છો પાછો કહે કેમ કઈ બોલતો નથી.........વીનયે કહ્યું..

હા ચાલ હવે બોલ કયા આટાં ઠોકતો હતો આખો દિવસ...આશીષે કહ્યું.

કોઈ આંટા નોતુ મારતું એ તો જરા ફ્રેન્ડ સાથે ગયેલો ફરવા...,વીનય સાચી વાત છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો.

ઓ હો હો ફ્રેન્ડ વીનય ભાઈ ને વળી બીજા કયા ફ્રેન્ડ છે......આશીષે વીનયની ચુટકી લેતાં કહ્યું તું જરૂર કઈક છુપાવવાની કોશીશ કરે છો...અને આશીષ નારાજ થઈને પોતાનુ મો ફેરવી લે છે...

અરે ના ભાઈ છુપાવવા જેવી કોઈ વાત નથી..પણ કેમ કહું..., અને વીનય કહે છે પેલી છે ને.......આમ આટલું બોલીને વીનય અટકી જાય છે..

ઓય ઓય ઓય ઓય પેલી પેલી પેલી કોણ પેલી......આશીષ નું મુડ વીનયના મુખમાંથી પેલી શબ્દ સાંભળીને જ મજાકના મુડમાં આવી જાય છે..

અરે યાર રાધીની વાત કરૂ છુ.....વીનય ફટાફટ બોલી જાય છે.

શું કહ્યૂં રાધી હં તો રાધીનું શું છે.....આશીષે પુછ્યું.

અમે બંને ફરવા ગયેલા.....વીનય શરમમાં જ બોલે છે....

ઓ ભાઈ નીંદમાં છો કે શું ? રાધીના પ્રેમમાં પાગલ જ થઈ ગયો છે.....આશીષે કહ્યું.

ના યાર સાચું કહું છું રાધીના કસમ.....વીનયે કહ્યું.

રાધીના કસમ એનો અર્થ એમ કે તું સાચેજ રાધીને લઈને ફરવા ગયેલો...પણ કેવી રીતે...તે રાધીને પ્રપોઝ કરી દીધો અને મને કહ્યું પણ નહી......આશીષે કહ્યું.

હા યાર સોરી પણ હજી કાલે જ મે મારા દીલની વાત એને જણાવી પણ આજે અમે બીચ પર ગયેલા ત્યા જોશમાંને જોશમાં મે ન કરવાનું કરી દીધું.......વીનયે ઘબરાતા ઘબરાતા આશીષને કહે છે.

શું કર્યુ તે સાચુ કહેજે...આશીષે કહ્યું.

વીનય સેક્સની વાતને છુપાવતા છુપાવતા કહે છે કઈ નહી મે રાધીને હગ કરેલું.....પરંતુ આશીષને મનમાં શક તો રહી જ ગયેલો કે વીનય કંઈક તો છુપાવી રહ્યો છે પણ કઈ નહી કાલે પાછી આ વાતને ઉખાડીશ અને બંને થોડીવાત કર્યા પછી પોતપોતાના ઘરે જાય છે. આગળના દિવસે નવા દિવસની નવી સવારે સવારમાં વહેલા સાત વાગે કોલેજ જવાનો સમય થયો અને આશીષ વીનયને કોલ કરે છે. પરંતુ વીનય કોલ રીસીવ કરતો નથી. ત્રણ ચાર વખત આશીષ વીનયને કોલ કરે છે છતાં વીનય કોલ રીસીવ કરતો નથી ત્યારબાદ આશીષ વીનયના પપ્પાને કોલ કરે છે અને વીનયના પપ્પા કહે છે કે વીનયતો કોલેજ જવા માટે નીકળી ચુક્યો છે...

લાગે છે આ સવાર સવાર માં રાધીને મળવાં પહોંચી ગયો છે....આમ મનોમન આશીષ વિચાર કરીને કોલેજ પહોંચે છે પરંતુ ત્યાં પણ વીનયની કોઈ ભાળ મળતી નથી આશીષ રાધીને પણ મળે છે. ગઈકાલ પછી વીનય રાધીને મળયોજ નથી એમ રાધી તરફથી જાણવા મળે છે. હજી કોલેજના લેક્ચર ચાલું થયા ન હતા. દરેક સ્ટુડન્ટ કોલેજ કમ્પાઉન્ડમાં જ હતાં. એમ પણ કોલેજમાં લેક્ચર ભરવા તો કોણ જાય. આશીષે વીનયને શોધવાની ખુબ કોશીશ કરી પણ વીનય મળતો નથી. છેવટે તે પોતાના ક્લાસ તરફ જાય છે. ક્લાસનો દરવાજો ખોલી અંદર જાય છે તો અંદર જતાની સાથેજ તેની આંખો ખુલ્લી રહી જાય છે કારણ કે ક્લાસની અંદર દાખલ થતાની સાથે જ આશીષ પંખા પર કમર બેલ્ટમાં લટકતી એક લાશ જોવે છે. આશીષ જુવે છે તો એ લાશ હતી વીનયની.......................

લોડિંગ.......

ખામોશીના આગળના પ્રકરણ વાંચો એક નવા શીર્ષક સાથે પ્રેત સાથે ઈશ્ક. અઠવાડીયાના દર શનીવારે ..

વીનયનું મોત કેવી રીતે થયું હશે....?

વીનયનું મોત હત્યા છે કે પછી આત્મહત્યા......?

વીનયના મૃત્યુ પાછળનું રાજ આશીષ કેવી રીતે કેવી શોધશે......?

વાંચતા રહો પ્રેત સાથે ઈશ્ક

આપનો અભિપ્રાય આ નંબર પર જણાવો 8487935845


Rate this content
Log in

Similar gujarati story from Drama