STORYMIRROR

PRAVIN MAKWANA

Classics Inspirational

3  

PRAVIN MAKWANA

Classics Inspirational

ખાદી અને ગાંધી ટોપી

ખાદી અને ગાંધી ટોપી

1 min
166

સત્યાગ્રહના દિવસો હતા. મુંબઇના લેમિંગ્ટન રોડ પર પોલીસ સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું. એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરનાં ઘરેણાં એણે ઉતાર્યાં. બાજુવાળા એક ભાઇના હાથમાં એ મૂક્યાં. પોતાનું નામ-સરનામું આપ્યું અને કહ્યું : ‘આટલાં ઘરેણાં મારા ઘરે પહોંચાડી દેશો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છું.’

પેલા ભાઇએ સવાલ કર્યો : બહેન, આપણે તો કોઇ ઓળખાણ પણ નથી ને આ ઘરેણાં હું તમારા ઘરે પહોંચાડી દઇશ એવો ભરોસો કેવી રીતે રાખો છો?

‘તમારા શરીર પર ખાદી ને માથે ગાંધીટોપી છે ને, એટલે.’


Rate this content
Log in

Similar gujarati story from Classics