Mariyam Dhupli

Thriller

4  

Mariyam Dhupli

Thriller

કારોબાર

કારોબાર

2 mins
432


એક પછી એક લોકોથી ઘર ઉભરાઈ રહ્યું હતું. નાનકડા ઘરમાં બધાને બેસવા માટે યોગ્ય જગ્યા મળી રહે એ માટે વ્યવસ્થિત ગોઠવણ તો કરી હતી છતાં આંખો વારેઘડી એ ચારે તરફ ફરતી ફરતી હાંફી રહી હતી. આજ સુધી આ ઘરમાં પાર પડેલા દરેક પ્રસંગમાં કદી કોઈ કચાશ રહી ન હતી. આ વખતે પણ....

ફોન ક્યારનો ધ્રુજી રહ્યો હતો કે પોતેજ ?

મહત્વનો કોલ હતો. તરતજ ઉપાડવો પડ્યો.

" જી હા "

" હા, આજ સરનામે...."

" ઉતાવળ કરજો ભાઈ ..સમયની કટોકટી છે..."

" ઠીક છે . "

કોલ કપાયો. મનોમન આશા બાંધી. બસ, ઓર્ડર કરેલા ફૂલો અને અન્ય બધોજ સામાન સમયસર મળી રહે તો બહુ. 

કોઈ હાથ ખભે ગોઠવાયો. નવા આવેલ મહેમાન માટે એણે ઘરની અંદર પ્રવેશવાનો માર્ગ મોકળો કર્યો. આ તો ઘણા નજીકના સંબંધી. એમના માટે તો રોકાણની વ્યવસ્થા પણ કરવી પડશે. અન્ય શહેરથી આટલી દૂર આવેલા વડીલ આજે ને આજે તો પરત નજ થશે. 

નાનકડું ઘર આજે કદમાં હજી નાનું કેમ લાગી રહ્યું હતું ?  

હવે જે રોકાવાનાં હોય એ બધાના રહેવા, જમવાની વ્યવસ્થા પણ માથે ઊભીજ ...

આ સમયે પણ મનમાં ખર્ચાના દાખલાઓ ? પણ ...

અરે, જમવા પરથી યાદ આવ્યું ...

ઘરમાં હાજર દરેક લોકોના માથા ફરીથી ગણતરીમાં સમાઈ રહ્યા ...

આંકડા અપેક્ષા વટાવી રહ્યા. 

જમવા માટે કરેલો ઓર્ડર પૂરતો થઇ રહેશે ? 

જમણ ઓછું પડ્યું તો ....? 

આબરૂ નો પ્રશ્ન છે. 

ને ચા નાસ્તો એ પણ બધું જુદું ......

ઘભરાટ પરસેવાના સ્વરૂપે ચ્હેરા પર બાઝી ઉઠ્યો. અનુભવનો અભાવ કાળજાને કંપાવી રહ્યો. પ્રસંગો સાચવવાની ટેવ ક્યાંથી ?ખર્ચાઓને પ્રથમવાર આટલી નજીકથી નિહાળવાની તક મળી હતી. નજીકથી એ વધુ કદાવર અને બિહામણા ભાસતા હતા. 

આ બધું મારી ક્ષમતાથી બહાર ...હું ના કરી શકું...

સંપૂર્ણ વ્યવસ્થિત કારોભાર તો પપ્પાજ સંભાળી શકે ...દર વખતની જેમ એમનેજ સોંપી દઉં તો.....

ખુરશી ઉપરથી શરીર થોડું ઊંચકાયુંજ કે સામે તરફથી મમ્મીના રુદનનો અવાજ સંભળાયો. 

પપ્પાનું પાર્થિવ શરીર નિહાળી યાદ આવ્યું..

આ તો પપ્પા નું જ બેસણું.....!


Rate this content
Log in

Similar gujarati story from Thriller