Margi Patel

Tragedy Crime Thriller

3  

Margi Patel

Tragedy Crime Thriller

કાનોસુની - 1

કાનોસુની - 1

6 mins
12.1K


ના, મેં એવુ નથી કર્યું. તમે કેમ સાંભળતા નથી. તમે માનો છો એવુ કઈ જ નથી. હું તમારા જ છોકરાની માં બનવાની છું. મને મારશો નહીં. થોડું તો સાંભળો. તમારો દોસ્ત ખોટું નથી બોલતી. મારાં પેટ માં રહેલા બાળક ના પિતા તમે જ છો. મહેરબાની કરી ને મને જવો દો. મને ના મારો. આપણા બાળક વિશે તો વિચારો કંઈક. પ્લીઝ ના મારો.  બોલતાની સાથે જ મહેશે નીતા ના માથા માં પાઇપ મારી અને નીતા ત્યાં જ લોહીમાં લથપથ પડી ગઈ. નીતા ને આવી હાલત માં દેખી ને પણ મહેશ ની આંખમાં કોઈ જ શરમ નહીં.

1 મહિના ની અંદર અંદર કોણ જાણે શું થયું ગયું મહેશ અને નીતા ના સબંધ ને? કેવો બંને ના વચ્ચે પ્રેમ હતો. કોઈની નજર લાગી ગઈ લાગે છે. નીતા તો છોકરી ખુબ જ ડાહી હતી. ખબર નહીં આ મહેશ ને શું થઇ ગયું તો નીતા ને રોજ આટલો મારતો. નીતાનું તો છોડો પણ નીતા ના પેટ માં જન્મી રહેલા તેના બાળક નો પણ વિચાર ના કર્યો. અને એક જ પાઇપના મારે નીતા ને આજે......

રામપુરા માં રહેતો મહેશ આજે નીતા ને લગ્ન કરીને તેના ઘરે લઈને આવ્યો. બંને ખુબ જ ખુશ હતા. નવા નવા લગ્ન થયેલા બંને એકબીજા ને એટલો પ્રેમ કરતા કે મહેશ અને નીતા એકબીજાથી અલગ જ ના રહે. મહેશ પણ તેનું કામ પતાવીને જલ્દી જલ્દી ઘરે આવી જાય. મહેશ ના ઘર આવ્યા પછી નીતા પણ મહેશ ની આગળ પાછળ જ ફર્યા કરતી. મહેશ અને નીતા બંને એક બીજા જ ખોવાયેલા રહેતા. નીતા મહેશ ને રોજ અલગ અલગ જમવાનું બનાવી ને આપે. ખુબ જ ચાઉંથી મહેશ નીતાના જમવાના વખાણ કરતા કરતા જમતો. અને નીતા પણ મહેશ ના બે મધુર શબ્દો સાંભળીને ખુશ થઇ જતી.

આજે ઓફિસ માં મહેશ ને તેના દોસ્તો એ દાવત માંગતા કહ્યું , " અલ્યા મહેશ, તું દરરોજ ભાભી ના વખાણ કરે છે. દરરોજ તારી વાતો થી અમને જીવ લલચાવે છે. તારા લગ્ન ને હવે તો 15 દિવસ થઇ ગયા છે. હવે તો તું તારા લગ્ન ની દાવત આપ. " મહેશે તેના દોસ્તો ની વાત માની ને હા પણ કહી દીધું અને પૂછવા લાગ્યો કે ," બોલા ક્યાં જોઈએ છે દાવત ? તમારા ભાભી ના નામે તો હું તમને 5 સ્ટાર હોટલ માં પણ લઇ જાઉં. બોલો ક્યારે જાઉં છે?" એટલા માં જ ત્યાં બેસેલા મહેશ ના દોસ્તો ની ટુકડીમાંથી સુનિલ બોલ્યો કે ," શું મહેશ બહાર નું તો અમે ખાઈએ જ છીએ. તું દરરોજ ભાભી ના હાથ ની રસોઈ ના વખાણ કરવામાં થાકતો નથી. તો અમને ભાભી ના હાથ ની દાવત જોઈએ છીએ. શું બોલો સાચ્ચું કહું છું ને દોસ્તો ?? " એટલામાં જ બીજા બેઠલા દોસ્તો એ પણ સુનીલના સ્વર માં સ્વર પુરાયો. અને મહેશે ખુબ જ આનંદ થી બધા ને ઘરે જમવા માટે આમંત્રણ પણ કરી દીધા. મહેશ ની બધા ટાંગ ખિચવા લાગ્યા કે ," મહેશ અમને બધા ને ઘરે બોલ્યા પહેલા એક વાર ભાભી ને પૂછી ને તો જો. પછી એવું ના થાય કે એમને તો ના જ મળે પણ અમારી સાથે તું પણ ભૂખ્યો રહી જાય અને ઘર ની બહાર રાત્રી નીકળવી પડે. " બધા બેસેલા ત્યાં ખડખડાટ હસવા લાગ્યા. અને બધા ની હસવાના અવાજ ની વચ્ચે મહેશે બોલ્યો કે , " ના, એવું ક્યારે પણ નહીં થાય. તમારી ભાભી એટલે ભગવાન ની માણસ. મારે ખાલી બોલ પાડવાની જ જરૂર છે. મારા બોલ પાડવાની સાથે જ નીતા તરત તૈયાર થઇ જાય કોઈ પણ સવાલ જવાબ કર્યાં વગર. નીતા મને ખુબ જ પ્રેમ કરે છે. " સુનિલ સાથે બીજા પણ ત્યાં બેસેલા દોસ્તો બોલ્યા કે , " હમમમમમ!!! ચાલો તો કાલે દેખીએ. ભાભી ની હાથ ની રસોઈ અને તારા બોલેલા બોલ" 

મહેશ રાતે ઘરે આવે છે. નીતા તરત દોડતી મહેશ જોડે જાય ને મહેશના હાથમાંથી ટિફિન અને બેગ લઇ લે છે. અને મીઠ્ઠા સ્વર માં બોલે છે. " તમે હાથ પગ ધોઈ દો. હું જમવાનું લાગવું છું. આપણે સાથે જમીએ. આજે તમારું મનગમતું શાક બનાવ્યું છે. જલ્દી આવી જજો. નહીંતર રસોઈ ઠંડી થઇ જશે. " મહેશ નીતા માં માથા ઉપર એક ચુંબન આપી ને હા કહી ને તરત જ બાથરૂમમાં ફ્રેશ થવા જાય છે.

મહેશ આવી ને ટેબલ પર બેસે છે. નીતા જામવાનું પરોસીને નીતા પણ મહેશ સાથે જમવા બેસી જાય છે. અને જમતા જમતા મહેશ અચાનક જ બોલે છે કે," નીતા સંભાળ કાલે રાત્રે માર દોસ્તો આવવાના છે. મેં તેમને ઇન્વાઇટ કાર્ય છે. બધા આપણા લગ્ન ની દાવત માંગતા હતાં. અને બધા ને તારા હાથ નું જમવું હતું. તો હું ના ના કહી શક્યો. તને ફાવશે ને ??? " નીતા તરત જ બોલે છે. અરે હા હા મને ફાવશે. અને તમારે કેમ તમારા દોસ્તો ને ના કહેવી જ પડે. હું છું ને હું બધું જ કરી દઈશ. તમે ચિંતા ના કરો. " મહેશ ખુબ જ પ્રેમ થી નીતાને કહે છે. મને ખબર હતી કે તું ના નહીં પડે. કે મને ઉદાસ કરે. હું તને ખુબ જ પ્રેમ કરું છું" નીતા શરમાઈ ને બોલે છે ," હું પણ ... અને હા, તમારા કેટલા દોસ્તો આવવાના છે. તો મને બજારમાંથી સમાન લેવાની ખબર પડે. " મહેશ ખુબ જ ધીરા સ્વર સાથે બોલે છે, " આમ તો 6 લોકો આવવાં છે. પણ 7 નું માપ રાખી ને બનાવજે. " નીતા તરત જ મહેશ ને ખુબ જ ભોળા ભાવથી પૂછે છે, " કેમ એવું? " મહેશ હસવાની સાથે કહે છે, " અરે નીતા તારા હાથમાં જાદુ છે. લોકો પેટ દબાવીને ખાવાના છે. એટલે કહું છું. આપણા ઘરે આવે છે તો ખાવાનું ખૂટતું ના જોઈએ. "  અરે તમે એની ચિંતા ના કરો. કહી ને નીતા ને ટોકતા જ મહેશ બોલે છે, " નીતુ કાલે પેલી બ્લેક કલર ની સાડી પહેરજે. એમાં તું ખુબ જ સુંદર લાગે છે. " નીતા શરમાઈને કહે છે, " શું તમે પણ ! " મહેશ થોડી શરારત કરતા કરતા કહે છે, " ચાલ ને આજે ફરીથી પેલી નાઇટી પહેરી ને બતાવને. મારે દેખવી છે તને. નીતા આનાકાની કરે છે. પણ મહેશ નીતાનો હાથ પકડી ને ખુબ જ પ્રેમ થી બેડરૂમ માં લઇ જાય છે. અને બંને પ્રેમ ભરી પળો વિતાવે છે.

બીજા દિવસ સવારે મહેશ ઓફિસ જતી વખતે નીતાને પૂછે છે, " નીતા બધું થઇ જશે ને નહીંતર હું કઈ પણ બહાનું નીકળીને ના પાડી દઉં. " નીતા એ શાંત સ્વરે કહે છે. અરે તમે ટેન્શન ના લો. શાંતિ થી ઓફીસ જાઓ. બધું જ થઇ જશે. " મહેશ નિરાંતરે ઓફિસે જાય છે. અને નીતા બધી જ રસોઈ ની તૈયારી કરે છે.

સાંજના 7:30 થઇ ગયા હતા. બધાનો આવવાનો સમય પણ થઇ ગયો હતો. નીતા ઉપરથી તૈયાર થઇ ને નીચે આવે છે. બ્લેક કલર ની સાડી પહેરેલી, વાળ ખુલ્લા સાઈડમાં પાથી પાડેલી, કાન માં ખુબ જ સુંદર ઝુમકા પહેરેલા, હોઠ ઉપર લાલ રંગની લિપસ્ટિક, કપાળમાં એક નાનો ચાંલ્લો, માથામાં સિંદૂર, હાથમાં ઘડિયાળ , ચાલે તો પાયલ નો જાણે ખણ ખણ કરતો કાનોમાં ગુંજે. નેલપોલિશ પણ રેડ અને બ્લેક કલર ની મિક્સ કરેલી. મહેશ ની નજર નીતા પરથી હટતી જ નહોતી. મહેશ તરત જ નીતા પાસે ગયો અને બોલ્યો, " અરે !! નીતા તું તો ફરી મને ઘાયલ કરી દીધો. તારા જેવી આ દુનિયામાં કોઈ છોકરી નથી. બધા જ તને જ દેખતા રહેવાના છે. હાય !!!! શું લાગે છે યાર. એમ થાય છે કે બધા ને ના પાડી દઉં અને બસ આપણે બંને એક બીજા માં ખોવાઈ જઈએ. " એટલા માં જ પાછળ થી સુનિલ નો અવાજ આવે છે. " મહેશ તો અમે બધા જઈએ એમ ને?" બધા દોસ્તો હસવા લાગે છે. અને નીતા શરમાઈ ને રસોડા માં જતી રહે છે. મહેશ પોતાની ઈચ્છા ને કંટ્રોલ માં રાખી ને બોલ્યો , " ના ના... હવે આવી જ ગયા છો તો આવી જ જાઓ ને. રોમાન્સમાં તો કબાબની હડ્ડી બની ગયા. હવે શું કરવા પાછું જાઉં છે."

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy