purvi patel pk

Thriller

4.6  

purvi patel pk

Thriller

કાળી લક્ષ્મી

કાળી લક્ષ્મી

1 min
388


બે માસિયાઈ બહેનો, એટલે વાર-તહેવારે પરિવારના બધા ભેગા થતા ત્યારે સરખામણી વધુ થતી. ગુણ તો બંનેમાં, પણ રાધાના વખાણ શ્યામલીના પેટમાં તેલની જેમ રેડાતા હતા. બા, હંમેશા મોઢું બગાડીને કહેતા, "ધનતેરસે આ 'કાળી લક્ષ્મી' આવી, ને આ મારી રાધા, કેવી બડભાગી છે. કાળીચૌદશે પણ રૂપ લઈને આવી. આમેય, કાળીચૌદશનું બીજું નામ રૂપ ચતુર્દશી છે, એટલે મારી રાધા કાળાશને હરાવીને અવતરી છે".

બાના આવા શબ્દો શ્યામલીને રૂંવે રૂંવે દઝાડી જતા. આજે તો અંતિમ દાવ રમવાની ગાંઠ વાળીને શ્યામલી સાંજે છ વાગ્યાની ઘરમાંથી નીકળી ગયેલી. આમ તો કાળીચૌદશે કોઈને પણ ઘરબહાર જવા પણ બાની કડક મનાઈ. બા કહેતા કે આજની રાત્રી કાળરાત્રી હોય. તાંત્રિકો માટે આજની રાત્રી જંતર મંતર માટે ખૂબ મોટી રાત કહેવાય. પણ, શ્યામલી ક્યાં જાય, ક્યાંથી આવે તેના પર આમેય કોઈનું ધ્યાન ન હોય. આ દિવાળીએ બંને બહેનો વીસ વર્ષની થવાની હતી. દિવાળી જેવા મોટા તહેવારની ઉજવણી સાથે કાળીચૌદશ... રાધાનો જન્મદિવસ, સોનામાં સુગંધ ભળતી. સૌ ઉજવણીની તૈયારીમાં પરોવાયેલા હતા.

રાત્રે આઠ વાગ્યે, કેક કાપવાના સમયે અચાનક રાધા, વિખરાયેલા વાળ સાથે, ચીસો પાડતી રૂમમાંથી બહાર આવી, જમીન પર બેસી પડી ને પોતે જ પોતાનું માથું પછાડવા લાગી. કોઈ કશું સમજી શક્યું નહીં. રાધાના આવા વર્તનથી ઘરના બધા સ્તબ્ધ થઈ ગયા. તો, બીજી તરફ શ્યામલીએ કાળી ચૌદશની કાળી રાતને મન ભરીને ઉજાળી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller