"Komal" Deriya

Abstract Inspirational

3  

"Komal" Deriya

Abstract Inspirational

કાલ પર ના ટાળો.

કાલ પર ના ટાળો.

2 mins
164


"અરે હા, હું એમને મળીને બધી ગેરસમજણ દૂર કરી દઈશ તું ચિંતા ના કર." મેં મારા મનને કહ્યું.

અરે મન તું ખૂબ વિચારે છે. સંબંધોમાં થોડીઘણી કડવાશ આવવાથી સંબંધ થોડા પૂરા થઈ જાય. હાલ થોડી ગેરસમજણને લીધે વાત નથી થતી પણ પહેલાં જેવું થઈ જ જશે બધું. હું સમય જોઈને વાત કરી લઈશ. 

એક ગેરસમજણ સંબંધ તોડીને જતી રહી અને હું એને દૂર કરવાની જગ્યાએ એ વાત પર અટકી હતી કે સમય સાથે બધું બરાબર થઈ જશે નહીં તો હું પછી સમજાવવાનો પ્રયત્ન કરીશ. આમ કરતાં કરતાં બે વર્ષ વીતી ગયા. ના મે માફી માંગી, ના એમણે મને પ્રશ્ન પૂછ્યો. છેવટે સંબંધ માત્ર મોબાઈલમાં સેવ કરેલો એવો નંબર બની ગયો જે નંબર પર ક્યારેય ફોન કરવાની હિંમત ના થાય. 

એક નાનકડી ગેરસમજણ થઈ પછી અમે પ્રયત્ન જ ના કર્યો અને બધુ મનમાં સંઘરી રાખ્યું. 

એકવાર માફી માંગવાની જરૂર હતી. એકવાર ખૂલીને વાત કરવાની જરૂર હતી. પણ બધું કાલ પર ટાળતાં રહ્યાં અને દૂર ને દૂર થતાં ગયા. 

પછી અચાનક એમાંથી એકજણ જાગ્યું. એણે એ જૂના નંબર પર ફોન કર્યો અને આટલા સમય સુધી નફરત રાખીને વાત ના કરવા માટે તથા સમજવામાં કરેલી ભૂલની માફી માંગી. એક કલાક સુધી આ વાર્તાલાપ ચાલ્યો. એ ગેરસમજણને લીધે વિખેરાયેલો સંબંધ વિશ્વાસના તાંતણે બંધાયો.  

છેલ્લે એટલું સમજાયું કે કાલ પર વાત ના ટાળી હોત આજ કંઈક અલગ પરિસ્થિતિ હોત. જો એ જ દિવસે બંનેમાંથી એક પણ જણે હિંમત કરી હોત તો આ બે વર્ષ સુધી અબોલા ના રહ્યાં હોત. 

'કાલ કરે સો આજ કર...'

કોઈ પણ કામ હોય કે લાગણી હોય કે પ્રેમ હોય કે માફી હોય બસ કાલ પર ના ટાળો. ખુશ રહેશો સુખી થશો. 

જો કે આ વાતની સમજણ મને મારા કોલેજના પ્રોજેક્ટનું કામ કરતાં કરતાં આવી છે. પ્રોજેક્ટ સાથે એક સંબંધ પણ સુધરી ગયો મારો. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract