STORYMIRROR

Vandana Patel

Drama Crime Thriller

3  

Vandana Patel

Drama Crime Thriller

કાગળ

કાગળ

10 mins
168

મનસુખભાઈ અને મંજુલાબેનનો હરખ ક્યાંય સમાતો ન હતો. આજે એમની દીકરી કૃપા ડોક્ટર બની ગઈ. ડિગ્રી વિતરણ સમારંભ સમાપ્ત થયા પછી કૃપાને બધા અભિનંદન આપતા હતા, તે જોઈને, સાંભળીને માતા-પિતા ગદગદ થઈ ગયા હતા. કૃપાની સાથે માતા-પિતાને પણ અભિનંદન મળ્યા જ હતા. મનસુખભાઈ અને ધનસુખભાઈ સંયુક્ત કુટુંબમાં રહેતા હતાં.

કૃપાનાં કાકા-કાકી ભત્રીજીની સફળતા જોઈ ન શક્યા. કાકા ધનસુખભાઈ નામ પ્રમાણે સુખી હોવા છતાં ઈર્ષ્યાથી સળગી રહ્યા. એમનો દીકરો રિષભ રખડતો હતો. ભણવામાં ભલીવાર થયો નહીં, એટલે બાપદાદાનો ધંધે ગમે ત્યારે સંભાળી લઈશ, એવું વિચારી હરવા-ફરવામાં જ ધ્યાન આપતો હતો. આમ, જો કે રિષભને કૃપાથી કોઈ ઈર્ષ્યાભાવ ન હતો. લોભ લાલચ પણ ન હતી કે અદાની મિલ્કત પડાવી લઉં. તે મુંબઈ, મહાબળેશ્વર, ગોવા વગેરે સ્થળોએ ફરીને ઘરે આવી ગયો હતો.

ધનસુખભાઈ દીકરા રિષભને સમજાવતા કે "બેટા, તું ભલે ધંધો કર, પણ એ એટલું સહેલું નથી, જેટલું તું ધારે છે." રિષભ કહે છે કે "પપ્પા, ખાલી મિટીંગ તો કરતા રહો છો, થઈ જશે." "હજી મારી ઉંમર જ શું છે ?" રીષભનો પક્ષ લેતા મમ્મી વનિતાબેન બોલ્યા કે " તમે બધું સંભાળવા માટે છો જ ને ?" "તો પછી, મારા દીકરાને જવાબદારી આપવાનું રહેવા દો. લગ્ન થઈ જશે, પછી ધંધો પણ સંભાળી લેશે." ધનસુખભાઈ કહે છે કે "તમને બંનેને ક્યારેય નહીં સમજાય કે ધંધામાં હરિફાઈ કેટલી છે ? કેવી રીતે મિટીંગ પાર પડે ? બસ, ઘરે બેઠાં પૈસા ઊડાડવાથી કેમ કમાણી કરવી એ ન આવડે. જે કમાઈ જાણે એ પૈસા ઊડાડી જ ન શકે." વનિતાબેને મોઢું બગાડીને કહ્યુંં કે "તમારા ભાઈની મિલ્કત આપણાં નામે થઈ જાય પછી કશી ચિંતા ન રહે." રિષભને આવા કાવાદાવામાં રસ ન હોવાથી ત્યાંથી ચાલ્યો ગયો.

 કૃપા નવી-નવી ડોક્ટર બની હોવાથી ભણવાના ભારથી મુક્ત થવા, પ્રકૃતિને નજીકથી માણવા સહેલીઓ સાથે સાપુતારા જવાનું ગોઠવે છે. કાકી વનિતાબેન તો લાગ જોઈને બેઠાં હતાં. કૃપા જેવી સાપુતારા જવા નીકળી કે તરત જ ધનસુખભાઈનું મગજ ખાવાનું શરુ કર્યું. ધનસુખભાઈએ આવું કાવતરું સાંભળીને પહેલાં તો ના પાડી, પણ પૈસાની લાલચ અને બેજવાબદાર રિષભને જોઈને તૈયાર થઈ ગયા. કૃપા રાત્રે દસ વાગ્યે નિકળી ગઈ હતી. ધનસુખભાઈએ રાતે જ મિકેનિકને બોલાવી પૈસા આપી બ્રેક અને ટાયર..

*

બીજે દિવસે સવારે:-

ડાઈનીંગ ટેબલ પર બંને ભાઈ પોતાની પત્નીઓ જોડે ચા નાસ્તો કરે છે. મનસુખભાઈ મંજુલાબેનને કહે છે કે 'આપણી કૃપા સાપુતારા પહોંચી ગઈ.' મંજુલાબેન કહેવા લાગ્યા

કે 'હા, તમારી લાડકી દીકરી તમને જ ફોન કરે ને!' મંજુલાબેને બોલતાં બોલતાં ફોનમાં જોયું કે તરત જ બોલી પડ્યા, લે આ મારા ફોનમાં બે વાર ફોન આવ્યો હતો. મનસુખભાઈએ કહ્યું કે 'હા, તે ન ઉપાડ્યો, એટલે તો પછી મારા ફોનમાં કર્યો.' બળ્યુ, તમારી ચા ના ચસકા પાછળ જ મારે વાત ન થઈ- એમ બોલી મંજુલાબેન ઉદાસ થઈ ગયા. મનસુખભાઈએ કહ્યું કે 'ચા તો તારા હાથની જ હો.'

'ચાલ, મંદિરે જઈ આવીએ.' આ સાંભળીને ધનસુખભાઈ કહે છે કે 'હા, તમે બંને મંદિરે જઈ આવો.' 'આજે પેલા મયુરભાઈ જોડે મિટીંગ છે, તો હું નીકળું.' વનિતાબેને પણ મંદિરે જવાની વાત પર ભાર આપ્યો કે 'દીકરીની સફળતા માટે પ્રભુનો આભાર તો માનવો જ જોઈએ.' અને વનિતાબેને ઉમેર્યુ કે 'હા ચા તો ભાભીના હાથની જ હો.' બધા હસી પડે છે.

 બંને તૈયાર થઈને નીકળતા જ હોય છે કે ઓચિંતા જ ધનસુખભાઈ ફળિયામાં જ મળી ગયા. ધનસુખભાઈએ કહ્યું કે 'કદાચ,ડીલ સાઈન કરવી પડે તો...' મનસુખભાઈએ 'પાવર ઓફ એટર્ની'ના કાગળ પર સહી કરી. એમણે ઉતાવળમાં કાગળ વાંચ્યો નહીં.

*

 મનસુખભાઈ અને મંજુલાબેન મંદિરેથી પાછા આવતાં હોય છે, ત્યાં વળાંક પર સામે ટ્રક આવતા જોરદાર બ્રેક મારવા ગયા, પણ બ્રેક લાગી જ નહીં. જોરદાર સ્ટિયરિંગ ઘુમાવ્યું કે સાઈડમાં જતી કારનું પૈડુ નીકળી ગયું. કાર એક ઝાડ સાથે ભટકાઈને નીચેના ખાડામાં પડી ગઈ.

 રસ્તા પરથી પસાર થતા વ્યક્તિએ અકસ્માત જોઈ એકસો આઠ પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી લીધી.

*

બે દિવસ બેભાન રહ્યા પછી આજે ભાનમાં આવે છે. મનસુખભાઈ ડૉક્ટર અનિલને બોલાવવાનું કહે છે. હોસ્પિટલમાં જીવન સાથે ઝઝુમતાં યુગલે કૃપાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. ધનસુખભાઈ અને વનિતાબેને કહ્યું કે 'કૃપા રસ્તામાં જ છે.' 'હમણાં પહોંચી જશે'.

 ડૉક્ટર અનિલ તાજેતરમાં જ ડૉક્ટર બનીને અમેરિકાથી આવ્યો હોય છે. આ અનિલ મનસુખભાઈના મિત્રનો દીકરો છે.

હવે, હોસ્પિટલમાં અનિલનો પુરો પરિવાર અને કૃપા બધા હાજર હોય છે. ધનસુખભાઈ અને વનિતાબેનને ચિંતા થાય છે, જો આ બંને જીવી ગયા તો... ? વનિતાબેન સ્વગત કંઈક બબડે છે.

પોલીસ.....જેલ....

બે વરસ પછી......

કૃપા એક મનોચિકિત્સક ડૉક્ટરની સામે બેઠી છે. અહીં પોતાના પતિ કેયુરને લઈને આવી છે. ઘણીબધી ચર્ચા પછી સાર એ આવ્યો કે હવે કેયુર એંસી ટકા સ્વસ્થ છે. કૃપા ખુશ થાય છે કે પોતાની મહેનત રંગ લાવી. કેયુર પણ હવે બધી વાતો સમજે છે, પોતાની સ્વસ્થતાની વાત સાંભળીને કૃપા સામે સ્મિત ફરકાવે છે. કૃપા પણ હસે છે. બંને ખુશી ખુશી ઘરે આવવા માટે ઊભા થાય છે.

કૃપાના નામનું કવર ટિપોઈ પર પડ્યું હોય છે. કૃપા કેયુર માટે જ્યુસ બનાવી, હાથમાં ગ્લાસ પકડાવીને કવર ખોલે છે. આગ્રાની હોસ્પિટલનો કાગળ વાંચીને ખુબ ખુશ થઈ જાય છે. કૃપા પોતાના રુમમાં જઈ કબાટમાં એ કાગળ મૂકે છે. કેયુર પાછળ -પાછળ રુમમાં આવે છે. કૃપા કેયુરને લઈને ડ્રોઈંગરુમમાં આવે છે.

કેયુર કૃપાનો હાથ પકડીને સોફામાં બેસાડે છે. કેયુર પુછે છે કે "તું મારી પત્ની છો, તો મારાથી દૂર કેમ રહે છે ?" "જો તું મારી પત્ની નથી, તો મારી સાથે કેમ રહે છે ?" "હું આપણાં સંબંધને સમજવા માગુ છું."

કૃપાએ કહ્યું કે 'તમે અત્યારે આઘાત કે પ્રત્યાઘાત નહીં જીરવી શકો, મારી પર વિશ્વાસ રાખો.'

'હું તમને સંપૂર્ણ સ્વસ્થ કરવા માગું છું.'

' મારી બે વર્ષની મહેનત પર પાણી ફરી વળશે તો તમને તો કંઈ વાંધો નહીં આવે.' પણ મને...

કેયુરે પૂછ્યું કે 'કેમ ? મને કેમ વાંધો નહીં આવે ?'

કૃપાએ કહ્યું કે 'જો તમે પહેલાં જેવા જ થઈ જશો તો હું તો તમને યાદ જ નહીં હોઉં ને ? 

કેયુરને આશ્ચર્યથી પૂછ્યું કે 'હું તમને પહેલેથી ઓળખતો નથી ?'

કૃપાએ કહ્યું કે 'હા, તમે મને ક્યાં ઓળખતા હતા ? આપણી ઓળખાણ તો હું અહીં આવી ત્યારે જ થઈ.'

ત્યાં જ અચાનક કેયુર ઊભો થઈ જાય છે. કૃપા ડરી જાય છે.

 રમાબેન અને રમણભાઈને ઘરમાં આવતાં જોઈ કૃપાને શાંતિ થઈ. એ તો ડરી ગઈ હતી કે કેયુરને પાછો એટેક તો નથી આવ્યો ને ? રમાબેન કૃપાને માથે હાથ ફેરવે છે. કેયુરને આશ્ચર્ય થાય છે કે હું બધાને ઓળખવા માંડ્યો છું તો કૃપાને કેમ નહીં...... ?

કૃપાના નામ સિવાય કશું જાણીતું નથી. હા, એનો સ્વભાવ, સાથ, સ્મિત, હાસ્ય બધું, બધું જ ગમે છે. મારી સાથે એક સલામત અંતર રાખી બગીચે, દરિયાકિનારે મોલમાં બધી જગ્યાએ આવે છે. આ બધું તો મને થોડું-થોડું દસ-પંદર દિવસથી સમજાય છે, પણ ડૉકટર કહે છે કે મારી બે વર્ષથી સારવાર ચાલુ છે. તો બે વર્ષથી કૃપા મારી ઘરે મારી સારવાર માટે રોકાણી છે ? આટલા ગહન વિચારોમાં ખોવાયેલો જોઈ રમાબેનને ચિંતા થાય છે. રમાબેન કેયુરને ઢંઢોળે છે. કેયુર સજાગ થઈને કહે છે કે 'હા મમ્મી, બોલો. તમે પપ્પા સાથે બહાર ગયા હતા ?' આટલું પૂછીને પોતાના રુમમાં ચાલ્યો ગયો..

રમાબેન અને રમણભાઈ કેયુરને વાત કરતો જોઈ ખુશ થાય છે. રમણીકભાઈ કૃપાને પૂછે છે કે 'હવે કેયુરને સચ્ચાઈ કહી દેવી છે ?' કૃપા ના પાડતા કહે છે કે 'હજી ડોક્ટરે હા પાડી નથી.' 'ચાર ઈંજેક્શનનો કોર્ષ બાકી છે.' ' હજી કેયુરનું મગજ આઘાત-પ્રત્યાઘાત ઝીલવા માટે તૈયાર નથી.'

 રમાબેનને કૃપા પ્રત્યેનું પોતાનું પહેલાંનું વર્તન યાદ આવતા રડી પડે છે. કૃપા શાંત પાડવાની કોશિષ કરે છે. કૃપા રમાબેનને પાણીનો ગ્લાસ આપતાં કહે છે કે 'મમ્મી, આજે તમે કેયુરને દરિયાકિનારે લઈ.......ત્યાં તો કેયુર મોટેથી બોલે છે કે 'મમ્મી, આ કૃપા પણ તમને મમ્મી કહે છે.' 'મને યાદ છે, ત્યાં સુધી મારે કોઈ બહેન નથી'.....તો પછી આ કૃપા છે કોણ ?

રમણભાઈ કહે છે કે 'તું શાંત થઈ જા.' કેયુર કહે છે કે 'પપ્પા, હું રુમમાં આલ્બમ જોવા ગયો હતો.' 'આપણાં આલ્બમમાં આ છોકરી છે જ નહીં.' ત્યાં જ કૃપા ત્વરાથી એક ઈન્જેક્શન કેયુરનાં હાથ પર આપી દે છે. આટલી સહેલાઈથી નર્સનું કામ કરતી જોઈ ઘડીભર કેયુરને થાય છે કે 'આ કૃપા નર્સ જ હશે.......' તે ઘેનમાં સરી પડે છે.

કૃપા પોતાની ઑફિસની બારીમાંથી બહાર વરસાદની ૠતુ હોવાથી ઝરમર ઝરમર વરસાદ પડતો જુએ છે. કૃપાને પલળવાનું મન થાય છે, પણ હજી કામના કલાકો બાકી હોવાથી એમ જ ખુરશીમાં બેસે છે. ક્યારેય પણ પોતાને દર્દી પાસે જવું પડે. પોતે આવા જ વરસતા વરસાદમાં સાપુતારામાં મન મૂકીને પલળી હતી. અચાનક જ કાકાનો ફોન આવ્યો. કેટલી ચિંતામાં હતી હું, પણ એમને ક્યાં કોઈ ફરક પડ્યો. ? સગાં આવા હોય ? એક છત નીચે આટલાં વરસો રહ્યા, પણ હું મમ્મી કે પપ્પા, કોઈ કાકા કાકીને ઓળખી ન શક્યા. કેવી ચાલ ચાલી ગયા. અમારી સાથે રમત રમી ગયા. સગાં ભાઈએ દગો આપ્યો. ત્યાં તો નર્સ દોડતી-દોડતી આવી. નર્સે કહ્યું કે 'ડૉકટર,જલ્દી ચાલો.' મારી તંદ્રા તુટી. હું યંત્રવત દોરાઈ. ખબર નહીં કેમ ! આજે ભૂતકાળ વાગોળવાનું જ મન થતું હતું. નર્સે મારો હાથ પકડીને કહ્યું કે 'આ ભાઈ, જુઓને કેવા ગાંડા કાઢે છે.' મેં કહ્યું કે 'તું હજી નવી છો,આવા શબ્દોનો પ્રયોગ ટાળવો જોઈએ.' 'બની શકે તો મૌનથી જ રસ્તો કાઢવો જોઈએ.' ત્યાં તો એ ભાઈ રોજ કોલસાથી દિવાલમાં રોમા લખતા અને છેકી નાખતા, એણે આજે પહેલીવાર કિન્નરી લખ્યું. લખ્યું તો ખરી, પણ છેક્યું નહીં. મને અચરજ થયું. મોટે મોટેથી બૂમ પાડતો હતો કે કિન્નરી, ક્યાં ચાલી ગઈ ? મેં શાંત પાડવાની કોશિશ કરી પણ પરિણામ શૂન્ય. નાછુટકે મારે ઈંજેકશન આપવું પડ્યું. હું પાછી ઑફિસમાં આવી. કોફીનો કપ હાથમાં લઈ પાછી ભૂતકાળમાં ખોવાઈ ગઈ. હોસ્પિટલમાં પપ્પાએ કહ્યું કે 'કૃપા, તું અનિલ સાથે લગ્ન કરજે.' જાણે મને કહેવા માટે જ પ્રાણ ટકાવી રાખ્યા હતા. મારા મમ્મી-પપ્પાએ અનિલ અને મારા ભાવિ સાસુ સસરા સામે 'હા' જવાબની અપેક્ષાથી જોયું. ત્રણેયની સંમતિ મળતાં જ મારા મમ્મી-પપ્પાનો આત્મા શરીરરૂપી પાંજરામાથી મુક્ત થઈ ઊંચા આકાશે પંખીરુપે વિહરવા લાગ્યો. હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કાકી મને ચૂપ કરાવવાની વ્યર્થ કોશિશ કરતા હતા.

મનસુખભાઈએ પોતાની મિલ્કતમાં વારસાઈ કૃપાના નામે કરી હતી. જો અનિલ અને કૃપાના લગ્ન થાય તો ધનસુખભાઈને મિલ્કતમાંથી કંઈ ન મળે. ધનસુખભાઈએ પાવર ઑફ એટર્ની'ના નામે બંગલો અને ફેક્ટરી પોતાના નામે કરી લીધા હતા. વનિતાબેને અનિલના ભાઈ કેયુર જોડે કૃપાના લગ્ન કરાવી દીધા. સમાજમાં વાત ઢંકાઈ રહે એ માટે કૃપા જોડે અનિલ ફેરા ફરી, કંકુ પગલાં કરાવી, કાયમ માટે અમેરિકા જતો રહ્યો. અનિલના ભાઈ કેયુરનું માનસિક સંતુલન બરાબર ન હતું. વનિતાબેને વિચાર્યુ કે કૃપા પાગલ કેયુર જોડે રહે, તો પાગલ કેયુર મિલ્કત માગે નહીં, અને કૃપાને ચૂપ કરાવીને કાગળ પર સહી કરાવી લઈશ. અનિલ અમેરિકાથી થોડો ચોખવટ કરવા આવવાનો છે. બંને ભાઈ જોડિયાં એકસરખા દેખાતા હોવાથી આ ત્રાગું કાકીએ રચ્યું હતું.- આ કડવી યાદો મગજમાં ચકરડી મારીને એવી રીતે પાછી મોંમા આવી કે ચીડ ગુસ્સો અને નફરત બધું જ કોફીના છેલ્લા ઘૂંટડે ઘુંટાતુ ન હોય ! કંઈ નથી રાખવું મનમાં- એમ માનીને છેલ્લો ઘૂંટડો થૂંકી નાખ્યો. રિષભે રાડારાડી કરી મૂકી કે 'દીદી, મારો નવો શર્ટ.....' ઓહ, ભૂલથી. "તું ક્યારે આવ્યો ?" કૃપાએ પૂછ્યું. રિષભે કહ્યું કે 'અત્યારે જ....... આવતીકાલે રક્ષાબંધન છે ને !'

*

રક્ષાબંધનનો દિવસે

કાકા-કાકી સાથે રિષભ સંડોવાયેલો ન હોવાથી આજે પણ ભાઈ-બહેનનાં સંબંધ સરસ તાજા અને તંદુરસ્ત છે. રિષભે રાખડી બંધાવી લીધા પછી અનિલની સહીવાળા છૂટાછેડાના કાગળ દીદીના હાથમાં મુક્યા ત્યારે કૃપાને લાગ્યુ કે આનાથી સરસ મહામૂલી ભેટ કોઈ હોય જ ન શકે ! રિષભે કહ્યું કે "દીદી, લગ્ન કરી લો. કેયુર આજે પણ તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે." " તમને બંગલો કે ફેક્ટરીમાં તો ભાગ નહીં મળે, પણ અદાએ બીજા ઘણાં શેર, મ્યુચ્યુઅલ ફંડ, પ્લોટ વગેરેમાં રોકાણ કર્યુ છે." "એમાં વારસદાર તરીકે તમારુ નામ છે."

 કૃપા પાછી ભૂતકાળમાં સરી પડે છે. પોતે કેયુરને સચ્ચાઈ કહી દીધા પછી કેવો મૌન થઈ ગયો હતો. એણે દિયર-ભાભીના સંબંધની કલ્પના જ નો'તી કરી. અચાનક જ અનિલ યાદ આવતા કેયુર ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો હતો. મમ્મી-પપ્પાએ કેયુરને શાંત પાડ્યો હતો. કેયુર પણ ભાભી સાથે લગ્ન ? ના સવાલથી પરેશાન હતો. કૃપાએ કેયુરને દિયર સમજ્યો હતો, એક ડૉકટરના સંબંધે રોકાઈ ગઈ હતી. પોતે માનસિક રોગની સારવાર કરી શકે છે, એવું કહ્યું હતું, ત્યારે કેયુરના મમ્મી-પપ્પાના મોં પર આશા, ખુશી અને શ્રધ્ધાના ભાવ છલકાતા જોવા મળ્યા હતાં. એક ડૉક્ટરની ફરજથી પ્રેરાઈને અનિલ અને અનિલના મમ્મી-પપ્પાને અક્ષમ્ય અપરાધ માટે ક્ષમા કર્યા હતાં. અનિલ તે જ દિવસે અમેરિકાથી આવ્યા હતા. એ મારો પત્ની તરીકે સ્વીકાર કરવા તૈયાર હતા. કેયુર ઊભો થઈને ચાલ્યો જાય છે. હું જોઈ રહી. સમાજની દ્રષ્ટિએ મારો પતિ કેયુર હતો.

 મેં કહ્યું કે "અનિલ, તમે કોઈની વાતોમાં આવી ગયા, લગ્ન જેવો પવિત્ર સંબંધ ખરાબ કરીને ચાલ્યા ગયા." "આજે બે-અઢી વર્ષે પાછા કેમ આવ્યા ?" 

"તમારો અમેરિકન પ્રેમ બનાવટી નિકળ્યો ?" "અનિલ, લગ્ન થયા ત્યારે ગાંડુ કોણ હતું- તમે કે કેયુર ?'

"તમે ડાહ્યા થઈને પણ ગાંડા હતાં, ને કેયુર ગાંડો થઈને પણ ડાહ્યો હતો." "કેયુરે મારી સાથે ગાંડપણમાં પણ ક્યારેય અજુગતું વર્તન કર્યુ નથી." "તમે ડૉકટર હોવા છતાં ધીરજથી કામ ન લીધું."

જે સમાજમાં ગાંડા તરીકે ઓળખાય છે, એને માત્ર પ્રેમ, હૂંફ અને સમય જ જોઈતો હોય છે. "તમારાથી તો મને હવે છૂટાછેડા જ જોઈએ, સમજ્યા ?" -કૃપાએ કહ્યું. અનિલ ગુસ્સામાં બીજી ભૂલ કરી બેઠા. એ મને છૂટાછેડા આપવા તૈયાર ન હતા.

*

આજે ત્રણ વરસ પછી કેયુર રિષભ દ્વારા લગ્નનું પૂછે છે, હવે અનિલથી છૂટાછેડા મળી ગયા, એનો કાગળ હાથમાં છે. આજે કૃપા સિનિયર ડૉક્ટર તરીકે આગ્રાની માનસિક સંતુલનની પ્રખ્યાત હોસ્પિટલમાં નોકરી કરે છે. કૃપા એક વળાંક પર આવીને ઊભી રહી ગઈ. જિંદગીએ લીધેલાં વળાંકોને સમજવાનો પ્રયત્ન કરતી રહી, તરત જ કૃપાના માનસપટ પર જિંદગીના ત્રણ અલગ-અલગ કાગળ ઉપસી આવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama