જય શ્રી રામ
જય શ્રી રામ
રામ. . . હા રામ એક એવું નામ કે જે આપણને કહે છે રે- આમ. કેમ રહેવું કેમ જીવવું, કેવા બનવું, ક્યારે બોલવું, શું પાળવું, અને જીવનમાં શું ન કરવું, એવા તમામ આદર્શોના સ્વામી એવા એક માત્ર પાત્ર એટલે શ્રી રામ. રામ એક એવું નામ કે જેને જન્મથી લેતા શીખવાડે છે અને એજ નામ અંતે લેવાનું કહે છે. જેના નામ માત્રથી પત્થર પણ પાણી પર તરી જાય અને પ્રાણી માત્ર આવા ભવસંસરના દરિયાને તારી જાય. રામ નામથી નર નારાયણ બની ગયા એમના નામ પણ તમને હું કહી શકું છું કે એવું મારા રામના નામ સાથે વર્ષોથી ભંડાર નથી ખૂટતા એ દાતાર, એવું ઉદાર નામ કે આજે પણ ઘર ઘર માં ગુંજાય છે. દરેક ઘરમાં આજે પણ રામરામ કહીને આવકાર આપવામાં આવે છે વર્ષો પછી પણ આજે એજ રામ ના નામને આપને નાવ બનાવી આપનો ભવ સુધારીએ છીએ. બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક કાર્યની શરૂઆત એના થકી કરીએ છીએ અરે. . મૃત્યુ પછી પણ તર્પણ માટે એક માત્ર એનું જ નામ સ્મરણ કરીએ છીએ હવે જેના નામ માત્રામાં આટલો મહિમા એ વ્યક્તિત્વ કેવું હશે ?. એક જ જીવનમાં આદર્શ પુત્ર, આદર્શ પતિ, ધર્મપરાયણ, પુરોષોમાં ઉત્તમ એ છતાં મર્યાદાથી સ્થિત એવા મારા રામ નું વ્યક્તિત્વ મને ભાવે છે.
શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે જો એવા વ્યક્તિ આજે કોઈ હોઈ શકે ? અને જો હોય તો આજની દુનિયા કેવી હોત ? અરે. . . એવી વિચારધારા કે મર્યાદાવાળા આદર્શોને આજે અવકાશ જ ક્યાં છે ?
રામના જીવન ચારિત્રથી આપણે બધા પરિચિત છીએ પરંતુ આપણે એમને જાણી શક્યા ખરા? એમની જીવનકથા આપણું ધર્મપુસ્તક બનીને રહી ગયું છે આપણે એમના આદર્શોને માન સાથે સ્વીકાર્ય છે પરંતુ એમને અનુસર્યા ખરા ? દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં દરેકને રામાયણ યાદ આવી ચડે પરંતુ શું એમના કરેલા કાર્ય આપણા કાર્ય સાથે ક્યારેય સરખાવ્યા ખરા ? રામ જે પોતાના પિતાના વચન માટે ૧૪વર્ષ વનવાસ સ્વીકારે છે અને આજે મતા પિતાને વૃદ્ધાશ્રમમાં વનવાસ મળે છે એમ કહું તો કહી ખોટું નથી. રામ કે પોતાના ભાઈ માટે સહર્ષ રાજપાટ છોડી દીધું એવા ભાઈ અત્યારે ક્યાં મળે અને જે ભાઈ આવા ભાતૃપ્રેમ બીજે ક્યાં મળે ? અરે. . હું અહી કહી શકું છું કે આપણે તો શું વર્ષો પહેલાં જ રામ માત્ર નામ જ આપણે લઈએ છીએ એમના આદર્શો ક્યાંય લુપ્ત થઈ ગયા છે જેને દ્વાપર યુગમાં પણ લોકો વિસરી ગયા હતા એટલે શ્રી પ્રભુ ફરી કૃષ્ણાવતાર લેવો પડ્યો હશે જો રામ જેવો ભાતૃપ્રેમ ત્યારે હોત તો મહાભારતનું સર્જન જ ન થયું હોત. આપને ખબર છે કે રામનામથી જીવન ગાડી ચાલે છે પરંતુ એ જીવનરૂપી ગાડીમાં આપને કેમ સવારી કરવી એ વિસરી ગયા છીએ અને રામ માત્ર નામ થકી સીમિત થઈ ગયા છે
રામ જેમના હાથે ધનુષ પોતાનો ક્ષત્રિય ધર્મ દર્શાવે છે સર્વશ્રેષ્ઠ યોદ્ધા છતાંયે શાંતિ ના પ્રતીક સંયમી, સ્થિતપ્રજ્ઞ,પોતાની પત્નીના વિયોગમાં પણ ધીરજ ન ખોનાર સાથે બીજાને મદદ કરનાર વ્યક્તિ અરે. . . વનવાસની પરિક્ષામાં પણ કોઈની પણ મદદ વગર પોતાની પ્રતિજ્ઞા પર કાયમ રહે એ મારા શ્રી રામ. પોતે એક રાજપરિવારના હોવા છતાં એક શબરીબાઈના જૂઠા બોર ખાનાર અને ઊંચ નીચ જાતિનો ભેદ મટાડનાર સૌથી પહેલા વ્યક્તિ, ધનુષના બનાની જેમ બોલેલા વચનો ને પણ નિશ્ચિતતા આપનાર અને પોતાના કુળની પરંપરા, અને પિતાના વચન માટે સર્વસ્વ ત્યાગી દેનાર વ્યક્તિ, સ્ત્રી પ્રત્યે માન રાખનાર, પોતાની પત્નીને પોતાની બરાબર સમજીને પોતાની સાથે રાજગાદી પર બેસાડનાર પ્રથમ વ્યક્તિ એટલે શ્રીરામ. અત્યારે દીકરા દીકરીને સમાનતા આપવતા કેટલાય કાયદાઓ પણ ઘડાયા છે તે છતાં ક્યાંક તો સ્ત્
રીને અબળા બનીને જ રહેવું પડે છે હજુ પણ દીકરાને દૂધ અને દીકરીને છાશ મળે છે જ્યારે મારા રામે દરેક સ્ત્રીને એક પુરુષ સમુવડા અધિકાર આપવા પ્રેરણા કરી હતી, એટલું જ નહિ રામ જેવું શાસન કરનાર કોઈ રાજા નથી એટલે આપણે ઘણી વાર કહીએ છીએ કે રાજા રામ પ્રજા સુખી, કેમ કે રામ પ્રજા માટે શાસન કરતા અરે. . તેઓ પોતાના રાજ ધર્મને પ્રજાને પોતાના વ્યક્તિગત જીવન કરતા પણ હમેશા વધારે મહત્વ આપતા. શું આજે એવો કોઈ શાસન કરતા મળી આવે ખરો ? કે જે પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ ત્યાગી શકે ? અરે. . . એતો ઠીક અત્યારના શાસનમાં આપણા અધિકારીઓ જેટલા કાયદા જાતે બનાવે છે એટલા જો એ પોતે અનુકરણ કરે તો પણ ઘણું. બાકી આપણે જાણીએ જ છીએ કે શાસકો એમનું છોડે છે કે આપણને તોલે છે,આ બધી વાતો હતી એમના વ્યક્તિત્વ અને રાજનીતિની પણ હા એક વાત ચોક્કસ છે કે રામ જેવો કોઈ ન્યાયપ્રિય શાસક નથી.
" જે જ્ઞાની છે તે રામ છે. " રામ શાંત ચિત્ત અને ધૈર્ય માં પ્રતીક છે તેઓ કઠિન પરિસ્થિતિમાં પણ પોતાનું ધીરજ જાળવી રાખતાં,અરે. . આપણે પરિસ્થિતિ પ્રમાણે સ્વભાવવાળા બની જઈએ જ્યારે રામ પરિસ્થિતિ ને પણ સહજતાથી સ્વીકારી એના સ્વભાવે શાંત કરી દેતા. એમના જ્ઞાનની વાત કરું તો પ્રતિજ્ઞા પાળવાની ક્ષમતાથી લઈને જીવન પર્યંત મર્યાદામાં રહી કર્મ કરવા. કોઈ પણ વિકાર રહિત શુદ્ધ મનના સ્વામી એટલે શ્રી રામ કે જેના સ્પર્શ માત્રથી એક પાષાણ પણ સ્ત્રી બને છે અને ત્યાં પણ કે સમજાવે કે સમ્માન અને પ્રેમથી પથ્થર પણ સ્ત્રી બની શકે છે આવા ઉચ્ચ વિચારો એટલે શ્રી રામ. આજે આપણે સૌ જાણીએ છીએ કે જો આપના અર્ધ જાગૃત મન માં પૂરી નિષ્ઠાથી કોઈ સંકલ્પ કરવામાં આવે તો એ અવશ્ય પૂરી થાય છે તો એ વાત જ જાણે એમને ઉદ્દેશ્ય શક્તિ દ્વારા પ્રમાણિત કરી છે એમનો એક માત્ર ઉદ્દેશ્ય માતા સીતાને રાવણની લંકામાંથી મુક્ત કરી સહ સમ્માન પાછા મેળવવા એના માટે એમને પોતાની ઉદ્દેશ્ય શક્તિ પોતાની આત્મવિશ્વાસ ના બલે દરિયાપાર પથ્થરનો સેતુ બનાવ્યો અને વાનર, રીંછ જેવા પશુઓની સેના થકી ત્રિલોક પતિ રાવણ ને પણ હરાવ્યો. રાવણ વિદ્વાન, મહાદેવ ભક્ત, ત્રિલોક સ્વામી હતો પરંતુ એના મનના વિકારો અહંકાર, લોભ, કામ, ક્રોધ,મોહ,જેવા નકારાત્મક ભાવો સામે શાંતિપ્રિય, અવિકારી રામનો પ્રેમ વિજયી થયો એક રાક્ષસ સામે એક માણસ જીતી ગયો તો એની સંકલ્પ શક્તિ કેવી હસે?
આધ્યાત્મિકતામાં તો એવું પણ મનાય છે કે રામ નામમાં સારી સૃષ્ટિ રચાયેલી છે. અને રામાયણ એક કરુણતા સભર ગ્રંથ છે આપણા મહાકાવ્યોમાં રામાયણનો સંગ્રહ થયેલો છે. અને આ વ્યક્તિત્વ ને કોઈ ઓળખી શક્યું નથી પણ આભાર છે હજુ આ ધરાનો કે એના નામ ને કોઈ વિસરી શક્યું નથી. હૂતો એક કલ્પના માત્ર કરી શકું છું કે જો કોઈ રામ અહી હોત તો મારા દેશમાં કોઈ દીકરીને કોઈ રાવણ હાથ પકડતા વિચાર કરતો, મારા દેશના શાસકો કરતા મારા દેશની પ્રજા વધારે ખુશ હોત, દરેક યુવાન ધૈર્ય અને સમજ શાંતિનો પ્રતીક હોત, જ્ઞાની હોત, મુખ મુસ્કાન સાથે પિતાનો આજ્ઞાકારી હોત, વચન પાળવા બદ્ધ હોત, પત્ની માટે શ્રેષ્ઠ પતિ હોત, ભાઈ માટે સર્વસ્વ ત્યજી દેનાર ભાતૃપ્રેમ હોત, બીજાના દુઃખે દુઃખી થનાર લોકો હોત મારો આખો દેશ કરુણાનો સાગર હોત ! અને વખત આવે સમગ્ર રાક્ષસ જાતિની જેમ સમગ્ર દુશ્મનોને જડમૂળથી ઉખેડી દેવાની શક્તિ હોત.
ક્યાં મળે કોઈ રામ અહી ? ક્યારે મળશે વિરામ,
મારું મારું કરનારા અહી ક્યારે કરશે આરામ ?
સમયનું છે માન બધું આ આજે તારું કાલે મારું
સત્ય શાશ્વત એક જ નામ મારા રામનું.