Mayuri Prajapati

Tragedy

4.8  

Mayuri Prajapati

Tragedy

ઝરણું

ઝરણું

3 mins
262


હા. . . ઝરણું. એક એવું નામ કે જેની કલ્પના માત્રથી સંપૂર્ણ પ્રકૃતિ આપની આંખ સામે ઝળહળી ઊઠે, એનું ઉદગમ સ્થાન ડુંગર વચ્ચેની ખીણ એટલે કે પર્વતની હારમાળા જેવું રમણીય દૃશ્ય, પછી ત્યાંથી નીકળી એનો પ્રવાહ નો વેગ, અને એમાં ઉદભવતી ખળખળ એનો અવાજ કે જાણે પ્રકૃતિ નું સંગીત, એના માર્ગમાં આવતો ધોધ તો જાણે પ્રકૃતિ સૌદર્યની જ એક અંગ હોય એમાં એમાં અભિવૃદ્ધિ કરે છે ત્યાંથી આગળ એનું નદી સ્વરૂપે શાંત થઈ વહેવું અને અંત પણ દરિયો. આમ એક જ શબ્દમાં સમગ્ર પ્રકૃતિ નો એકસાથે અનુભવ કરાવી જાય એવો શબ્દ એટલે ઝરણું.

પ્રકૃતિના નિયમ મુજબ નાનું મોટું બને છે અને ફરી નાનું બને છે. એમ જ આપણો જનમ પણ નાનકડા બાળક સ્વરૂપે થાય છે બાળક એટલે કે ભગવાનનું રૂપ, સત્યતાનું પ્રતિક, સૌનું પ્રિય. એટલું જ નહિ આખા દિવસનો થાક એક જ મુસ્કાનથી ઉતરી જાય એવી બાળક ની પ્રતિભા હોય છે એવું જ ઝરણાને જોઈને પણ સૌ કોઈ તેની સૌંદર્યતા માં મંત્રમુગ્ધ બની જાય છે પરંતુ નાનકડા બાળક ને મોટા લોકોને જોઈને જલ્દીથી મોટા બનવાનું ઈચ્છા થાય છે અને એ નાનપણથી જ મોટો થઈ ને શિક્ષક, ડૉક્ટર, ઇજનેર, વકીલ વગેરે બનવાના સ્વપ્ન જોવે છે અને તે પોતાના સ્વપ્ન પૂરું કરવા સખત મહેનત કરી એને સ્વપ્ન પૂરું કરે છે. એવી જ રીતે ઝરણું પણ જોવે છે લોકો એના તો વખાણ કરે જ છે પણ સાથે દરિયાના પણ કરે છે દરિયાના મોજા, દરિયાના વાહનો, તેનો કિનારો વગેરે જોઈને આકર્ષિત થયેલ ઝરણું પણ હવે સ્વપ્ન જુવે છે દરિયો બનવાનું. અને દરિયો બનવાનું સ્વપ્ન એનું જીવન બની ગયું.

ઝરણું એના સ્વપ્ન પૂરું કરવાના મોહમાં ડૂબી જઈને પોતાના વેગ ને આગળ વધારે છે . માર્ગમાં આવતા અડચણો દૂર કરી ક્યારેક ધોધ બનીને તો ક્યારેક ધીમા પ્રવાહે વહેવાનું ચાલુ રાખે છે એની મધુર ધૂન સાથે પ્રકૃતિના કલરવ સાથે આગળ વધે છે ત્યાં જ અચાનક એને દૂરથી પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે એક આશનું કિરણ નજરે પડ્યું અને પોતાનો હોશ ખોઈને તે તરતજ ધોધરૂપે નદીમાં જંપલાવ્યું અને તે નદી બની ગયું. પરંતુ ઝરણાને પોતાના અસ્તિત્વ નું ધ્યાન ક્યાં હતું એનું તો એક જ સ્વપ્ન માત્ર દરિયો બનવાનું. એ નદીનાં પ્રવાહ સાથે આગળ વધવા માંડ્યું એને તો એવું જ હતું કે એ તેનો જ પ્રવાહ છે ત્યાંજ અચાનક એક દરિયાઈ વહાણ એમાં આવી ચડ્યું એને થયું હું માત્ર નદી બન્યું ત્યાં તો મને દરિયાઈ વહાણ મળી ગયુંં જાણે એ એના માટે જ આવ્યું હતું એમ માની ખુશી સાથે આગળ વધ્યું. વહાણ તો દરિયાઈ માર્ગે ભૂલા પડતા ત્યાં આવી ચડ્યું હતું એનું પણ દરિયો મેળવવા નદીનાં પ્રવાહ સાથે આગળ વહેવાનું ચાલુ રાખ્યું. ત્યાં જ સૂર્ય ની પ્રથમ કિરણ સાથે બંનેની પ્રતીક્ષા ની અંત આવ્યો બંને ને દરિયો દેખાયો મનમાં પોતાના સ્વપ્ન ને પુરૂ થતા જોતા જ બેબકલા બની નદીમાં રહેલું ઝરણું દરિયામાં ભરી ગયુંં. અને પોતાનું સ્વપ્ન પૂરું થયું. દરિયાઈ વહાણ ને પણ સાચો માર્ગ મળી ગયો હોય એતો સીધું કિનારે જ ઉતરી ગયુંં. દરિયામાં આવતા મોજા ની સાથે જ ઝરણાના અસ્તિત્વનો પણ અંત થઈ ગયો અચાનક જ પોતાના કલરવ ને બદલે મોજાની સ્વર અને પોતાના નામની સુંદરતા ની જગ્યાએ દરિયાના વખાણ, એની બધી જ ચર્ચા હવે દરિયાની થઈ ગઈ હતી ત્યાં જ એને આભાસ થયો કે હવે એનું અસ્તિત્વ જ નથી રહ્યું એના દરિયો બનવાની ગેલછાં એ એનું અસ્તિત્વ ઝરણું ભૂસાઈ ગયુંં એનો નાનો પ્રવાહ મોટો દરિયો તો બની ગયો પરંતુ એનું નામ જ ભૂસાઇ ગયુંં.


"ઝરણું રહ્યું એના સ્વપ્ન સમીપ

પણ નથી રહ્યું એ ઝરણું હવે".


Rate this content
Log in

Similar gujarati story from Tragedy